________________
જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૯
શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ તો નથી જ. કેમ કે, કર્મના આશ્લેષવાળા ભાવો શુદ્ધ પરમાત્માના હોઈ શકે જ નહિ.
આ વાસ્તવિકતાને સમજતો સાધક પોતાના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવા તથા આત્મભાવમાં સદા સ્થિર થવા સ્યાદ્વાદની દૃષ્ટિ અપનાવી વિચારે છે કે,
“સ્કૂલ બાહ્યદષ્ટિથી-વ્યવહારનયથી હું સુંદર-અસુંદર શરીરવાળો, ગૌર આદિ રંગવાળો, ગુણવાળો કે દોષવાળો ભલે દેખાઉ પણ અંતરંગ દૃષ્ટિથી-નિશ્ચય દૃષ્ટિથી હું આ સર્વથી ભિન્ન છું. બહાર દેખાતું આ સ્વરૂ૫ મારું નથી. મન-વાણી કે કાયા પણ હું નથી અને મન-વાણી કે કાયાથી થતાં કાર્યો પણ મારાં નથી. હું તો અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છું. હું અનાદિકાળથી
શુદ્ધ છું અને અનંતકાળ સુધી શુદ્ધ રહેવાનો છું.” શુદ્ધનિશ્ચયનયના આધારે વારંવાર આ પ્રમાણે વિચારતાં અશુદ્ધનયથી વિચારવાનાં સંસ્કારો નાશ પામે છે. તે પછી “હું ગોરો છું, ઊંચો છું, ભણેલો-ગણેલો છું” વગેરે સ્વરૂપે કાયા સાથે તાદાભ્ય ન અનુભવતાં એક માત્ર શુદ્ધ જ્ઞાયકભાવ સાથે-જ્ઞાન સાથે; તાદાભ્ય અનુભવાય છે. પરિણામે ચિરકાળથી દઢમૂળ થયેલા કુસંસ્કારોના કારણે જે ચિત્ત આત્મતત્ત્વથી દૂર રહેતું હતું, તેમાં પરિવર્તન આવે છે અને તે જ ચિત્ત જ્ઞાનથી વાસિત બનતા હૃદયમાં રહેલાં પરમાત્માને પામી શકે છે. l૨૮ અવતરણિકા :
પરમાત્મસ્વરૂપનો અનુભવ કઈ અવસ્થામાં થાય તે બતાવ્યા પછી હવે પરમાત્માનો અનુભવ કઈ અવસ્થામાં ન થાય તે જણાવે છેશ્લોક :
कर्मोपाधिकृतान् भावान्', य आत्मन्यध्यवस्यति ।
तेन स्वाभाविक रूपं न बुद्धं परमात्मनः ||२९|| શબ્દાર્થ :
૧/૨. ફર્મોપાધતાનું માવાન - કર્મની ઉપાધિકૃત ભાવોને રૂ/૪, ય માનિ - જે આત્મામાં છે. મધ્યવતિ - સ્થાપન કરે છે ૬. તેન - તેના વડે ૭. પરમાત્મનઃ - પરમાત્માનું ૮૬. વમવિ રૂપ - સ્વાભાવિકરૂપ ૧૦/99, યુદ્ધ ન - જણાયું નથી. શ્લોકાર્થ :
કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને જે વ્યક્તિ આત્માના પોતાના ભાવો તરીકે સ્વીકારે છે, તેના વડે પરમાત્માનું સ્વાભાવિકસ્વરૂપ જણાયું જ નથી. ભાવાર્થ :
કર્મની ઉપાધિને કારણે પ્રાપ્ત થતા અંતરંગ રાગાદિ ભાવો કે શરીર ઇન્દ્રિયાદિ બાહ્ય ભાવોને જે પોતાના એટલે કે આત્માના માને છે, તે હકીકતમાં પરમાત્માને જાણતો નથી; કેમ કે પરમાત્માનું સ્વાભાવિકસ્વરૂપ કર્મ કે તકત સર્વભાવોથી રહિત છે. કર્મ જડ છે અને આત્મા ચેતન છે. શદ્ધનિશ્ચયનયથી તે બન્ને વચ્ચે કોઈ સંબંધ શક્ય નથી, આવું જ જાણે છે તે કર્માદિ ઉપાધિરહિત શુદ્ધ આત્મસ્વરૂપને જાણી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org