________________
૧૩૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
સાધનામાર્ગની આવી અનેક અવસ્થાઓમાં પોતે મોક્ષમાર્ગમાં છે તેવો સંતોષ અનુભવે છે.
નૈગમનયની દૃષ્ટિવાળા સાધકો આવી અનેકવિધ તરતમતાવાળી અવસ્થાને ભલે સ્વીકારે, પણ જ્ઞાનયોગીઓ તેટલા માત્રથી “પોતે મોક્ષમાર્ગમાં છે” એવું માની સંતોષ પામી શકતા નથી. તેમની દૃષ્ટિ નિશ્ચનયને માન્ય એવા આત્માના પરમ વિશુદ્ધસ્વરૂપ તરફ મંડાયેલી હોય છે, તેથી તેમને તો નિશ્ચયનયને માન્ય એવા આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવે તેવા ચિત્તની પ્રાપ્તિમાં જ “પોતે મોક્ષમાર્ગમાં છે? એવો સંતોષ થાય છે.
આથી જ જ્ઞાનયોગીને તો જે ચિત્ત ૧. કલિત પરમભાવવાળું હોય ૨. ચિશ્ચમત્કારના સારભૂત હોય અને ૩. સકલનયથી વિશુદ્ધ હોય, તેની નિષ્પત્તિમાં જ હર્ષનો અનુભવ થાય છે.
તેમાં જે ચિત્તમાં પરમભાવનું સંવેદન થયું હોય, તે કલિત પરમભાવવાળું ચિત્ત કહેવાય. સર્વ કર્મોથી, કષાયોથી, ક્લેશોથી મુક્ત એવું જે આત્માનું શુદ્ધસ્વરૂપ છે, તે જ પરમભાવ છે. જ્યારે શ્રુતના ઉપયોગથી આ સ્વરૂપનું સંવેદન થાય, ત્યારે ચિત્ત આત્માના શુદ્ધસ્વરૂપમાં મગ્ન બને છે અને સતત પરમભાવની પ્રતીતિથી સભર રહે છે.
પરમભાવમગ્ન ચિત્તને જ ચિમત્કાર સાર કહેવાય છે, કેમકે કષાયોના સ્પર્શ વગરના શ્રુતજ્ઞાનના ઉપયોગનું સંવેદન કરવું એ એક જ્ઞાનનો ચમત્કાર જ છે. અનાદિકાળથી મોહને આધીન બનેલા ચિત્ત માટે આ લગભગ અશક્ય પ્રાય: અવસ્થા હોવાથી તે ચમત્કારસ્વરૂપ જ લાગે છે.
નિર્વિકલ્પઉપયોગવાળા, સર્વ બાહ્ય ભાવો પ્રત્યે ઉદાસીન અને પરમભાવને પામેલા ચિત્તને સર્વ નયો મોક્ષના કારણરૂપે નિ:સંદેહ સ્વીકારે છે; કેમ કે સર્વ નયોનું અંતિમ લક્ષ્ય તો સમતા આદિ ભાવો જ છે, તેથી તે ચિત્ત સકલન વિશુદ્ધ કહેવાય છે. આવું ચિત્ત નિષ્પન્ન કરવું તે જ્ઞાનયોગીનું લક્ષ્ય હોય છે અને તેઓને તેવું ચિત્ત નિષ્પન્ન થાય તેમાં જે હર્ષનો અનુભવ થાય છે, તે અન્ય સાધના કરવામાં કે અન્ય સિદ્ધિઓ હાંસલ કરવામાં થતો નથી.
જ્ઞાનયોગ અધિકારના આ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ આધ્યાત્મિક ઉત્થાનને ઇચ્છતા સાધકને આ રીતે એક સુંદર લક્ષ્ય બંધાવી આપ્યું છે. સાધક જો આવા ચિત્તને લક્ષ્ય બનાવી પોતાની ભૂમિકાને અનુરૂપ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો કરતો જાય અને અધવચ્ચેની ભૂમિકાઓથી સંતોષ માનીને ક્યાંય અટકી ન જાય તો આત્મિક આનંદની અનુભૂતિ તેના માટે દૂર ન રહે. આકરા અવતરણિકા :
જ્ઞાનયોગી મહાત્માને સકલન વિશુદ્ધચિત્ત જ પ્રમાણ છે એવા પૂર્વશ્લોકના કથનને જ દઢ કરતાં કહે છેશ્લોક :
हरिरंपरनयानां गर्जितैः कुञ्जराणां सहजविपिनसुप्तो निष्टायो नो बिभेति । अपि तु भवति लीलोज्जृम्भिजृम्भोन्मुखेऽस्मिन् गलितमदभरास्ते" नोच्छ्वसन्त्येवं भीताः ॥६३ || (मालिनी)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org