________________
જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા - ગાથા-૩૯
અવતરણિકા :
નિર્લેપજ્ઞાનમાં મગ્ન યોગીને વ્યુત્થાનદશામાંથી ધ્યાનદશામાં જવા માટે ક્રિયા ઉપયોગી હોવા છતાં પણ યોગમાર્ગમાં જ્ઞાનની જ વિશેષ મહત્તા છે, તે દર્શાવવા કહે છે - શ્લોક :
तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ।
માવનાજ્ઞાનસમ્પો નિશ્ચિચોડપિ સે સિત્તે ૩૧ શબ્દાર્થ :
૧/૨. તપ:શ્રતાદ્રિના મત્તઃ - તપ, શ્રત વગેરેથી મત્ત = અહંકારી બનેલ રૂ/૪. યિાવાન પિ - ક્રિયાવાળો પણ (સાધક) , થિ - લેપાય છે (જ્યારે) ૬. માવનાજ્ઞાનHપુનઃ - ભાવનાજ્ઞાનસંપન્ન એવો ૭/૮, નિષ્ક્રિય: પિ - નિષ્ક્રિય (સાધક) પણ ૧/૧૦. સ્થિતે ન - લપાતો નથી. શ્લોકાર્થ :
તપ, શ્રત વગેરેથી મત્ત = અહંકારી બનેલો સાધક (આવશ્યકાદિ) ક્રિયાવાળો હોય તોપણ કર્મોથી લેપાય છે. (જ્યારે) ભાવનાજ્ઞાનથી ભાવિત મતિવાળો સાધક નિષ્ક્રિય હોય તોપણ લપાતો નથી. ભાવાર્થ :
હું તપસ્વી છું’, ‘જ્ઞાની છું” વગેરે પૌદ્ગલિક ભાવો સંબંધી કર્તાપણાની બુદ્ધિરૂપ અભિમાનવાળો જીવ શાસ્ત્રોક્ત ક્રિયાઓ કરતો હોવા છતાં પણ કર્મોથી લેપાય છે, કેમકે તેનામાં કર્મબન્ધના કારણભૂત કષાયો વિદ્યમાન છે. જ્યારે પુદ્ગલભાવો સંબંધી કર્તુત્વની બુદ્ધિ સ્વરૂપ અભિમાન જેનું નાશ પામી ગયું છે તેવા ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્મા કદાચ કોઈ કારણસર તપ ન કરતા હોય કે વિશેષ કોઈ શાસ્ત્રાભ્યાસ વગેરે પણ ન કરતા હોય, તોપણ તે કર્મબંધથી લેપાતા નથી. વિશેષાર્થ :
જે સાધકો આત્મકલ્યાણકારક છટ્ટ, અઠ્ઠમ આદિ તપ કરતા હોય, સલ્લાસ્ત્રનો સતત અભ્યાસ કરતા હોય, સમિતિ ગુપ્તિમય સંયમ જીવનને સુંદર રીતે સેવતા હોય, ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાનોની આરાધના કરતા હોય, છતાં પણ જો તેઓ તપાદિ કરી કીર્તિની કામનાવાળા હોય કે હું ઘણું ભણેલો છું, હું બધું બરાબર કરું છું, બીજા કરતાં હું કાંઈક વિશેષ કરું છું વગેરે સ્વરૂપે મિથ્યા અભિમાન કરતા હોય, તો તેવા અહંકારી કે મત્ત એટલે કે તપાદિના અભિમાનવાળા સાધકો અશુભ કર્મબન્ધથી અવશ્ય લેપાય છે.
જે સાધકો તપશ્રુતાદિનું આવું અભિમાન કરતા નથી; પરંતુ વિવેકપૂર્વક તપશ્રુતાદિ કરી મોક્ષને કે નિર્લેપભાવને અનુરૂપ પરિણતિ ઘડવા પણ પ્રયત્ન કરતા નથી, માત્ર “બાહ્ય ક્રિયાઓ કરવાથી કે ભણવાથી 1, તુલના :
મહાવિમૂઢાત્મા શર્તામતિ મન્યતે I (શ્રીમદ્ ભગવદ્ગીતા અ.૩ શ્લો ૨૭) અહંકારથી વિમૂઢ થયેલો આત્મા “હું કર્તા છું’ એ પ્રમાણે માને છે એમ ભગવદ્ ગીતાકાર પણ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org