________________
જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૬
સતત વિચારે છે કે, ‘હું આત્મા છું. જ્ઞાન મારો સ્વભાવ છે, આનંદ મારું સ્વરૂપ છે, સ્વરૂપે હું સ્વતંત્ર છું, પુદ્ગલો જડ છે, હું ક્યારેય જડ એવા પુદ્ગલનો કર્તા હોઈ શકું નહીં. જડ એવું શરીર ખાવા, પીવા, આદિની ક્રિયા કરી શકે; પરંતુ આત્મા જડ પદાર્થો સંબંધી ક્રિયાઓ ન કરી શકે, આત્મા તો માત્ર તેનું જ્ઞાન કરી શકે.’ આ વિચારણાથી આગળ વધતાં વધતાં જ્યારે જ્ઞાનયોગ સિદ્ધ થાય છે ત્યારે ચિત્તમાંથી કર્તૃત્વભાવ સર્વથા નાશ પામે છે. જેના પરિણામે આવા જ્ઞાનસિદ્ધ યોગીને જ્યારે પુદ્ગલ સંબંધી કોઈપણ પ્રક્રિયા કરવી પડે ત્યારે ‘આ મેં કર્યું’ એવું લેશ પણ અભિમાન થતું નથી. જે જ્ઞાનયોગીમાં આવું લેશ પણ અભિમાન ન હોય તે કર્મથી કેવી રીતે લેપાય ? અર્થાત્ ન જ લેપાય.
પૌદ્ગલિક ભાવોમાં કર્તાપણાની બુદ્ધિ જેમ કર્મબન્ધ કરાવે છે તેમ તે સંબંધી કરાવવાપણાની બુદ્ધિ પણ કર્મબન્ધનું નિમિત્ત બને છે. તેને પણ ટાળવા જ્ઞાનયોગનો સાધક વિચારે છે કે, ‘જેમ હું પૌદ્ગલિક ભાવોને કરતો નથી તેમ તેને કરાવી શકતોપણ નથી'. અજ્ઞાની જીવ માને છે કે મારા કહેવાથી આ ઘર બન્યું, મારા ઉપદેશથી મંદિર, ઉપાશ્રય આદિ સત્કાર્યો થયાં; પરંતુ જ્ઞાની તો સમજે છે કે ‘વાણીથી જે કાર્યો થાય છે તે પણ જડ છે અને વાણી સ્વયં પણ જડ છે. ચેતનાવાન એવા મારે આ જડ સાથે કોઈ સંબંધ નથી. આત્મા તો આ સર્વ કાર્યોનો સાક્ષીમાત્ર છે.’ આવા વિચારોથી ભાવિત થઈને આગળ જતાં જ્ઞાનસિદ્ધ બનેલા યોગીને પુદ્ગલભાવોમાં પ્રેરકપણાનું પણ અભિમાન હોતું નથી, તેથી તે પૌલિક ભાવોમાં કેવી રીતે લેપાય ?
૮૧
આત્મા જેમ પૌદ્ગલિક ભાવોને કરતો નથી, કરાવતો નથી, તેમ તેની અનુમોદના પણ કરતો નથી. આમ છતાં અનાદિના અવિવેક, અજ્ઞાન અને કુસંસ્કારોને કા૨ણે ચિત્ત સતત વિધવિધ પૌદ્ગલિક ૨ચનાઓની પ્રશંસા કર્યા કરે છે. દુનિયાના પદાર્થો જોઈને કે અનુભવીને તેને એવું લાગે છે કે, ‘અહો ! આ મકાન કેટલું સરસ છે,. આ સંગીત કેટલું મધુર છે, આ વાનગી કેટલી સ્વાદિષ્ટ છે...' સાધના ક્ષેત્રમાં વળી તપ-જપ સ્વાધ્યાય આદિ કોઈ શુભ કાર્યો કરી, ‘આ સારું કાર્ય થયું' તેવો હર્ષ અને પ્રમોદ ધારણ કરે છે. હકીકતમાં આત્મા માટે પુદ્ગલના કોઈ ભાવો સારા પણ નથી અને નરસા પણ નથી. જડ એવા પુદ્ગલોમાં સારાખરાબની કલ્પના તો જડ એવું મન કરે છે. આત્મા પૌદ્ગલિક દુનિયાનો દ્રષ્ટા માત્ર છે, તેના માટે પૌદ્ગલિક ભાવોમાં હર્ષનું કારણ પણ નથી કે શોકનું કારણ પણ નથી. આવું વિચારી જ્ઞાનયોગમાં આગળ વધી જ્ઞાનસિદ્ધ બનેલા જે મહાત્માઓ પૌદ્ગલિક ભાવોની અનુમોદનાથી પણ સર્વથા મુક્ત રહે છે તે કર્મોથી લેપાતા નથી.
આમ, અનુભવજ્ઞાનના આધારે જ્ઞાનયોગીની પ્રજ્ઞામાં સ્પષ્ટ હોય છે કે, ‘હું પૌદ્ગલિક ભાવોનો કરનાર, કરાવનાર કે તેની અનુમોદના કરનાર પણ નથી.' આથી જ જ્ઞાનયોગી મહાત્માઓ પુદ્ગલ સાથે સંશ્લેષ પામતા નથી કે તેના ભોગમાં તેમને ક્યારેય પણ રાગાદિભાવો થતા નથી, એટલે જ તેઓ કર્મથી લેપાતા નથી.
અહીં એટલું ખાસ ધ્યાન રાખવું કે, મોક્ષની આરાધના કરતા પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધક માટે નિશ્ચયનયની આ વિચારણા સાથે વ્યવહારનયની આચરણા પણ અતિ જરૂરી છે; કેમ કે જ્યાં સુધી સાધક પ્રારંભિક ભૂમિકામાં હોય છે, ત્યાં સુધી ભલે તે સત્તાથી શુદ્ધ હોય પણ કર્મના કારણે શીરાદિથી સંકળાયેલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org