________________
માયાથી માયાનો નાશ – ગાથા-૫૪
૧૧૭
શ્લોકાર્થ :
અસ્ત્રથી જ અસ્ત્ર શમે છે, મળથી મળ સાફ થાય છે, વિષથી વિષનું શમન થાય છે અને શત્રુથી શત્રુ હણાય છે. ભાવાર્થ :
દુનિયામાં દેખાય છે કે બળવાન એવા શસ્ત્રથી જ બીજા શસ્ત્રનો નાશ થાય છે. તે જ રીતે વસ્ત્રાદિનો મેલ પણ ક્ષારાદિરૂપ મલથી દૂર કરાય છે. ઝેરનું મારણ પણ સંસ્કારિત ઝેરથી જ થાય છે. શત્રુનો નાશ કરવો હોય તો પણ બીજા શત્રુને મિત્ર બનાવી શત્રુનો નાશ થાય છે. તેવી જ રીતે અસર્વિકલ્પો અટકાવવા સવિકલ્પો જરૂરી છે. વિશેષાર્થ :
પૂર્વકાળમાં વિદ્યાબળથી યુદ્ધો થતાં, ત્યારે શત્રુપક્ષ જો વિદ્યાબળે અગ્નિ અસ્ત્ર મૂકે તો પ્રતિસ્પર્ધીપક્ષ તેનું શમન કરવા વરુણ અસ્ત્ર મૂક્તા. સામો પક્ષ સર્પ અસ્ત્ર મૂકે તો ગરુડ અસ્ત્રથી તેનો નાશ કરાતો. વળી, તે નાશ માટે મૂકાયેલ અસ્ત્ર બીજા અસ્ત્રનો નાશ કરીને સ્વયં જ નાશ થઈ જતાં, તેથી જ લોકમાં કહેવાય છે કે શસ્ત્રથી શસ્ત્ર હણાય છે.
વળી સાબુ, માટી, રાખ, આંબલી વગેરે મેલથી જ શરીર, વસ્ત્ર કે પાત્ર ઉપર લાગેલો મેલ દૂર કરાય છે, આમ મેલથી મેલ ધોવાય છે. આયુર્વેદનો પણ સિદ્ધાન્ત છે વિવં વિષચ ગૌષધમ્ | એટલે કોઈને વિષ ચડ્યું હોય તો તે વિષનું મારક એવું
| વિષ આપવામાં આવે તો વિષનું શમન થાય છે. અત્યારના allopathy માં પણ રોગોત્પાદક કીટાણુઓનો નાશ કરવા અન્ય કીટાણુઓ ઉત્પન્ન કરે તેવા antibiotics આપવામાં આવે છે.
શત્રુનો નાશ પણ શત્રુથી થાય છે. સારી રાજનીતિને જાણતી વ્યક્તિ શત્રુ પક્ષ બળવાન હોય તો પોતે સ્વયં તેની સાથે યુદ્ધ ન કરે પરંતુ બીજા બળવાન શત્રુને એ રીતે ઉશ્કેરે કે તે શત્રુ જ આ શત્રુનો નાશ કરે.
આવી જ રીતે આત્માના પરમ શત્રુ સમાન કાષાયિક વિકલ્પોનો નાશ કરવા તપ-સંયમના વિકલ્પોની મદદ લેવાય છે. તપ-સંયમના વિકલ્પો આત્માના સ્વભાવસ્વરૂપ નથી, તેથી તે પણ અપેક્ષાએ શત્રુભૂત જ છે, તોપણ વિચક્ષણ સાધક તેના દ્વારા જ અસવિકલ્પોનો નાશ કરે છે. આ સવિકલ્પોરૂપ શત્રુ એવો છે કે તે અસર્વિકલ્પોનો નાશ કરીને સ્વયં જ નાશ પામી જાય છે, તેનો નાશ કરવા બીજું કાંઈ કરવું પડતું નથી. //પ૪ો. અવતરણિકા :
અવિદ્યાનો નાશ અવિદ્યાથી થાય છે, એવી વસિષ્ઠઋષિની વાત વ્યવહારિક દૃષ્ટાંતો દ્વારા સમજાય છે, પણ અધ્યાત્મના ક્ષેત્રમાં અવિદ્યાને અવિદ્યાથી કાઢવી એટલી સુગમ નથી, તેથી આ અતીન્દ્રિય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરવા અન્ય દર્શનકારનો બીજો પણ એક શ્લોક રજુ કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org