________________
૧૧૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
ચિત્તને કામાદિના અસવિકલ્પોથી મુક્ત કરવું હોય તો તપ-સંયમ કે વ્રતાદિના સવિકલ્પોનું સેવન અતિ જરૂરી છે. કેમ કે, ચિત્તને મલિન કરનારા કામાદિના વિકલ્પો પ્રતિસંખ્યાનથી નાશ પામે છે. પ્રતિસંખ્યાન એટલે વિરોધી બુદ્ધિ, પ્રતિપક્ષી ભાવના કે પ્રતિપક્ષ બુદ્ધિ. જેમ કે, ધનનો સંચય કરવાની વૃત્તિની સામે દાન આપવાની ભાવના, ભોગ ભોગવવાની ઇચ્છાઓની સામે શીલ પાળવાની બુદ્ધિ, કે કોઈપણ પ્રકારે ધન, ભોગ, આહાર આદિ પ્રત્યે ધૃણા અને તિરસ્કાર ઉત્પન્ન કરે તેવી બુદ્ધિ તે પ્રતિપક્ષ બુદ્ધિ છે. પ્રતિપક્ષ ભાવના સહજતાથી ઉત્પન્ન થતી નથી; પરંતુ જ્યારે નિમિત્તોનો ત્યાગ કરી મનને સામાન્યથી પણ તે કામાદિના વિકલ્પોથી મુક્ત કરાય અને તે પછી હૃદયને સ્પર્શે એ રીતે શાસ્ત્રવચનની વિચારણાઓ કરાય તો તેમાંથી પ્રતિપક્ષ ભાવના ઉત્પન્ન પણ થાય છે અને દઢ પણ થાય છે. તે પ્રતિપક્ષ ભાવનાથી જ અનાદિકાળથી આત્મામાં ખળભળાટ કરનારા કામાદિના અસવિકલ્પો શમી જાય છે.
બુદ્ધિપૂર્વક સંજ્ઞાઓના નાશનું લક્ષ્ય બાંધીને જ્યારે ચિત્તના શુભ ઉપયોગથી, ઉપવાસ આદિ કરવાના વિકલ્પો કરાય છે ત્યારે તે ઉપવાસ વગેરે કરવાથી સતત પ્રવર્તતી ખાવા, પીવાની ઇચ્છાઓ ઉપર અંકુશ મુકાય છે. શાસ્ત્રશ્રવણ કે સ્વાધ્યાયાદિના વિકલ્પોથી પાંચ ઇન્દ્રિયોના વિષય તરફ દોડતું મને ત્યાંથી પાછું વળે છે અને આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરે છે. સંયમના અનુષ્ઠાનના સેવનથી હરવા-ફરવા જેવી નિરર્થક પ્રવૃત્તિના વિકલ્પો શાંત થઈ જાય છે. ઈશ્વરપ્રણિધાનથી કામવાસનાઓ અલોપ થઈ જાય છે. ગુરુ ચરણે જીવન સમર્પિત કરવાના સંકલ્પમાત્રથી સ્વચ્છન્દવૃત્તિથી આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિઓ કરવાના વિકલ્પો નાશ પામી જાય છે.
આ રીતે સાધક જ્યારે સવિકલ્પરૂપ વ્રતાદિમાં જોડાય છે, ત્યારે અસદ્ વિકલ્પોની વણથંભી વણઝાર અટકવાની સાથે જ વિષયોની આસક્તિ, કામાદિ વાસનાઓનો આવેગ કે કષાયોની કનડગત શાંત પડવા લાગે છે. જેના કારણે ચિત્ત શુદ્ધ થાય છે અને ચિત્ત શુદ્ધ થતાં શુદ્ધબ્રહ્મની વાતો સમજવા માટેની ભૂમિકા તૈયાર થાય છે. યોગ્ય ભૂમિકા પ્રાપ્ત થયા પછી બ્રહ્મની વાતો સમજવા માટેનો યોગીઓનો સમ્યગ્ પ્રયાસ સફળ થઈ શકે છે. જેમ જેમ તે પ્રયત્ન ગાઢ બને છે તેમ તેમ નિર્વિકલ્પ બ્રહ્મની વાતોનું તાત્પર્ય પામી શકાય છે. પલા/
1. અન્ય દર્શનકારે આ શ્લોકમાં વ્રતાદિને જ સવિકલ્પો સ્વરૂપે વર્ણવ્યા છે. જ્યારે વ્યવહારમાં સવિકલ્પો એ આહારત્યાગ
આદિના શુભ વિચારસ્વરૂપ મનાય છે અને આહારત્યાગ આદિની પ્રવૃત્તિ સ્વયં વ્રતાદિસ્વરૂપ મનાય છે. આમ છતાં અપેક્ષાએ આહારાદિની ઇચ્છાને તોડવાનો શુભ સંકલ્પ તેવા પ્રકારની તપ આદિની પ્રવૃત્તિઓ વગર સફળ થતો નથી અને વ્રતાદિની પ્રવૃત્તિઓ પણ આહારસંજ્ઞાને તોડવાની ઇચ્છા હોય તો કર્મની નિર્જરા કરાવવામાં સફળ થાય છે, તેથી જ આ શ્લોકના કર્તાએ સવિકલ્પોને જ વ્રતાદિ સ્વરૂપ કહ્યા છે એવું લાગે છે. વળી આ વ્રતાદિ જ અપેક્ષાએ પ્રતિપક્ષબુદ્ધિસ્વરૂપ છે. એટલે કે પ્રતિપક્ષબુદ્ધિ અને વ્રતાદિનું સેવન બે જુદાં નથી. પ્રતિપક્ષબુદ્ધિપૂર્વક કરાતા વ્રતાદિ અનુષ્ઠાનો જ સવિકલ્પો છે કે જે કામાદિના
અસર્વિકલ્પોનો નાશ કરે છે. 2. પ્રતિસાન = પ્રતિ + સંધ્યાન તેમાં પ્રતિ એટલે ઊલટી, વિપરીત કે પ્રતિપક્ષી તથા સંધ્યાન એટલે સમ્યગુ બુદ્ધિ. તેથી
પ્રતિસધ્યાન એટલે સાંસારિક ભાવોની પુષ્ટિ કરે તેવી અનુચિત બુદ્ધિથી વિપરીત એવી સમ્યક્ પ્રકારની બુદ્ધિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org