________________
અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ - ગાથા-૪૭
૧૦૧ આવી જ રીતે અંતરંગ વૃત્તિઓની શુદ્ધિપૂર્વક સંયમયોગનું સેવન કરતાં જે અનુભવ જ્ઞાન પ્રગટે છે, તે શબ્દાતીત છે, અવર્ણનીય છે. સાધક આ જ્ઞાનના આનંદને માણી શકે છે; પરંતુ સ્પષ્ટ શબ્દોમાં તેનું વર્ણન કરી શકતો નથી; કેમકે આ સુખ જ એવું છે કે જેને શબ્દોમાં ઢાળી શકાતું નથી, તેથી શબ્દો દ્વારા અનુભવજ્ઞાનનું કેટલું પણ વર્ણન કરવામાં આવે, તોપણ તે વર્ણન બુદ્ધિસંપન્ન શ્રોતાને અનુભવજ્ઞાનનું સંવેદન કરાવી શકતું નથી. આમ છતાં અનુભવજ્ઞાન જેવી કોઈ સ્થિતિ જ નથી, એવું પણ પ્રામાણિક પ્રજ્ઞાવાન પુરુષ કહી શકતો નથી; કેમકે અનુભવજ્ઞાનીઓએ શાસ્ત્રમાં અનુભવજ્ઞાનનું જે વર્ણન કરેલ છે તેનાથી તે સમજી શકાય એવું છે કે આવી અનુભૂતિનું અસ્તિત્વ તો છે જ, માત્ર પોતાની તેને અનુભવવાની ક્ષમતા નથી, આથી જ નિર્મળ બુદ્ધિવાળા વ્યક્તિએ તેને દૂષિત ન કરવું જોઈએ અર્થાત્ તેનું ખંડન કે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ.
પ્રાજ્ઞપુરુષોએ અનુભવજ્ઞાન દૂષિત કરવા જેવું નથી' તેમ કહી ગ્રંથકારશ્રી એમ કહેવા માંગે છે કે, સાધના ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા વ્યક્તિએ અનુભવજ્ઞાન અવર્ણનીય છે માટે તેમાં યત્ન કરવો વ્યર્થ છે, એવું માની તેની ઉપેક્ષા કરવી ન જોઈએ. તેઓએ તો શાસ્ત્રના આધારે અનુભવજ્ઞાનનો જે સામાન્ય પણ બોધ થાય છે તેને પ્રાપ્ત કરીને તેને વિશેષ પ્રાપ્ત કરવા શાસ્ત્રમાં જણાવેલ યોગને સુદઢતાપૂર્વક સેવવો જોઈએ કે જેથી તેઓ સ્વયં અનુભવજ્ઞાનનું સંવેદન કરી શકે. IIકો અવતરણિકા :
અનુભવજ્ઞાન અવર્ણનીય છે', તે વાત પૂર્વ શ્લોકમાં જણાવી હવે એ જ વાતને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાંત બતાવે છેશ્લોક : "
कुमारी ने यथा वेत्ति, सुखं दयितभोगजम् ।
નાના િતથાં તો રોગના જ્ઞાનનું ઝુમ્” [૪૭] શબ્દાર્થ :
9. યથા - જેમ ૨. કુમારી - કુંવારી કન્યા ૩/૪, યિતમોકાનં સુā - પતિના સમાગમથી ઉત્પન્ન થતાં સુખને ૧/૬. વેત્ત ન - જાણતી નથી ૭. તથા - તેમ ટી. : - લોક ૬. ચોળીનાં - યોગીઓના 9/99, જ્ઞાનગં સુવું - જ્ઞાનથી ઉત્પન્ન થયેલાં સુખને ૧૨/૧રૂ. નાનાતિ ન - જાણતો નથી. શ્લોકાર્થ :
જેમ કુંવારી કન્યા પતિના સમાગમથી થયેલાં સુખને જાણતી નથી, તેમ સામાન્ય લોક યોગીઓના જ્ઞાનજન્ય સુખને જાણતો નથી. ભાવાર્થ | વિશેષાર્થ :
ભૌતિક જગતમાં પતિ-પત્નીના સમાગમનું સુખ શ્રેષ્ઠ કક્ષાનું ગણાય છે; પરંતુ કુંવારી કન્યા આ સુખને જાણી શકતી નથી. આ સુખને તો તેનો અનુભવ કરનાર પરિણીત સ્ત્રી જ જાણે છે; તેની જેમ આધ્યાત્મિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org