________________
૧૧૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અવિદ્યાનો નાશ કરે તેવી ઉત્તમ અવિદ્યા છે. અધમ અવિદ્યાનો નાશ કરનારી એવી આ ઉત્તમ અવિદ્યાથી જે વિદ્યા પ્રાપ્ત થાય છે, તે આત્માના સર્વદોષોનો નાશ કરી સર્વગુણસંપન્ન શુદ્ધસ્વરૂપને પ્રગટ કરે છે.
અનાદિકાળથી જીવ સતત કોઈ બાહ્ય પ્રયોજનથી ખાવાના, પીવાના, નાચવાના, કૂદવાના, માનના, ક્રોધના અનેક વિકલ્પો કર્યા કરે છે. તે સર્વે વિકલ્પો અવિદ્યારૂપ છે અને તે આત્માનું અહિત કરનાર હોવાથી અધમ અવિદ્યારૂપ છે. આ અધમ અવિદ્યા જીવ માટે સહજ બની ગઈ હોય છે, તેના માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી; પરંતુ જ્યારે જીવને તત્ત્વનો બોધ થાય છે, ત્યારે તેને આ અધમ અવિદ્યાને દૂર કરવાની ભાવના જાગે છે. તે ખાવા-પીવાના વિકલ્પો છોડી, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના પ્રયોજનથી તપ-ત્યાગના વિકલ્પો કરે છે. માન આદિને પોષવાના વિકલ્પો છોડી વિનય અને નમ્રતાભર્યા આચારોનું સેવન કરવાના વિકલ્પો કરે છે. અનુકૂળતાના રાગને કારણે થતા વિકલ્પોને દૂર કરવા પરિષહ આદિ સહન કરવાના વિકલ્પો કરે છે. આ સર્વ વિકલ્પો તેને પ્રયત્નપૂર્વક કરવા પડે છે. આ સર્વ વિકલ્પો શુદ્ધ આત્મસ્વરૂપની અપેક્ષાએ અવિદ્યા છે, આમ છતાં તે ઉત્તમ કક્ષાની અવિદ્યા છે. ઉત્તમ કોટિની આ અવિદ્યા સહજ નથી હોતી, તે તો પોતાના એટલે કે ઉત્તમ અને અધમ એમ બન્ને પ્રકારની અવિદ્યાના નાશ માટેના ઉદ્યમથી ઉત્પન્ન કરવી પડે છે. વળી આ અવિદ્યા છે, પણ તે અજ્ઞાનની પોષક નથી; પરંતુ અજ્ઞાનના નાશ માટે પ્રવર્તે છે, માટે જ તેને શાસ્ત્રકારો ઉત્તમ અવિદ્યા કહે છે. આવી ઉત્તમ અવિદ્યા જ્યારે પૂર્ણ કક્ષામાં પ્રાપ્ત થાય ત્યારે તે ઉત્તમ અવિદ્યા, અધમ અવિદ્યાનો નાશ કરીને, પોતે પણ નાશ પામી જાય છે. આ બન્નેય અવિદ્યાનો નાશ થવાથી શુદ્ધ બ્રહ્મનું ધ્યાન સહજ બને છે, તે ધ્યાનથી સર્વ દોષોનો નાશ કરનારી નિર્વિકલ્પ ઉપયોગસ્વરૂપ વિદ્યા પ્રગટે છે.
સારરૂપે એટલું પ્રાપ્ત થાય કે, અનાદિકાળથી જીવમાં જે અસર્વિકલ્પો પ્રવર્તે છે તે અધમ અવિદ્યાસ્વરૂપ હોય છે. ત્યારપછી યોગની પ્રારંભિક દશામાં તપ-સંયમ આદિ સંબંધી જે સર્વિકલ્પો પ્રવર્તે છે તે ઉત્તમ અવિદ્યારૂપ છે, તે અધમ અવિદ્યાનો ક્રમસર નાશ કરે છે. જ્યારે સર્વ અસર્વિકલ્પો નાશ પામી જાય અને તપ-સંયમના વિકલ્પો જ્યારે સહજ બની જાય ત્યારે તે ઉત્તમ અવિદ્યા નિર્વિકલ્પ ઉપયોગરૂપ વિદ્યાને ઉત્પન્ન કરી, સ્વયં નાશ પામી જાય છે અને તે વિદ્યા સંસારનો ઉચ્છેદ કરે છે. પી.
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે, અવિદ્યાથી જ અવિદ્યા નાશ પામે છે. ત્યાં શંકા થાય કે અજ્ઞાનનો નાશ તો જ્ઞાનથી થાય પણ અજ્ઞાનથી કઈ રીતે થાય ? લૌકિક દૃષ્ટાંતો દ્વારા તેનું સમાધાન કરતાં જણાવે છેશ્લોક :
शाम्यति शस्त्रमस्त्रेण, मलेन क्षाल्यते मलः ।
શર્મ વિષે વિષેતિ રિપુ હન્યતે" રિપુ ||૪|| શબ્દાર્થ :
૧/૨. ૩ દિ - અસ્ત્રથી જ રૂ/૪. અસ્ત્ર શાસ્થતિ - અસ્ત્ર શમે છે. ૫/૬. મન્ટન મલ્ટ: - મળથી મળ ૭. ક્ષાન્યતે – સાફ થાય છે. ૮/૧. વિષેખા વિષે - વિષથી વિષ 999. શમમ્ ત - શમભાવને પામે છે 999 રૂ. રિપુ રિy: - શત્રુથી શત્રુ 9૪. દુન્યતે - હણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org