________________
૯૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર જગતવર્તી દરેક પદાર્થોનું દર્શન સામાન્ય અને વિશેષ એમ બે સ્વરૂપે થતું હોય છે. કોઈપણ પદાર્થને તે તે દ્રવ્ય, ગુણ કે પર્યાયની અપેક્ષાએ વિશ્વવર્તી અન્ય પદાર્થો કરતાં જુદો તારવવારૂપ કાર્ય વિશેષ ધર્મ કરતો હોય છે; જ્યારે અનેક વ્યક્તિમાં રહેલ એક સદશ ધર્મને મુખ્ય કરીને અનેકમાં એકરૂપતાની પ્રતીતિ કરાવવાનું કાર્ય સામાન્યધર્મ કરે છે.
આ સામાન્ય : ૧. તિર્યક સામાન્ય, ૨. ઉર્ધ્વતા સામાન્ય અને ૩. મહાસામાન્ય સ્વરૂપ હોય છે. ૧. એક જ વ્યક્તિના ક્રમિક પ્રાપ્ત થતા તમામ પર્યાયોને સ્વીકારનાર સામાન્ય એ ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. તે અનેકમાં અનુગતતાની પ્રતીતિ કરાવે છે.
૨. કોઈપણ એક ધર્મને મુખ્ય બનાવી અનેક વ્યક્તિને એકરૂપે સ્વીકારનાર સામાન્ય એ તિર્યમ્ સામાન્ય કહેવાય છે. તે અનેકમાં સદૃશતાની પ્રતીતિ કરાવે છે;
૩. માત્ર સત્તા ધર્મને મુખ્ય રાખીને જગતવર્તી જીવ અને જડ સર્વ પદાર્થોને એકરૂપે સ્વીકારનાર સામાન્ય એ મહાસામાન્ય કહેવાય છે.
આ રીતે જોતાં પ્રત્યેક પદાર્થો અને જીવો તે તે દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ જુદા હોવાથી તે દરેક વચ્ચે ભેદ સ્પષ્ટ છે; પરંતુ સત્તાની અપેક્ષાએ કોઈપણ પદાર્થ વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદ ટકી શકતો નથી. તે તે અવસ્થાવિશેષને પ્રધાન બનાવવામાં આવે તો જુદા જુદા પ્રતીત થતા પદાર્થોને પણ જ્યારે અવસ્થા વિશેષને ગૌણ કરી અવસ્થાન (અસ્તિત્વ) માત્ર એટલે સત્તાને પ્રધાન બનાવી જોવામાં આવે તો તે સત્તાની અપેક્ષાએ તો બધા પદાર્થો એક રૂપે જ પ્રતીત થાય છે.
સમંદરમાં પેદા થતા બધા જ મોજા-તરંગોનું જેમ અલગ અલગ અસ્તિત્વ હોવા છતાં તે તરંગોને ગૌણ કરીને સમુદ્રને મુખ્યરૂપે જોવામાં આવે તો પ્રત્યેક તરંગોમાં માત્ર સમુદ્રનાં જ દર્શન થાય છે; અને એ જ સમુદ્રને જોવા છતાં તરંગોને મુખ્યરૂપે જોવામાં આવે તો પ્રત્યેક તરંગો અલગ અલગરૂપે દેખાય છે. તેની જેમ જગતના દરેક પદાર્થમાં રહેલ સત્તાધર્મને એટલે કે વસ્તુના અસ્તિત્વ ધર્મને મુખ્ય કરીને જોવામાં આવે તો બધે જ “સત્, સત્ની અર્થાત્ કે છે, છે' ની પ્રતીતિ થાય છે. આ રીતે પ્રત્યેક પદાર્થ સત્સ્વરૂપે જ ઉપસ્થિત થાય છે અને જગતમાં માત્ર સનાં જ દર્શન થાય છે. આ સત્ તે જ સત્-સામાન્ય કે મહાસામાન્ય છે. આમ હોવા છતાં જ્યારે તે જ મહાસામાન્યને ગૌણ કરીને, તે તે પદાર્થોની તે તે દ્રવ્ય, ગુણ, પર્યાયત ભિન્ન ભિન્ન અવસ્થાને મુખ્યરૂપે જણાવતી દૃષ્ટિને અર્થાત્ કે નયદૃષ્ટિને મુખ્ય કરીને જોવામાં આવે તો બધું જ જુદું જુદું દેખાય છે, જે નયથી ઉત્પન્ન થયેલા ભેદો છે.
સામાન્ય વ્યવહારમાં આ રીતે પદાર્થોને જુદા જુદારૂપે જોનારી નદૃષ્ટિનું પ્રાધાન્ય હોય છે, તેથી વ્યવહારમાં આકૃતિ અને પ્રકૃતિકૃત ભેદોનું દર્શન થાય છે. જ્યારે નિશ્ચયમાં / નૈશ્ચયિક પરિણતિમાં અભેદનું પ્રાધાન્ય હોય છે ઇ મહાસામાન્યનું પ્રાધાન્ય હોય છે. તેથી સર્વપદાર્થો માત્ર “સત્' રૂપે પ્રતીત થાય છે. આ દૃષ્ટિ જ્યારે મુખ્ય બને ત્યારે જેમ પવન શાંત થતાં સમુદ્રના તરંગો સમુદ્રમાં સમાઈ જાય છે, તેમ નયકૃત ભેદો મહાસામાન્યને જોનારી એટલે કે અદ્વૈત બ્રહ્મને જોનારી શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની દૃષ્ટિમાં સમાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org