________________
co
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
અદ્વિતીય અને અનુપમ સર્વ કર્મમલથી શુન્ય બ્રહ્મતત્ત્વ બાકી રહે છે અને શુદ્ધબ્રહ્મ સ્વરૂપે સર્વ જીવો સમાન જણાય છે.
ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ આવી નિશ્ચયની દૃષ્ટિથી જગતને જુવે છે. તેથી તેઓને દરેક જીવોમાં શુદ્ધ બ્રહ્મનું જ દર્શન થાય છે. આ જ કારણે તેમના ચિત્તમાં કોઈના પણ પ્રત્યે રાગ-દ્વેષાદિ કષાયોને ક્યાંય સ્થાન મળતું નથી અને સામ્યભાવ તેમના માટે સહજ બની જાય છે. આ રીતે સામ્યભાવને વરેલા હોવાથી જ આ મહાત્માઓને કર્મબન્ધ થતો નથી.
ગ્ર વકારશ્રીએ આ જ વાતને જણાવતાં અન્યત્ર પણ કહ્યું છે કે, નિશ્ચયનયથી પરિણતિ ઘડાઈ હોવાને કારણે જ્યારે જગતના જીવોમાં કર્મકૃત વૈવિધ્ય જણાતું નથી', ત્યારે જ અનાહત-અખંડિત એવું સામ્ય પ્રાપ્ત થાય છે. આવી દૃષ્ટિનો ઉઘાડ થવાથી જેવી સંવેદના સ્વના વિષયમાં થાય છે તેવી જ સંવેદના અન્યના વિષયમાં પણ થાય છે.
સત્તાથી સર્વજીવો પરમાત્મા જેવા નિર્મળ છે. આ વાસ્તવિકતા સમજવા છતાં સતત જીવોનું આવું સ્વરૂપ કેમ નજરમાં આવતું નથી અને માત્ર તેઓનું કર્મકૃત સ્વરૂપ જ કેમ આંખ સામે આવી જાય છે ? આ દરેક સાધકને મુંઝવતો પ્રશ્ન છે. હકીકતમાં સાધક જ્યાં સુધી જ્ઞાનમગ્ન ન બને ત્યાં સુધી આવો દૈતભાવ જતો નથી અને જ્યાં સુધી વૈતભાવ ન જાય ત્યાં સુધી અદ્વૈત એવું આત્માનું નિર્મળરૂપ પ્રતીત થતું નથી. એટલે જે પણ સાધકને અદ્વૈતની પ્રતીતિ કરવી હોય, તેણે સર્વ પ્રથમ વ્યવહારનય સાપેક્ષ ક્રિયા માર્ગ સાધી તે દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ સાધવો જોઈએ. મોહનીયકર્મનો ક્ષયોપશમ સધાતાં જ્ઞાનયોગમાં મગ્નતા પ્રગટે છે અને જ્ઞાનયોગમાં મગ્નતા પ્રગટતાં બૈત ભાવનો નાશ થાય છે. આ રીતે દ્વૈતભાવનો નાશ થતાં પ્રયત્ન કર્યા વગર સહજ રીતે શુદ્ધ નિશ્ચયનયાનુસારી શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન સર્વ આત્માઓમાં એક સરખું પ્રવર્તે છે.
સામાન્યથી વિચાર કરવામાં આવે તો દરેક પદાર્થની જેમ જીવ પણ અનેક સ્વરૂપવાળો હોય છે. આમ છતાં જે વ્યક્તિને જેનું મહત્ત્વ હોય તે વ્યક્તિને તે જ સ્વરૂપ દેખાય છે. જેમ કે, રૂપવાન વ્યક્તિને જોતાં રૂપરસિકને તેનાં રૂપ, રંગ, લાવણ્ય જ દેખાય છે; પરંતુ તે રૂપની પાછળ રહેલી અશુચિ કે તેના સ્વભાવની વિચિત્રતા નજરમાં આવતી નથી. તે જ રીતે જ્યાં સુધી સાધકના મન ઉપર પૌદ્ગલિક ભાવની અસર વર્તતી હોય છે, ત્યાં સુધી પુદ્ગલના સંગથી તે સુખ-દુઃખની લાગણીઓ અનુભવે છે; તેથી તેને સત્તાથી શુદ્ધ અને દરેક જીવોમાં સમાનરૂપે રહેલું એવું અન્ય જીવનું નિર્મળ સ્વરૂપ નજરમાં આવતું નથી, પરંતુ કર્મોદયથી પ્રાપ્ત થયેલું પૌલિક વિવિધતાથી ભરેલું જીવનું મલિન સ્વરૂપ જ તેની નજરમાં આવે છે. તેથી જે સાધકને કર્મકૃત ભાવોથી નજર ઉઠાવી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ મીટ માંડવી હોય, તેણે સૌ પ્રથમ તો પુદ્ગલ પ્રત્યેની પ્રીતિ તોડવી પડે અને શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યેની પ્રીતિ પ્રગટાવવી પડે, બુદ્ધિમાં તેનું મહત્ત્વ અંકિત કરવું પડે તો જ ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માની જેમ નિશ્ચયદૃષ્ટિથી તે સર્વને સમાન જોઈ શકશે. આ દૃષ્ટિનો ઉઘાડ થતાં આ ક્રોધી અને આ માની, આ માયાવી અને આ સરલ, આ અનુકૂળ અને આ પ્રતિકૂળ; એવા કોઈ કર્મકૃત ભેદો નજર સમક્ષ નહીં આવે અને સર્વત્ર એક માત્ર શુદ્ધ બ્રહ્મ જ દેખાશે. ll૪૦I.
1. जगज्जीवेषु नो भाति द्वैविध्यं कर्मनिर्मितम् । यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ।।९/८।।
- અધ્યાત્મસારે ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org