________________
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? - ગાથા-૫૦
ભાવાર્થ :
બ્રહ્મ-આત્માના સ્વરૂપનો યથાર્થ બોધ જેને પુરેપુરો થયો હોય અને એના કારણે જે યોગી નિર્વિકલ્પસમાધિની વાતોના તાત્પર્યને પામી શકે તેવી પક્વતાવાળો હોય તે યોગી પ્રબુદ્ધ કહેવાય છે અને આત્મકલ્યાણને અભિમુખ બનેલ હોવા છતાં બ્રહ્મના-આત્માના સ્વરૂપને હજુ જેણે યથાર્થ રૂપે પૂરેપૂરું જાણ્યું નથી, તેથી જેનામાં હજી નિર્વિકલ્પ સમાધિની વાતોને યથાર્થ રૂપે જાણવાની પક્વતા આવી ન હોય તે અર્ધપ્રબુદ્ધ કહેવાય છે. અપેક્ષાએ આવા જીવો પણ અજ્ઞાની જ છે'. તેમનામાં જ્ઞાનનો અભાવ નથી, પરંતુ જ્ઞાનની અલ્પતા અને અપરિપક્વતા છે. આવા જીવોને નિર્વિકલ્પસમાધિની વાત કરવાથી તેમની ભ્રાંતિમાં ઉમેરો થાય છે, જેના પરિણામે તેમનું મિથ્યાત્વ અને અન્ય કષાયો દૃઢ થાય છે, તેથી અન્ય દર્શનકારો તો ત્યાં સુધી કહે છે કે, બુદ્ધિની પરિપક્વતા આવ્યા પહેલાં જે ઉપદેશક શિષ્યને શુદ્ધબ્રહ્મની કે નિર્વિકલ્પસમાધિની વાતો કરે છે તે ઉપદેશક શિષ્યને મહાનરકની જાળમાં ધકેલી દે છે એટલે કે તેના ભ્રમ અને કષાયો આદિનું પોષણ કરવા દ્વારા તેના સંસારની વૃદ્ધિનું કારણ બને છે.
વિશેષાર્થ :
ભૌતિક ક્ષેત્રમાં બુદ્ધિજીવી વર્ગને પ્રબુદ્ધ કહેવાય છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રનાં લેખાં-જોખાં અલગ હોય છે. અહીં બુદ્ધિની સૂક્ષ્મતા કરતાં નિર્મળતાનું (intelligence કરતાં wisdomનું) વધારે મહત્ત્વ હોય છે, તેથી સાધનાક્ષેત્રમાં તો શમ, દમ આદિગુણોને પ્રગટાવનાર ક્રિયા માર્ગને આદરી શુદ્ઘબ્રહ્મને યથાર્થરૂપે સમજવા જેટલી મનની નિર્મળતા જેણે પ્રાપ્ત કરી હોય તે જ પ્રબુદ્ધ કહેવાય છે.
૧૦૯
આ સિવાય કેટલાક એવા પણ સાધકો હોય છે કે, જેઓને આત્મવિષયક શ્રદ્ધા હોય, જેઓ આત્મહિત સાધવા સત્શાસ્ત્રોનું શ્રવણ કરતા હોય, તે માટે જ તપાદિ અનુષ્ઠાનો પણ આચરતા હોય; આમ છતાં તેમનામાં એવો ક્ષયોપશમ ન પ્રગટ્યો હોય કે જેના દ્વારા તે ‘સર્વમિવું બ્રહ્મ' આ આખું જગત બ્રહ્મસ્વરૂપ છે વગેરે શુદ્ધ અદ્વૈતબ્રહ્મની વાતોને વાસ્તવિક અર્થમાં સમજી શકે કે તદનુસા૨ યથોચિત અંતરંગ પરિણતિને કેળવી શકે, તેવા જીવો અર્ધપ્રબુદ્ધ કહેવાય છે, તેઓનું ચિત્ત પણ પૌદ્ગલિક સુખની અસારતાને સમજી આત્મિક સુખ ઝંખે છે, માટે તેઓ સાવ અબુધ છે તેવું નથી આમ છતાં પૌલિકપદાર્થોથી સર્વથા ૫૨ રહિ શકે છે તેવી તેમની પ્રજ્ઞા નિર્મળ ન હોવાના કારણે તેઓ પુરા પ્રબુદ્ધ છે તેવું પણ નથી માટે તે અર્ધ પ્રબુદ્ધ કહેવાય છે. ટૂંકમાં, આત્મસાધનાના ક્ષેત્રમાં જે આત્મતત્ત્વને સ્પષ્ટ સમજી શકતો નથી તે અન્ન છે. જેનામાં આત્મતત્ત્વને સમજવાની ક્ષમતા ખીલી ગઈ છે તે પ્રબુદ્ધ છે અને જેનામાં આત્મતત્ત્વને જાણવાની જિજ્ઞાસા હોવા છતાં તે માટેની પૂર્ણ ક્ષમતા ખીલી નથી તે અર્ધપ્રબુદ્ધ છે. આવા અર્ધપ્રબુદ્ધ અજ્ઞાની જીવો આગળ શુદ્ધબ્રહ્મનું નિરૂપણ કરવું તે તેઓને મહાનરકની જાળમાં ધકેલવા જેવું છે, તેમ વેદાન્તીઓ કહે છે.
1. અહીં ર્ધપ્રવુદ્ધસ્ય એ ઞજ્ઞસ્ય નું સ્વરૂપદર્શક વિશેષણ છે એવું લાગે છે. છતાં જો ‘અજ્ઞ' એટલે ‘આત્મતત્ત્વને સ્પષ્ટરૂપે ન જાણનારો છદ્મસ્થ જીવ' એવો અર્થ કરીએ તો ‘અર્ધપ્રબુદ્ધ’ એ ‘અજ્ઞ’નું વ્યાવર્તક વિશેષણ પણ બની શકે. તેથી ‘અર્ધપ્રબુદ્ધ અજ્ઞ’ એટલે ‘આત્મતત્ત્વને જાણવાની પૂરેપૂરી ક્ષમતા નથી ખીલી તેવો છદ્મસ્થ જીવ' એવો અર્થ પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org