________________
નયદૃષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર - ગાથા-૪૧
નયદષ્ટિથી અદ્વૈત બ્રહ્મનો સ્વીકાર
ગાથા - ૪૧-૪૨-૪૩-૪૪-૪૫
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે, ભાવનાજ્ઞાન પરિણત થતાં સમલ-નિર્મળનો ભેદ નાશ પામે છે અને એક નિર્મળ બ્રહ્મની સંવેદના અનુભવાય છે. આ વાત સાંભળતા પ્રશ્ન થાય કે, જીવોમાં આકૃતિ અને પ્રકૃતિના અનેક ભેદો દેખાય છે, આમ છતાં તેમાં સ્યાદ્વાદષ્ટિવાળા મહાત્મા માત્ર શુદ્ધનયથી જણાતા નિર્મળ બ્રહ્મનું સંવેદન કેવી રીતે કરી શકે ? અને તે અપૂર્ણદર્શન કેમ ન કહેવાય તેનું સમાધાન આપતાં જણાવે છેશ્લોક :
महासामान्यरूपेऽस्मिन्मज्जन्ति नयजा भिदाः ।
समुद्र इव कल्लोलाः, पवनोन्माथनिर्मिताः' ॥४१॥ શબ્દાર્થ :
9. પવનોન્માનિર્મિતા: - પવનના આવેગથી ઉત્પન્ન થયેલા ર/રૂ. વસ્ત્રોત્ર: રૂ - તરંગો જેમ ૪. સમુદ્ર (HMન્તિ) - સમુદ્રમાં (લય પામે છે) ૧/૬. (તથા) નયના મા. - તેમ નયથી ઉત્પન્ન થયેલા ભેદો ૭/૮, મહાસામાન્ય સ્મિન - મહાસામાન્ય સ્વરૂપ આમાં = બ્રહ્મમાં છે. મન્નત્તિ - સમાઈ જાય છે. શ્લોકાર્થ :
પવનના આવેગથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમ નયથી ઉત્પન્ન થયેલા ભેદો મહાસામાન્ય એવા શુદ્ધ બ્રહ્મમાં સમાઈ જાય છે. ભાવાર્થ :
પવનના આવેગથી જેમ સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થાય છે અને પવન શાંત થતાં તે તરંગો સમુદ્રમાં જ સમાઈ જાય છે, તેમ પર્યાયને જોનારી નયની દૃષ્ટિથી જીવોના આકૃતિ અને પ્રકૃતિગત ભેદો દેખાય છે; પરંતુ મોહના તરંગો શાંત થતાં જ્યારે ભાવનાજ્ઞાન પ્રગટે ત્યારે એ ભેદો મહાસામાન્યરૂપ દ્રવ્યમાં = અદ્વૈત બ્રહ્મમાં સમાઈ જાય છે, માટે તે જ્ઞાન સંપૂર્ણ અને યથાર્થ જ છે. આથી જ ભાવનાજ્ઞાનસંપન્ન એવો જ્ઞાનયોગી સર્વ જીવમાં રહેલ મહાસામાન્ય સ્વરૂપ (સત્ સ્વરૂપ) નિર્મળ બ્રહ્મને જુવે છે, ત્યારે તેની દૃષ્ટિમાં પોતાની ઇન્દ્રિયો અને મન દ્વારા જણાતા શરીરાદિના આકૃતિ કે પ્રકૃતિકૃત ભેદો ગૌણ બની જાય છે અને તેને જીવમાત્ર બ્રહ્મસ્વરૂપે દેખાય છે. વિશેષાર્થ :.
અનુભવજ્ઞાનનો પરિપાક સાધકની દૃષ્ટિને ખૂબ જ ઉદાત્ત બનાવે છે. આ ઉદાત્તદષ્ટિ પ્રાપ્ત થતાં જ તેમની દૃષ્ટિમાં જુદા જુદા નદૃષ્ટિથી ઉત્પન્ન થયેલા આકૃતિ અને પ્રકૃતિકૃત વિવિધ ભેદો ગૌણ બની જાય છે અને પદાર્થ માત્ર સત્ સ્વરૂપે દૃષ્ટિગોચર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org