________________
નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૨
૯૩
જિજ્ઞાસાઃ સ્યાદ્વાદને સ્વીકારનાર યોગી તો સર્વ નયોને માને છે. આમ છતાં વ્યવહારને ગૌણ કરી તે માત્ર શુદ્ધનયની દૃષ્ટિ અપનાવી જીવમાત્રને મત્સ્વરૂપે એટલે કે શુદ્ધ બ્રહ્મસ્વરૂપે જ કેમ જુવે છે ? તૃપ્તિઃ સ્યાદ્વાદને સ્વીકારનાર યોગી અત્યંત પ્રાજ્ઞ હોય છે. તે સમજે છે કે, પદાર્થ તો અનેક ધર્મવાળો હોય છે, આમ છતાં જ્યારે જે નયની દૃષ્ટિ ઉપકારક બને ત્યારે તે દૃષ્ટિ અપનાવી પદાર્થનું અવલોકન કરવામાં આવે તો જ આત્મહિત સાધી શકાય. જો વ્યવહાર નયને પ્રાધાન્ય આપી જગતના જીવોને જોવામાં આવે તો આકૃતિ અને પ્રકૃતિકૃત ભેદો નજરમાં આવે, તેનાથી રાગાદિ ભાવો ઉત્પન્ન થાય છે અને આત્માનું અહિત થાય છે, આથી જ પર્યાયને જોનારી વ્યવહારનયની દૃષ્ટિને ગૌણ કરી, જ્ઞાનયોગી શુદ્ધ નિશ્ચયનયને પ્રાધાન્ય આપે છે. માટે જ કહ્યું છે કે,
___ यदा ध्यायति यद् योगी याति तन्मयतां तदा ।
ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ।। જે કારણથી યોગી જ્યારે જેનું ધ્યાન કરે છે ત્યારે તદ્રુપ બની જાય છે, તે કારણથી આત્માની વિશુદ્ધિ માટે નિત્ય વીતરાગનું ધ્યાન કરવું જોઈએ.
- યોગસાર ૧-૩ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી સત્સ્વરૂપે સર્વ પદાર્થો સમાન છે. કોઈ સારું નથી કે કોઈ નરસું નથી. આ રીતે જોતાં રાગ-દ્વેષ થતા નથી અને સમતાદિ ભાવો દૃઢ બને છે. આથી સ્યાદ્વાદને વરેલા, જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગી સામ્યયોગને સિદ્ધ કરવા માટે પ્રધાનરૂપે નિશ્ચયનયની દૃષ્ટિ અપનાવે છે. જેના પરિણામે તે સર્વ જીવોમાં સદાકાળ રહેલા શુદ્ધ સ્વરૂપને જોઈ, ‘માત્મવત્ સર્વભૂતેષુ' ના ભાવમાં વિહરી શકે છે . l૪૧ અવતરણિકા :
મહાસામાન્ય તો એ દ્રવ્યમાં રહેલ છે, માત્ર જીવ દ્રવ્યમાં નથી તો પછી જીવમાં સમલ અને નિર્મલની બુદ્ધિ ઉત્પન્ન કરે તેવા નયકૃત ભેદો મહાસામા- ન્યમાં સમાઈ જાય છે તેવું કેમ કહ્યું? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
षड्द्रव्यैकात्म्यसंस्पर्शि, सत्सामान्य हि यद्यपि ।
परस्यानुपयोगित्वात्, स्वविश्रान्तं तथापि तत् ॥४२॥ શબ્દાર્થ :
9, યદ્યપિ - જો કે . સત્તામાન્ય - સત્ સામાન્ય = મહાસામાન્ય રૂ/૪. પદ્રવૈવરાભ્યસંસ્પર્શ દિ - છએ દ્રવ્યમાં રહેલી એકરૂપતાને સ્પર્શનારું જ છે ૬. તથાપિ - તોપણ ૬. પરW - પરનું = આત્મા સિવાયનાં દ્રવ્યનું ૭. અનુપયોત્વિનું - અનુપયોગીપણું હોવાથી ૮. તત્ - તે = મહાસામાન્ય ૨. વિશ્રાન્ત - સ્વમાં = જીવમાં જ વિશ્રાન્ત પામે છે. 1. તુલના:
ભગવદ્ગીતાના અધ્યાય ઉના શ્લોક ૩૨માં જણાવ્યું છે કે, आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ।। હે અર્જુન !તે યોગી શ્રેષ્ઠ મનાયો છે જે પોતાની જેમ સર્વમાં સુખ અને દુ:ખને સમાન જુવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org