________________
જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૭
વિશેષાર્થ :
આત્મા જેમ પુદ્ગલભાવોનો કર્તા આદિ નથી, તેમ પુલભાવથી તે લપાતો પણ નથી; તેથી જ આહાર ગ્રહણ કરવાથી આત્મા પુષ્ટ થતો નથી, પરંતુ પુદ્ગલથી બનેલો, પુદ્ગલસ્વરૂપ દેહ જ પુષ્ટ થાય છે. આમ છતાં વ્યવહારનયથી ઉત્પન્ન થયેલા ભ્રમને કારણે અજ્ઞાની જીવ માને છે કે, “હું તૃપ્ત થયો, પુષ્ટ થયો; અતૃપ્ત રહ્યો, કૃશ થયો વાસ્તવમાં હું તો આત્મા છું. પૌગલિક સંગથી હું ક્યારેય પુષ્ટ પણ થતો નથી કે કુશ પણ થતો નથી, જાડું-પાતળું તો શરીર થાય છે.
આત્માના અને કર્મના આ સ્વભાવને અનુભવતો જ્ઞાનસિદ્ધયોગી સતત એવું પણ સંવેદે છે કે, “જેમ વિવિધ રંગોવાળા વાદળાને કારણે આકાશ પંચરંગી દેખાય છે, તો પણ વાસ્તવમાં આકાશ અરૂપી છે અને વાદળાદિ પદાર્થો રૂપી છે. રૂપી એવા આ દ્રવ્યોથી અરૂપી એવું આકાશ ક્યારેય રંગાતું નથી, આમ છતાં તે સ્થાનમાં રહેલાં વાદળાદિને કારણે એવો ભ્રમ થાય છે કે આકાશ કાળું, વાદળી વગેરે વિવિધ રંગોવાળું છે. તેની જેમ આત્મા અરૂપી છે, ચેતનધર્મવાળો છે. પુદ્ગલો રૂપી અને જડ છે, વિરુદ્ધ ધર્મવાળા યુગલો સાથે આત્માનો સંબંધ થઈ શકતો નથી, આમ છતાં આત્મા દેહ સાથે સંકળાયેલો હોવાને કારણે, અજ્ઞાની જીવોને ભ્રમ થાય છે કે “શરીર એ જ હું છું, ખાવા-પીવાની ક્રિયા પણ હું કરું છું, તેનાથી પુષ્ટ કે દુર્બળ પણ હું જ થાઉ ; પરંતુ જ્ઞાનસિદ્ધયોગી તો જાણે છે કે “હું આત્મદ્રવ્ય છું, જ્ઞાન મારો ધર્મ છે. શરીર તો જડ એવું પુદ્ગલ દ્રવ્ય છે. જડ એવા આહારની સાથે જડ એવું શરીર સંબંધમાં આવી શકે અને આહારના કારણે તેની હાનિ-વૃદ્ધિ પણ થઈ શકે અને તેથી તેના રૂપાદિમાં ફેરફાર પણ થઈ શકે; પરંતુ તેનાથી આત્માને કાંઈ થઈ શકે નહિ.'
પગલોથી પુદ્ગલ લેપાય છે હું નહીં' - આવું ધ્યાન કરતા જ્ઞાનસિદ્ધયોગીનું મન પદ્ગલિક ભાવોની અસરથી મુક્ત રહે છે, તેથી તેઓ સંયમસાધનામાં બિનજરૂરી પદાર્થોને રાખવા, સાચવવા, ભેગા કરવા વગેરે કાર્યો કરવાથી પણ અટકી જાય છે, આમ છતાં શરીર સાથે સંકળાયેલ હોવાને કારણે તેને આહારાદિમાં પ્રવૃત્તિ કરવી પડે છે. આવી અનિવાર્ય પ્રવૃત્તિ કરતી વખતે પણ નિશ્ચયનયથી વાસિતમતિવાળો આ જ્ઞાનસિદ્ધયોગી રાગાદિ ભાવોથી મુક્ત હોવાના કારણે સર્વત્ર ઔચિત્યની આરાધના કરતા હોવાથી કર્મબન્ધથી મુક્ત રહી શકે છે.
એક વાત ચોક્કસ છે કે, “હું શુદ્ધ છું, બુદ્ધ છું, નિર્લેપ છું, નિરંજન છું' - એ વિચારણા શુદ્ધ આત્માની અપેક્ષાએ યોગ્ય હોવા છતાં તેની ભૂમિકાએ નહિ પહોંચેલા લોકોની આવી કોરી વિચારણામાત્રથી કર્મબન્ધ અટકતો નથી. કેમ કે, આત્મા સ્વરૂપે સ્વતંત્ર હોવા છતાં વર્તમાનમાં પરતત્ર છે, કર્મ નચાવે તેમ તેને નાચવું પડે છે, તેથી વર્તમાનમાં કર્મબંધને અટકાવવા તો જેના નિમિત્તે કર્મનો ઉદય કે બંધ થાય અથવા રાગાદિ ભાવો ઉત્પન્ન થાય તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી દૂર રહેવું જોઈએ, ઉપરાંત તેનાથી પાછા વળવા પદ્ગલિક ક્રિયાઓથી અટકવું પણ જોઈએ, કારણ કે, અનાદિથી પુલમાં સુખ માણવા ટેવાયેલા મન અને ઇન્દ્રિયો પૌલિક ક્રિયામાં રાગાદિ ભાવો કરાવ્યા વિના રહેતા નથી. તેથી પ્રારંભમાં પુદ્ગલની પ્રવૃત્તિ પ્રત્યેનું આકર્ષણ તોડવા માટે સાધકે તપ-સંયમમાં પ્રવૃત્તિ કરવી જ જોઈએ.
પરમાત્માએ જણાવેલી તપ-જપ આદિ ક્રિયાઓ કરવાથી ભોગાદિના સંસ્કારો નબળા પડે છે અને તે
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org