________________
૮૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં જણાવ્યું કે જગતમાં રહેવા છતાં જ્ઞાનસિદ્ધયોગીઓ લેપાતા નથી, હવે તે જ્ઞાનસિદ્ધયોગીનું સ્વરૂપ જણાવી તે શા માટે લેવાતાં નથી ? તે જણાવે છેશ્લોક :
नाहं पुद्गलभावानां कर्ता कारयिता च न ।
'नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ||३६| શબ્દાર્થ :
9. મદં . “હું ૨, પુત્TI&માવાનાં - પુદ્ગલભાવોનો રૂ/૪. કર્તા ન - કર્તા નથી /૬/૭. ઘ કારયિતા ન - અને કરાવનાર નથી ૮/૨/૧૦, મનુમન્તાપ ન - અને અનુમોદન કરનાર પણ નથી” ૧૧/૧૨તિ માત્મજ્ઞાનવાનું - આવા આત્મજ્ઞાનવાળો યોગી ૧૩/૧૪, થં Aિતે - કેવી રીતે લેપાય ? શ્લોકાર્થ :
“હું પુલભાવોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદના કરનાર પણ નથી” આવા (અનુભૂતિપૂર્ણ) આત્મજ્ઞાનવાળો યોગી કેવી રીતે લેપાય ? (અર્થાતુ ન લેપાય) ભાવાર્થ :
કર્મબંધનું મૂળ કારણ પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાની બુદ્ધિ છે. શાસ્ત્રયોગની સાધના દ્વારા આગળ વધીને જેણે અનુભવજ્ઞાનરૂપ જ્ઞાનયોગ પ્રાપ્ત કર્યો હોય, તેવા જ્ઞાનયોગીઓ સતત એવી પ્રતીતિ કરે છે કે, વ્યવહારથી ભલે હું યુગલ સાથે સંકળાયેલો છું, પુદ્ગલોને ગ્રહણ પણ કરું છું, અને તેનો ત્યાગ પણ કરું છું તોપણ નિશ્ચયષ્ટિથી હું આ પૌત્રલિક ભાવોનો કર્તા નથી, તેનો કરાવનાર પણ નથી અને તેની અનુમોદના કરનાર પણ હું નથી'. પ્રામાણિકપણે આવા આત્માના સ્વરૂપને અનુભવનારા અસંગભાવવાળા જ્ઞાનયોગી કેવી રીતે કર્મથી બંધાય ? અર્થાત્ ન જ બંધાય. વિશેષાર્થ :
નિશ્ચયનયની દૃષ્ટિથી આત્મા અને પુદ્ગલ બને ભિન્ન છે, તેથી તે બન્ને વચ્ચે સંબંધ નથી થતો; પરંતુ વ્યવહારનયની દૃષ્ટિથી તો જીવ સાથે કર્મનો સંબંધ થાય છે. આ સંબંધ થવામાં મુખ્ય કારણ જીવનો કર્તુત્વભાવ અને એમાંથી પ્રગટેલું અભિમાન છે. “હું ખાઉં છું, હું બોલું છું, હું ભોગવું છું, હું કાર્યો કરું છું, હું રચના કરું છું...' વગેરે અનેક પ્રકારના પૌગલિક ભાવો સંબંધી જીવને ‘આ મેં કર્યું” એવું અભિમાન થાય છે એટલે કે “હું પૌદ્ગલિક ભાવોનો કર્તા છું' એવી બુદ્ધિ થાય છે. આ કર્તાપણાની બુદ્ધિસ્વરૂપ અભિમાન જીવ માટે કર્મબન્ધનું મુખ્ય કારણ બને છે.
અનાદિના મિથ્યા અભિમાનને કાઢી કર્મબંધથી અટકવા જ જ્ઞાનયોગી સાધક નિશ્ચયનયનો સહારો લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org