________________
માયાથી માયાનો નાશ – ગાથા-પ૩
૧૧૫
નાશ પામી જાય છે. અન્યદર્શનકારોએ આ જ વાત કરી છે; જે હવે પછીના શ્લોકથી ગ્રંથકારશ્રી જણાવશે.
આ સર્વ બાબતો ઉપરથી સમજાય એવું છે કે, માત્ર શુદ્ધબ્રહ્મની વાતો કરવાથી વિકલ્પોનો વિનાશ શક્ય નથી. તે માટે પ્રારંભમાં સવિકલ્પો દ્વારા અસર્વિકલ્પો અટકાવવા પડે અને ત્યારબાદ જ્યારે સર્વ વિકલ્પો શમે ત્યારે શુદ્ધબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. //પરા અવતરણિકા :
વિકલ્પરૂપ માયા વિકલ્પથી જ નાશ પામે છે' - એ વાતને પુષ્ટ કરવા અન્ય દર્શનમાં રહેલા વસિષ્ઠઋષિનો શ્લોક રજૂ કરે છેશ્લોક :
अविद्ययैवोत्तमया, स्वात्मनाशोद्यमोत्थया ।
विद्या सम्प्राप्यते राम, सर्वदोषापहारिणी ॥५३॥ શબ્દાર્થ :
9. રામ ! - હે રામ ! ૨. વાત્મનાશોધમોત્થા - પોતાનો નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલી રૂ/૪/૬. ઉત્તમય વિધવા ઈવ - ઉત્તમ એવી અવિદ્યાથી જ ૬/૭. સર્વતોષાપદારિ વિદ્યા - સર્વદોષોનો નાશ કરનારી વિદ્યા ૮, સમ્રાપ્યતે - સંપ્રાપ્ત થાય છે. શ્લોકાર્થ :
હે રામ ! પોતાનો (અધમ એવી અવિદ્યાનો) નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલી ઉત્તમ એવી અવિદ્યા દ્વારા જ સર્વદોષોનો નાશ કરનારી વિદ્યા સંપ્રાપ્ત થાય છે. ભાવાર્થ :
વસિષ્ઠઋષિ શ્રીરામને કહે છે કે, “હે રામ ! જડ અને ચેતન એકરૂપ બની જાય છે એવું માનનારી (અધમ એવી) અનેક અવિદ્યાઓ આ જગતમાં પ્રવર્તે છે, પરંતુ એક અવિદ્યા એવી પણ છે જે આત્મા અને શરીરના ભેદનું જ્ઞાન કરાવી સઘળી અવિદ્યાઓનો અને સાથે સાથે પોતાનો પણ નાશ કરવાના પ્રયત્ન સ્વરૂપે જ પ્રવર્તે છે. તે ઉત્તમ અવિદ્યા છે, કેમકે તે પોતાનો નાશ કરવાની સાથે સર્વદોષોનો નાશ કરે તેવી વિદ્યાને પણ પ્રાપ્ત કરાવે છે.' વિશેષાર્થ :
વસિષ્ઠઋષિ રામને સંબોધીને કહે છે કે, “હે રામ ! આ સંસારના જેટલા વિકલ્પો છે; પછી તે શુભ હોય કે અશુભ હોય; તે સર્વે અવિદ્યારૂપ જ છે, તોપણ હું ધનવાન છું, હું રૂપવાન છું વગેરે અસદ્ વિકલ્પો અવિદ્યાનું પોષણ કરે તેવી અવિદ્યાસ્વરૂપ છે, તેથી તે અધમ અવિદ્યા છે. જ્યારે આત્મહિત માટે હું તપ કરું, જપ કરું, શાસ્ત્રશ્રવણ કરું, વગેરે સવિકલ્પો છે. આ વિકલ્પો પણ અવિદ્યા તો છે જ, પરંતુ તે અધમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org