________________
૧૦૬
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વાસ્તવમાં વ્યવહાર અને નિશ્ચય બન્ને સમ્યગુ નયો છે. આ બન્ને નયોનું જો સમ્યગૂ પ્રકારે યોજના કરવામાં આવે તો સાધક સાધનાનો માર્ગ સમ્યગૂ રીતે સમજી શકે છે. પ્રારંભિક કક્ષામાં સાધકો માટે લક્ષ્યનો નિર્ણય તથા લક્ષ્યની શુદ્ધિ કરવા માટે નિશ્ચયનયને માન્ય શુદ્ધ આત્મતત્ત્વની કે શુદ્ધ બ્રહ્મની વાતો કરવી જરૂરી છે, તોપણ તે કક્ષામાં મુખ્યપણે વ્યવહારને અનુસરતો ક્રિયામાર્ગ જ ઉપકારક બને છે. વ્યવહારની સાધના દ્વારા જ્યારે સાધક પરિપક્વ બોધવાળો બને ત્યારે તેને શુદ્ધ બ્રહ્મ, નિ:સંગ અવસ્થા, નિર્વિકલ્પસમાધિ, પરમ સમતા, પરમ ઉપેક્ષાભાવ આદિ નિશ્ચયનયની વાતો મુખ્યરૂપે કરવી જોઈએ. તે વખતે ઉપદેશકે આ નિશ્ચયની વાતો દૃઢ કરવા ક્યારેક વ્યવહાર ગૌણ કરવો પડે. આ સાંભળીને પણ પક્વ બોધવાળો સાધક સમજી શકશે કે નિશ્ચયને પામવા વ્યવહાર જરૂર ઉપકારક છે, માત્ર ઉપરની ભૂમિકા પ્રાપ્ત કરવા નીચેની ભૂમિકાનો વ્યવહાર ત્યજવા યોગ્ય છે. જ્યારે અપરિપક્વ બોધવાળો અર્ધવિજ્ઞ સાધક તો આવી વાતોનું સમ્યમ્ યોજન કર્યા વિના વ્યવહારની ઉપેક્ષા કરવા લાગશે.
સારરૂપે એટલું કહેવાય કે, ઉપદેશક શ્રોતાના બોધની પક્વતા, અપક્વતા વગેરેને લક્ષ્યમાં લઈને નિશ્ચયથી યુક્ત વ્યવહારનો ઉપદેશ આપવો જોઈએ. આવો ઉપદેશ સાંભળીને જે શ્રોતા નિશ્ચયનું લક્ષ્ય બાંધી વ્યવહારમાં ઉદ્યમ કરે છે, તેનું ચોક્કસ કલ્યાણ થાય છે”.
જેઓ વળી એવો ભ્રમ સેવે છે કે, “અમને આત્મજ્ઞાન લાધ્યું છે, તેથી અમને રાગદ્વેષ નડતા નથી અને તેથી ક્રિયાઓ છોડી માત્ર આત્માનું રટણ કરે છે. તેવા જીવો ઉપર કરુણા કરી ગ્રંથકારશ્રી સવાસો ગાથાના સ્તવનમાં કહે છે કે, નિશ્ચય નવિ પામી શકેજી, પાલે નવિ વ્યવહાર; પુણ્ય રહિત જે એહવાજી, તેહને કવણ આધાર સોભાગી જિન... ૫૮
ઢાળ પાંચમી - ગા. ૭ ૪૮
અવતરણિકા :
અન્ય દર્શનકારોનું પણ એવું માનવું છે કે, અત્યંત પક્વ બોધવાળાને જ નિર્વિકલ્પસમાધિની વાત કરવી, અધુરાજ્ઞાનવાળાને નહીં. હવે ગ્રંથકારશ્રી તેમની આ માન્યતાને તેમના જ શબ્દોમાં જણાવે છેશ્લોક :
आदौ शमदमप्रायैर्गुणैः शिष्यं प्रबोधयेत् । पष्टात् सर्वमिदं ब्रह्म, शुद्धस्त्वमिति बोधयेत् ||४९||
4 છોડે જે વ્યવહારનેજી, લોપે તે જિન ધર્મ... ૫૪ નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર... પપ
- ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org