________________
જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૮
૬૫
શુદ્ધનયના આધારે આત્મસ્વરૂપને જાણવાનો, જોવાનો અને અનુભવવાનો પ્રયત્ન કરવાથી, અશુદ્ધ આત્માને જોવાના તથા રાગાદિ કષાયોને કે દેહાદિ કર્મકૃત ભાવોને પોતાના માનવાના સંસ્કારો પ્લાન થતાં થતાં ક્રમે કરી નાશ પામી જાય છે. પરિણામે સાધક સંસારવર્તી સર્વજીવોને પણ સદા શુદ્ધરૂપે જોઈ શકે છે. આવી નિર્મળદૃષ્ટિ પ્રગટતાં તેને સંસારના કોઈ પદાર્થો પ્રત્યે સંશ્લેષ (જોડાણ-આકર્ષણ) રહેતો નથી. આત્માના સુખ અને આનંદનો તેનો અનુભવ ગાઢ બનતો જાય છે. સુખમય આત્માના આ અણસારથી જ પરંપરાએ સાધક શુદ્ધ અનુભવથી સંવેદી શકાય તેવા અનંત અને અક્ષય સુખના ધામ સમાન પરમાત્માના સ્વરૂપને પામી શકે છે. ટેરી અવતરણિકા :
પરમાત્માના સ્વરૂપને જ વિશેષથી જણાવે છે
શ્લોક :
'गुणस्थानानि यावन्ति', यावन्त्यष्टापि मार्गणाः । તન્યતરરૂષો વિત્ત પરમાત્મનઃ ૨૮||
શબ્દાર્થ :
9. ઉત: - આથી ૨. પરમાત્મનઃ - પરમાત્માને રૂ/૪. યાન્તિ સ્થાનનિ - જેટલા ગુણસ્થાનકો છે ૧/૬. યાવન્યદાપિ માTI: - અને જેટલી પણ માર્ગણાઓ છે ૭૮. તદ્દચતરસં૫: નૈવ - તે બન્નેમાંથી કોઈની સાથે સંબંધ જ નથી.
શ્લોકાર્થ :
અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપની જ્યાં વિશ્રાન્તિ છે, તે પરમાત્માનું સ્વરૂપ છે; આથી જેટલાં પણ ગુણસ્થાનકો છે અને જેટલી પણ માર્ગણાઓ છે, તે બન્નેમાંથી કોઈની પણ સાથે પરમાત્માનો સંબંધ જ નથી. ભાવાર્થ :
અશુદ્ધનય કર્મકૃત ભાવોને પણ આત્માના ભાવો તરીકે સ્વીકારે છે, પરંતુ શુદ્ધનયથી જણાતું આત્માનું સ્વરૂપ અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ આ સર્વે ઉપાધિથી રહિત છે. તેથી જેટલાં પણ ગુણસ્થાનકો છે અને જેટલી પણ માર્ગણાઓ છે, તે કોઈનો પણ શુદ્ધ આત્મા સાથે કોઈ સંબંધ નથી, કેમકે ગતિ, જાતિ આદિ માર્ગણાઓ તે પણ કર્મથી ઉત્પન્ન થતા ભાવો છે અને ચૌદ ગુણસ્થાનકો પણ અમુક પ્રકારના કર્મના જ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા તેમજ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રાપ્ત થતા ભાવો છે. ચૌદે ચૌદ ગુણસ્થાનકોમાં અમુક કર્મનો નાશ અને અમુક કર્મનો સંબંધ હોય છે; પરંતુ એક પણ ગુણસ્થાનક સંપૂર્ણપણે કર્મના સંગથી રહિત હોતું નથી, તેથી તે પરમાત્માનું સ્વરૂપ નથી, પરમાત્મા તો સર્વ ઉપાધિ અને સર્વ કર્મમલથી રહિત પરમ નિર્મળ અને અનંત આનંદમય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org