________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર મોક્ષ મળી જશે’ - એવી વિવેકહીન માન્યતા ધરાવી, ક્રિયાઓ કરીને કે થોડું ઘણું ભણીને સંતોષ માને છે. તે સાધકો પોતાનામાં તેવું અભિમાન ન હોવા છતાં પણ અવિવેક અને અંતરંગ યત્નના અભાવને કા૨ણે તપાદિ ક્રિયાઓ ક૨વા છતાં કર્મથી લેપાય છે. તેઓ ‘મેં આટલો તપ કર્યો, આટલો શ્રુત અભ્યાસ કર્યો...' વગેરે વિચારો દ્વારા માનસિક આનંદ મેળવી શકે છે, થોડાક શુભ ભાવ કે શુભ લેશ્યા પ્રગટાવી શકે છે; પરંતુ મોક્ષને અનુરૂપ ચિત્તવૃત્તિ ઘડવાનો કે ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન નહીં હોવાને કા૨ણે તેઓ કર્મબંધથી બચી શકતા નથી.
८८
જે સાધકો વળી તપાદિની ક્રિયાઓ કરી મોક્ષને અનુકૂળ પરિણામ પેદા કરવા પ્રયત્નશીલ રહેતા હોય, પોતાની ક્રિયામાં કોઈ કીર્તિ આદિની આશંસા સ્વરૂપ કાષાયિક ભાવ ભળી ન જાય તેની કાળજી પણ રાખતા હોય, આમ છતાં જો તેમને ‘મેં આ કર્યું’ તેવો હર્ષનો પરિણામ કે કર્તાપણાનો ભાવ તેમને સ્પર્શી જતો હોય તો તેઓ પણ કર્મબન્ધથી લેપાય છે; કેમકે ‘મેં આવું સુકૃત કર્યું છે' - તે ભાવ પણ પ્રશસ્ત રાગી સ્વરૂપ છે. જો કે પ્રારંભિક કક્ષામાં આવું અનુષ્ઠાન આદરણીય છે, તોપણ જ્ઞાનયોગની ઊંચી ભૂમિકા માટે તે અનુકૂળ નથી.
ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ આ બધાથી જુદાં હોય છે. તેમનું ચિત્ત જ્ઞાનયોગમાં મગ્ન હોવાના કારણે સદા મોક્ષને અનુકૂળ ભાવોથી ભાવિત હોય છે. તેઓ કદાચ કોઈ ક્રિયાઓ ન કરતાં હોય તોપણ કર્મબંધથી લેપાતા નથી, કેમકે તેમનામાં કર્મબન્ધના મૂળ કારણભૂત કર્તૃત્વનું અભિમાન વગેરે કાષાયિક ભાવો હોતા નથી.
સ્યાદ્વાદના ઊંડા અભ્યાસથી તેમની પરિણતિ ઘડાઈ હોવાને કારણે ભાવનાજ્ઞાનવાળા મહાત્માઓ દરેક પદાર્થને કે દરેક ક્રિયાને સર્વનયસાપેક્ષપણે યથાર્થ રીતે યોજી શકે છે. શુદ્ધ નિશ્ચયનયાનુસાર પરમ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાના લક્ષ્યપૂર્વક વ્યવહારની દૃષ્ટિનું પણ યથાર્થ યોજન કરી તેઓ તપાદિ ઉત્તમ અનુષ્કાનો સેવે છે. આ અનુષ્ઠાનો દ્વારા તેઓ પોતાની ચિત્તવૃત્તિને નિર્મળતર બનાવતા જાય છે અને ઉત્તરોત્તર વિશિષ્ટ એવી નિર્લેપતાનો અનુભવ પણ કરી શકે છે. ઉચ્ચ કક્ષાનો તપ કે શ્રુતાભ્યાસ કરતાં પણ તેઓ જાણે છે કે, મેં તપાદિ કર્યા’ એવું વ્યવહારથી કહેવાય, બાકી નિશ્ચયથી તો ‘હું તપાદિ કોઈ ભાવનો કર્તા નથી, હું માત્ર શુદ્ધ આત્મદ્રવ્ય છું.' આવી બુદ્ધિ વર્તવાના કા૨ણે તેઓ કર્મથી લેપાતા નથી. આથી ગ્રંથકારશ્રી કહે છે કે, ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્મા ક્રિયાવાન હોય કે નિષ્ક્રિય હોય; કોઈપણ રીતે તેઓ કર્મથી લેપાતા નથી.
આ ગાથાના સારરૂપે એટલું સ્પષ્ટ થાય છે કે, શાસ્ત્રમાં જણાવેલી સર્વ ક્રિયાઓ મોક્ષને અનુકૂળ ચિત્તવૃત્તિ ઘડવા માટે હોય છે. તેથી જ મોક્ષ કે નિષ્કષાય ભાવને અનુરૂપ જેટલી ચિત્તવૃત્તિ ઘડાય તેટલું કર્મબંધથી બચી શકાય છે. જો આવી ચિત્તવૃત્તિ ન ઘડાય કે તેનું લક્ષ્ય પણ ન ૨ખાય તો તપ, સંયમ કે આવશ્યકાદિની શુભ ક્રિયાઓથી પણ કર્મબંધ અટકતો નથી. ૫૩૯૫
2. આવશ્યાવિરામેળ, વાત્સલ્યાર્ માવતરામ્। પ્રાપ્રતિ સ્વર્વાસોચ્યાનિ, ન યાતિ પરમં પમ્ ।। ૫/૪ ||
Jain Education International
For Personal & Private Use Only
अध्यात्मसारे ।।
www.jainelibrary.org