________________
૧૦૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
અનુભવજ્ઞાનના સ્વીકારમાં યુક્તિ
ગાથા ૪૬-૪૭
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં જણાવ્યું કે, “યોગજ-અનુભવ’ શબ્દો દ્વારા વર્ણવી શકાતો નથી, તો પછી વિચારક વ્યક્તિ તેને કઈ રીતે સ્વીકારી શકે ? – આવી શંકાના સમાધાનરૂપે જણાવે છેશ્લોક :
यो ह्याख्यातुमशक्योऽपि प्रत्याख्यातुं न शक्यते ।
प्राज्ञैर्न दूषणीयोऽर्थः स माधुर्यविशेषवत् ॥४६॥ શબ્દાર્થ :
9. માધુર્યવિશેષવત - માધુર્યવિશેષની જેમ ર/રૂ. ૫: ૩૫ર્થ: - જે અર્થ (= યોગજ-અનુભવ) ૪. માથાતુનું મશી : પ - કહેવા માટે અશક્ય હોવા છતાં પણ છે. પ્રત્યાધ્યાત્મ - નિષેધ કરવા માટે ૬/૭, ન શક્યતે - શક્ય નથી ૮. સ: (અર્થ:) - તે (અર્થ) ૨. પ્રાજ્ઞઃ - પ્રાજ્ઞ પુરુષો વડે 9999.ટૂષય: ન - દૂષણીય નથી શ્લોકાર્થ :
માધુર્યવિશેષની જેમ યોગજ અનુભવ વર્ણવવો પણ શક્ય નથી અને નિષેધ કરવી પણ શક્ય નથી (તેથી) અનુભવસ્વરૂ૫ અર્થ પ્રાજ્ઞ પુરુષો વડે દૂષિત કરવા યોગ્ય નથી. ભાવાર્થ :
સાકર અને ગોળનો સ્વાદ માણનાર વ્યક્તિ, આ બન્ને વચ્ચેનું માધુર્ય જુદું છે તેમ જાણી શકે છે; પરંતુ તેનું વર્ણન કરી શકતો નથી. આ ભેદ અવર્ણનીય હોવા છતાં પણ તેનો નિષેધ કરવો શક્ય નથી. તેવી જ રીતે ચારિત્ર યોગના આસેવનથી ઉત્પન્ન થયેલા અનુભવજ્ઞાનના આનંદને યોગીઓ માણી શકે છે, પરંતુ શબ્દથી તેનું વર્ણન કરી શકતા નથી. ભલે આ અનુભવજ્ઞાનનું વર્ણન તેઓ ન કરી શકે, તોપણ આ અનુભવનો નિષેધ પણ કરી શકાય તેમ નથી, તેથી બુદ્ધિમાનોએ તેને દૂષિત ન કરવો જોઈએ અર્થાત્ આવો કોઈ પદાર્થ છે જ નહીં એમ માની તેનું ખંડન પણ ન કરવું જોઈએ કે તેવા અનુભવ માટે કરાતો પ્રયત્ન વ્યર્થ છે એમ પણ ન માનવું જોઈએ. વિશેષાર્થ :
સાકર, ગોળ, શેરડી કે કેરી વગેરે પદાર્થો મીઠા છે; પરંતુ આ સર્વની મીઠાશ અલગ અલગ છે. સૌની મીઠાશમાં જે ભેદ છે તે ચાખવાથી ખબર પડે છે; પરંતુ શબ્દોમાં તેનું વર્ણન કરી શકાતું નથી કે ભેદ નથી એવું કહી પણ શકાતું નથી. આથી જ આવો ભેદ વર્ણવી ન શકાય, તોપણ બુદ્ધિશાળી વ્યક્તિઓ તેની ઉપેક્ષા કે ખંડન કરતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org