________________
નિશ્ચયનો ઉપદેશ કોના માટે ? – ગાથા-૪૮
૧૦૫
બ્રહ્મની કે શુદ્ધ નિશ્ચયની વાતો ક્યારે પણ સમજાતી નથી. આવી ભૂમિકા પ્રાપ્ત થયા પૂર્વે જો નિશ્ચયનય કે શુદ્ધબ્રહ્મની વાતો કરવામાં આવે તો સાધક તેના મર્મને સમજ્યા વિના જ ક્રિયામાર્ગની (વ્યવહારની) ઉપેક્ષા કરી આત્મકલ્યાણથી વંચિત રહી જાય, તેથી જ શાસ્ત્રકારોએ ભારપૂર્વક કહ્યું છે કે સૌને નિર્વિકલ્પની વાતો ન કરવી; પરંતુ સમ્યગુ ક્રિયા કરી, અમુક ભૂમિકા સુધી પહોંચેલા પરિપક્વ બોધવાળા સાધકને જ આ વાતો કરવી.
પરમાર્થથી નિશ્ચયની વાતો સમજવાની પરિપક્વતા હોય ત્યારે જ નિર્વિકલ્પ ધ્યાન આદિની વાતો ઉપકારક બને છે, પરંતુ જે સાધકોએ શુભ અનુષ્ઠાનો દ્વારા અનાદિની વિષય-કષાયાદિની વૃત્તિઓને મોળી ન પાડી હોય, ક્ષમાદિ ગુણો પ્રાપ્ત ન કર્યા હોય અને તે દ્વારા ચિત્તશુદ્ધિ સાધી ન હોય, તે સાધકો કદાચ ધર્મમાં રત રહેતા હોય કે બુદ્ધિશાળી હોય, તોપણ નિશ્ચયના બોધ માટે તેઓ પક્વ ન કહેવાય. આવા સાધકો અર્ધવિજ્ઞ એટલે કે અધુરા જ્ઞાનવાળા જ છે. તેઓ માટે નિશ્ચયની વાતો ઉપકારક નહીં પણ નુકશાનકર્તા બને છે; કેમ કે, અધકચરાજ્ઞાનવાળા કહેવાતા બુદ્ધિજીવી સાધકો નિશ્ચયની વાતો સાંભળી ધ્યાનમાં લીન બનવા પ્રયત્નશીલ બને છે અને ક્રિયામાર્ગની ઉપેક્ષા કરે છે. જેના કારણે તેઓ તપ-સંયમ-દેવ-ગુરુભક્તિ આદિ શુભ અનુષ્ઠાનોના લાભથી પણ વંચિત રહે છે અને નિર્વિકલ્પદશા સુધી પહોંચી ન શકવાને કારણે તેના આનંદથી પણ વંચિત રહે છે. પરિણામે તેઓ મતો બ્ર: તતો બ્રણ (ન અહીંના - ન ત્યાંના) થાય છે, તેથી આવા જીવો ઉપર કરુણા કરીને ઉપદેશકે તેને મુખ્યરૂપે શુદ્ધ બ્રહ્મની કે નિશ્ચયનયની વાતો ન કરવી જોઈએ.
ગ્રંથકારશ્રીએ “ગુરુતત્ત્વવિનિશ્ચય' નામના ગ્રંથમાં આ જ વાતનું સમર્થન કરતાં જણાવ્યું છે કે, “વ્યવહાર વિના પરમાર્થથી નિશ્ચય સિદ્ધ જ થતો નથી, કેમ કે વ્યવહાર વિનાનો નિશ્ચય એ અર્થ વગરનો શબ્દ માત્ર છેને આથી જેને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિરૂપ નિશ્ચય ઇષ્ટ હોય તેણે પણ શુદ્ધ ક્રિયારૂપ વ્યવહાર આદરવો જ પડે છે. તે સિવાયની શુદ્ધ સ્વરૂપની વાતો લાભ તો નથી જ કરતી પણ નુકશાન કરે છે. વળી, ‘કોરા નિયનયને માનનારા કેટલાક પરમાર્થથી નિશ્ચયને જાણી શકતા જ નથી. આથી તેઓ બાહ્ય વૈયાવચ્ચ આદિ ક્રિયાઓમાં આળસુ બનીને પોતાના ચરણ-કરણનો નાશ કરે છે અને શ્રોતાને પણ શુદ્ધ સ્વરૂપની સોહામણી વાતો કરીને ચરણકરણ પ્રત્યે ઉપેક્ષાવાળો બનાવીને, તેના ચરણ-કરણનો નાશ કરાવે છે. આ રીતે તેઓ પ્રારંભિક કક્ષામાં અતિ ઉપકારક બને તેવા કિયામાર્ગના નાશમાં પણ નિમિત્ત બને છે."3
1. ગુ-તત્ત્વવિનિશ્ચય શ્લોક - ૩૬ 2. એજન શ્લોક - ૩૮ 3. તુલના :
गुह्याद् गुह्यतरं तत्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धीनां, ते ह्येतस्य विडम्बकाः ।।१९/१९१।। जनानामल्पबुद्धीनां, नैतत्तत्वं हितावहम् । निर्बलानां क्षुधा नां, भोजनं चक्रिणो यथा ।।१९/१९२।। ज्ञानांशदुर्विदग्धस्य, तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमन्त्रपाठस्य, फणिरत्नग्रहो यथा ।।१९/१९३ ।। व्यवहाराविनिष्णातो, यो जीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः सागरं स तितीर्षति ।।१९/१९४ ।। व्यवहारं विनिश्चित्य, ततः शुद्धनयाश्रितः । आत्मज्ञानरतो भूत्वा, परमं साम्यमाश्रयेत् ।।१९/१९५ ।।
- અધ્યાત્મિસારે ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org