________________
७४
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર તેવા પ્રકારના રૂપ, રંગ, કદ, આકૃતિ આદિ જોઈ વ્યક્તિ એવું નક્કી કરે છે કે, આ ગધેડો નથી પણ ઘોડો કે ગાય છે. આ રીતે તેણે તે પ્રાણી શું છે તેનો નિર્ણય કરવા તેમાંથી ગધેડાના લક્ષણોની બાદબાકી કરી અને તેમાં ઘોડાનાં કે ગાયના લક્ષણોને સ્થાપન કર્યા. તેમ કરવાથી એવું જાણી શકાયું કે સન્મુખ આવેલું પ્રાણી ઘોડો કે ગાય જ છે. આમ વસ્તુનો નિર્ણય કરવા માટે કેટલાક ગુણધર્મોનો તેમાં પ્રક્ષેપ કરવો (આરોપ કરવો - assertion કરવું, ગ્રહણ કરવા) તે આવાપ કહેવાય અને કેટલાક ગુણધર્મોનો તેનામાંથી નિક્ષેપ કરવો (અપવાદ, અગ્રહણ કે ઉદ્ધાર કરવો - negation કરવું) તે ઉદ્ધાપ કહેવાય.
આ રીતે કરો તો આવાપ-ઉદ્ધાપ દ્વારા (એટલે કે by way of assertion and negation) જેમ કોઈ શબ્દના અર્થનો કે કોઈ અનુભવમાં આવેલા પદાર્થનો નિર્ણય થઈ શકે છે, તેમ આવાપ-ઉદ્ધાપ દ્વારા આત્માના સ્વરૂપનો નિર્ણય પણ કરી શકાય છે.
આત્મા સંબંધી આવી આવાપ-ઉદ્વાપસ્વરૂપ વિચારસરણી અશુદ્ધનય અને શુદ્ધનય એમ બે પ્રકારના દૃષ્ટિકોણથી પ્રવર્તી શકે છે. તેમાં કર્મયુક્ત જીવના બાહ્ય વિકારોને આત્માના માની લેવાનો અભિપ્રાય એ અશુદ્ધનયષ્ટિ છે અને આત્માના શુદ્ધસ્વરૂપને અનુકૂળ શુદ્ધ આત્મિક ભાવોને જ આત્માના માનવાનો અભિપ્રાય એ શુદ્ધનયની દૃષ્ટિ છે.'
અશુદ્ધનય કર્મના કારણે પ્રાપ્ત થતાં સર્વ ભાવોને આત્માના માને છે, તેથી અશુદ્ધનય પ્રેરિત આવાપઉદ્ધાપ દ્વારા કોઈ વ્યક્તિ જો આત્માના સ્વરૂપનો નિર્ણય કરવા પ્રવર્તે તો તેને એમ લાગે કે કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં શરીર, ઈન્દ્રિય આદિ છે, તે જ આત્મા છે. આત્મા ખાય છે, પીએ છે, ભોગવે છે, રૂપાદિસંપન્ન છે અને રાગ-દ્વેષ આદિના ભાવોથી યુક્ત છે.
શુદ્ધનય આત્માના શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. તેથી તેના આધારે જ્યારે આવાપ-ઉદ્ધાપ કરાય ત્યારે જણાય કે જીવ અને જડ એકબીજાથી સંપૂર્ણ વિલક્ષણ છે. જીવનો સ્વભાવ જડમાં જતો નથી કે જડનો સ્વભાવ જીવને પ્રાપ્ત થતો નથી. તેથી શરીરાદિ જે જડ છે, તે ક્યારેય પણ જીવસ્વરૂપ થઈ શકતા નથી. આત્મા જ્ઞાનાદિમય છે, જ્ઞાન, સુખ, આનંદ તેનો સ્વભાવ છે. સ્થૂલદૃષ્ટિથી ભલે આત્મા જડ એવા પૌલિક ભાવોથી મિશ્રિત જણાય, પણ વાસ્તવમાં આત્મા આત્મા છે અને પુદ્ગલ પુદ્ગલ છે. કર્મકૃત રાગાદિ ભાવોથી કે શરીરથી સંકળાયેલો આત્મા પણ મૂળમાં સદા એકસ્વરૂપવાળો જ છે.
અનાદિના અજ્ઞાન અને અવિવેક જ્યારે ટળે છે, ત્યારે અશુદ્ધનય પ્રેરિત આવાપ-ઉદ્વીપની વિશ્રાન્તિ થાય છે અર્થાત્ અશુદ્ધનયની વિચારસરણી નાશ પામે છે, તેથી સાધક શુદ્ધનયના આધારે આત્માનું સ્વરૂપ વિચારી શકે છે. તે શુદ્ધનયનો આશ્રય કરવાથી સાધકને સ્પષ્ટ સમજાય છે કે, આત્મા સર્વ કર્મરૂપ ઉપાધિથી રહિત છે. શુદ્ધનયથી જણાતું આત્માનું આ સ્વરૂપ છે, તે જ શુદ્ધ અનુભવથી સંવેદ્ય એવું પરમાત્માનું સ્વરૂપ છે. 1. પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહારે, કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે... ૩૫ કર્તા શુદ્ધસ્વભાવનો, નય શદ્ધ કહીએ, કર્તા પ૨પરિણામનો, બેઉ કિરિયા ગ્રહીએ... ૩૬
- ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org