________________
૯૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
શ્લોકાર્થ :
જો કે મહાસામાન્ય જીવ, અજીવ આદિ છએ દ્રવ્યમાં જે ઐક્ય છે = એકાત્મતા છે તેને સ્પર્શનારું છે; તોપણ પર = જીવ સિવાયના અન્ય દ્રવ્યો અનુપયોગી હોવાથી તે = મહાસામાન્ય માત્ર જીવમાં વિશ્રાન્ત પામે છે. ભાવાર્થ :
જગતવર્તી સર્વ પદાર્થના અસ્તિત્વની પ્રતીતિ કરાવનાર મહાસામાન્ય ધર્મ છે, જે છએ દ્રવ્યોમાં એકરૂપતાનો બોધ કરાવે છે, તેથી તેને છ દ્રવ્યમાં રહેલા ઐક્યને સ્પર્શનારો ધર્મ કહેવાય છે. આ મહાસામાન્ય કે સત્ સામાન્ય છએ દ્રવ્યોમાં સમાનતાની પ્રતીતિ કરાવતું હોવા છતાં, યોગીને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા કે ૫૨મ સામ્યને પામવા આત્મા સિવાયના પદાર્થોમાં રહેલા સામાન્યને જોવાનું કોઈ પ્રયોજન જણાતું નથી, તેથી શુદ્ધ નયના ઉપયોગમાં વર્તતો સાધક તે મહાસામાન્યને માત્ર જીવમાં જ વિશ્રાન્ત કરે છે અને તેથી તેને સંસા૨વર્તી કે મોક્ષવર્તી સર્વજીવો સત્તારૂપે સરખા જ જણાય છે.
વિશેષાર્થ :
સ્યાદ્વાદના જાણકા૨ યોગીઓને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે, પદાર્થ જેમ કથંચિદ્ સામાન્યરૂપ અને કથંચિદ્ વિશેષરૂપ છે; તેમ સામાન્ય પણ અનેક પ્રકારનું છે. કોઈ સામાન્ય ઘટ માત્રમાં રહે છે તો કોઈ જીવ માત્રમાં રહે છે અને મહાસામાન્ય તો છ એ દ્રવ્યોમાં રહે છે. આમ છતાં તેઓ સાધનાની ઉચ્ચ ઉચ્ચતર ભૂમિકાઓ પ્રાપ્ત કરી શકાય તેવા સામાન્યને જોવા પ્રયત્ન કરે છે, તેથી તેઓ વિચારે છે કે આત્મા માટે તો આત્મા સિવાયના પુદ્ગલાદિ દ્રવ્યો ઉપયોગી નથી, માટે છ એ દ્રવ્યોમાં રહેલા સામાન્યને જોવામાં કોઈ ફાયદો નથી. આ વિચારસરણીના આધારે યોગીઓ અજીવ પદાર્થોમાં રહેલ સત્ સામાન્યની (આત્મા સિવાયના પદાર્થમાં રહેલા સત્ સામાન્યની) ઉપેક્ષા કરીને જીવમાત્રમાં વર્તતા સામાન્યને ગ્રહણ કરે છે. જેના લીધે તેઓને સત્ચિત્ આનંદસ્વરૂપ મહાસામાન્યની પ્રાપ્તિ થાય છે.
આ મહાસામાન્યને જોવાની દૃષ્ટિ જેમ જેમ કેળવાતી જાય તેમ તેમ યોગીનો ઉપયોગ શુદ્ધ, શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, આથી જ શુદ્ધ નયને અનુસારે પદાર્થને જોતાં તેઓને સર્વ જીવો શુદ્ધ બ્રહ્મસ્વરૂપે એક સમાન જ દેખાય છે, ‘આ સમલ અને આ નિર્મળ' એવો ભેદ તેમની દૃષ્ટિમાં રહેતો નથી. તે રીતે જ આ સંયમી અને આ અસંયમી, આ વિવેકી અને આ અવિવેકી એવો ભેદ પણ ભૂસાઈ જાય છે અને સર્વ જીવો સચ્ચિદાનંદસ્વરૂપે સમાન દેખાય છે. આમ સર્વ પ્રત્યે તુલ્યવૃત્તિવાળા થઈ તેઓ ૫૨મ સામ્યને પ્રાપ્ત કરી શકે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ આગમમાં ‘ો આયા’ સૂત્ર પ્રવર્તે છે. I૪૨॥
અવતરિણકા :
મહાસામાન્યનું પ્રતિપાદન કરનાર સંગ્રહનય છે, તે નય તો સત્સ્વરૂપે જ દ્રવ્યોનો સ્વીકાર કરે છે, આમ છતાં પૂર્વના શ્લોકમાં સત્ સામાન્યની વિશ્રાન્તિ માત્ર જીવદ્રવ્યમાં બતાવી તે સંગ્રહનયના મતે કેવી રીતે ઘટી શકે ? તેનું સમાધાન કરતાં જણાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org