________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
જ હોય છે અને તેનામાં શરીરાદિ પ્રત્યેનું મમત્વ આદિ અપ્રશસ્ત પૌલિક ભાવો પણ વર્તતા હોય છે. તેને કાઢવા માટે જ પ્રારંભમાં સાધક વ્યવહાર નયને માન્ય હોય એવા પ્રશસ્ત કોટિના પૌગલિક ભાવો કરે છે, કરાવે છે અને તેની અનુમોદના પણ કરે છે. જેમ કે, સ્વયં આહાર ગ્રહણ કરવા આદિની ક્રિયાઓ કરે છે, યોગ્ય વ્યક્તિઓને ઉપદેશ દ્વારા ધર્મમાં સ્થિર કરે છે, અને અન્યને ધર્માદિમાં પ્રવર્તાવવા માટે તેના સારા કાર્યોની અનુમોદના પણ કરે છે; આ રીતે તેનું કર્તા, કારયિતા તથા અનુમન્તાનું સ્વરૂપ જીવંત હોય છે, જેથી તેને પોતાની પ્રવૃત્તિને અનુરૂપ કર્મબંધ પણ થાય છે. તોપણ જો આ સર્વ ક્રિયા કરતાં નિશ્ચયની વિચારસરણી ચાલુ રહે તો સાધકના અપ્રશસ્ત રાગાદિ ભાવો તો ઘટતા જાય છે, પણ સાથે સાથે તેના મહદંશે પ્રશસ્ત એવા પૌદ્ગલિક ભાવો પણ ક્રમશ: ઘટતા જાય છે. ll૩કી અવતરણિકા :
જ્ઞાનવાન = જ્ઞાનસિદ્ધયોગી પોતાની કઈ પરિણતિના કારણે લપાતો નથી, તે જ વાતને દર્શાવતાં કહે છે
શ્લોક :
लिप्यते पुद्गलस्कन्धो, न लिप्ये पुद्गलैरहम् । चित्रव्योमाञ्जनेनैव ध्यायनिति न लिप्यते ॥३७ ||
શબ્દાર્થ :
9 ર. ત્રિવ્યોમ રૂ “વિચિત્ર રંગોવાળું (દેખાતું) આકાશ જેમ રૂ. મગ્નનેન (ણિતે ન) - કાજળથી = તે તે રંગોથી (લેપાતું નથી), તેમ ૪/૬/૬/૭. પુરાત્રે: ઉમદં ળેિ ન - “પુદ્ગલોથી હું લપાતો નથી ૮/૧.
પુ ન્ય: સ્થિતે - (પણ) પુદ્ગલનો સ્કન્ધ (સમૂહ) લેપાય છે' 9999. ત ધ્યાન - આ પ્રમાણે ધ્યાન કરતો (“જ્ઞાનસિદ્ધ' યોગી) 999 રૂ. Uિતે ન- લેપાતો નથી. શ્લોકાર્થ :
વિચિત્ર રંગોવાળું દેખાતું આકાશ જેમ કાજળ વડે એટલે કે તે તે અવકાશી રંગો વડે લેપાતું નથી, તેમ પુદ્ગલોથી હું લપાતો નથી પણ પુદ્ગલનો સમૂહ લેપાય છે.” આ પ્રમાણે ધ્યાન કરતો જ્ઞાનસિદ્ધયોગી લપાતો
નથી.
ભાવાર્થ :
સજાતીય દ્રવ્યોનું જોડાણ થઈ શકે છે, પરંતુ વિજાતીય દ્રવ્યોનું તાદાસ્યભાવે જોડાણ ક્યારેય થઈ શકતું નથી, તેથી એક પુદ્ગલ દ્રવ્ય બીજા પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાઈ શકે, પરંતુ આત્મા સાથે તે ક્યારેય જોડાઈ ન શકે. આ મૂળભૂત સિદ્ધાંત (Phenomenon Fundamental aspect) ને સારી રીતે જાણતો જ્ઞાનસિદ્ધ યોગી ધ્યાન દ્વારા સતત જુવે છે, અનુભવે છે કે, “અરૂપી એવું આકાશ ભલે વાદળાં આદિથી જુદા જુદા રંગવાળું દેખાય, પણ વાસ્તવમાં તે જુદા જુદા રંગોથી લેપાતું નથી; તેમ અરૂપી એવો હું પણ રૂપી પુદ્ગલોથી લપાતો નથી, પુદ્ગલો વડે તો પુદ્ગલો જ લેપાય છે, પરંતુ, ચેતનવંતો હું જડ પુદ્ગલથી લેપાઉ નહીં.” આવી ધ્યાન ધારાથી ભાવિત અંત: કરણવાળા જ્ઞાનસિદ્ધયોગીઓ પુદ્ગલોમાં પ્રવૃત્તિ કરતી વખતે પણ ક્યારેય કર્મથી લેપાતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org