________________
૧૧૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર શ્લોક :
ईदृशी भूतमायेयं, यो स्वनाशेन हर्षद'! ।
न लक्ष्यते स्वभावोऽस्याः, प्रेक्ष्यमाणैव नश्यति ॥५५ || શબ્દાર્થ :
9. હર્ષદ્ર ! હે હર્ષદ !' ર/રૂ. યં મૂતમાયા - આ ભૂતમાયા ૪. દ્દશ (ઈવ) - આવા પ્રકારની જ છે કે ૧/૬/૭/૮: યા વનાશન પ્રેક્ષ્યમUT Uવ - જે પોતાના નાશરૂપે જોવાતી જ છે. નશ્યતિ - નાશ પામે છે ૧૦/૧૧/૧૨/૧રૂ. અચા: સ્વભાવ: ન નક્યતે - આનો (આવો) સ્વભાવ (તારા વડે) જણાતો નથી શ્લોકાર્થ/ભાવાર્થ :
એક ઋષિમુનિ હર્ષદને સંબોધીને કહે છે કે, “હે હર્ષદ ! અવિદ્યારૂપ આ ભૂતમાયા એવા પ્રકારની છે કે, જે સ્વનાશ રૂપે = અધમ અવિદ્યાના નાશરૂપે, જોવાતી જ નાશ પામે; તેનો આવો સ્વભાવ તારા વડે જોઈ શકાતો નથી. વિશેષાર્થ :
અવિદ્યાનો (માયાનો) નાશ કરવા અવિદ્યાનો (માયાનો) જ સહારો લેવો જોઈએ.” – આવું કથન સાંભળી સંસારથી છૂટવાની તીવ્ર ભાવનાવાળો કોઈ જીવ વિમાસણમાં પડી જાય કે, “આજ સુધી હું સંસારમાં રખડું છું, પારાવાર દુ:ખ સહન કરું છું, તેમાં કારણભૂત અવિદ્યા જ છે અને હવે જ્યારે હું આ દુ:ખથી મુક્ત થવા માંગું છું ત્યારે પણ મારે આ માયાનો-અવિદ્યાનો જ સહારો લેવાનો ?' તેને ડર લાગે છે કે, ક્યાંક માયાથીઅવિદ્યાથી મારો સંસાર વધી તો નહીં જાય ને ? તેથી તે નિ:શંકપણે પ્રવર્તી શકતો નથી. આવા કોઈ મુગ્ધ એવા હર્ષદ નામના વ્યક્તિને સંબોધીને મહોપનિષદ્ નામના ગ્રન્થમાં કહ્યું છે
હે હર્ષદ ! તું આ ભૂતમાયાનો સ્વભાવ જાણી લે. શરીર, ધન, કુટુંબ, પરિવાર તને તારા લાગે છે, તે માટે તું ખાવા, પીવા, હરવા, ફરવાના, અનેક વિકલ્પો કરે છે. પ્રેમ કે લાગણીના વિચારો કરે છે, તે સર્વ વિકલ્પો તો ભૂતમાયા છે જ, પરંતુ તે તપ, સંયમ સ્વાધ્યાયાદિના જે શુભ વિકલ્પો કરે છે, તે પણ ભૂતમાયા જ છે, એકમાત્ર જે શુદ્ધ બ્રહ્મ છે તે જ વાસ્તવિક છે, તે સિવાયનું દેખાતું આખું જગત ભૂતમાયારૂપ જ છે.
આ ભૂતમાયા જ્યાં સુધી તીવ્ર માત્રામાં વર્તતી હોય ત્યાં સુધી તો જીવને તેનો સ્વભાવ જણાતો જ નથી અને
1, આ શ્લોક માટે “હર્ષદ્ર !’ અને ‘ર્ષા' એમ બે પાઠ મળે છે. ઉપરોક્ત અર્થ ‘હર્ષદ !' એવો પાઠ સ્વીકારીને કરેલ છે. જો હર્ષા'
પાઠ માન્ય રાખીએ તો નીચે પ્રમાણેના અન્વયાર્થી પ્રાપ્ત થઈ શકે. * આ ભૂતમાયા આવા પ્રકારની જ છે કે, જે પોતાના નાશ દ્વારા હર્ષને આપનારી થાય. આનો આવો સ્વભાવ તારા વડે જણાતો નથી
કેમ કે, તે જોતા જ નાશ પામી જાય છે. * આ હર્ષને આપનારી ભૂતમાયા આવા પ્રકારની જ છે કે, જે પોતાના નાશરૂપે જોવાતી જ નાશ પામે છે. તેનો આવો સ્વભાવ
તારા વડે જોવાતો નથી. આ વિષયમાં વિદ્વાનોનો અભિપ્રાય આવકાર્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org