________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ઉચિત પ્રવૃત્તિ ક૨વાનો ભાવ હોય છે. શાસ્ત્રમાં તો સામાયિકના પરિણામને ઉચિત પ્રવૃત્તિનો જનક પણ કહ્યો છે, તેથી સામાયિક અને ઔચિત્ય એક બીજા સાથે સંકળાયેલા છે. અંતરમાં સામાયિકનો પરિણામ પ્રગટ થતાં જ પોતાની ભૂમિકામાં પોતે શું ક૨વા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તેની સમજણ સ્વરૂપ વિવેક પણ પ્રગટી જ જાય છે. સર્વત્ર ઉદાસીન વૃત્તિ ધરાવનાર યોગીઓના જીવનમાં પણ આવા સામાયિન્ય વિવેકના પ્રભાવે ક્યાંય ઔચિત્ય ચુકાતું નથી અને સર્વત્ર ઔચિત્યપૂર્ણ પ્રવૃત્તિ થયા કરે છે, તેઓની પુદ્ગલભાવમાં પ્રવૃત્તિ નહિ કરવારૂપ ધ્યાન આદિ ક્રિયા તો ઔચિત્યપૂર્ણ હોય છે; પરંતુ પુદ્ગલભાવમાં પ્રવૃત્તિ કરવારૂપ આહાર લાવવાની, આહાર વાપરવાની, ગુરુ સેવાની વગેરે સંયમજીવનની અન્ય પ્રવૃત્તિઓ પણ ઔચિત્યપૂર્વકની જ હોય છે.
७८
સારરૂપે એટલું સમજવાનું છે કે, જ્ઞાનયોગી જે પણ ક્રિયા કરે છે તેમાં કારણ કર્મ છે અને તેઓ તેમાં જે ઔચિત્ય જાળવે છે, તેમાં કારણ સમભાવરૂપ સામાયિકમાંથી પ્રગટેલો વિવેક છે. ।।૩૪।।
અવતરણિકા :
આહારાદિની પ્રવૃત્તિઓ સંસારી જીવો પણ કરે છે અને જ્ઞાનયોગને સિદ્ધ કરી ચૂકેલા યોગી પણ કરે છે; બન્નેની ક્રિયાઓ પુદ્ગલમાં પ્રવૃત્તિરૂપ હોવા છતાં યોગી તેમાં લેપાતા નથી, જ્યારે અન્ય જીવો લેપાય છે. તેનું કારણ બતાવતાં કહે છે
શ્લોક :
संसारे निवसन् स्वार्थसज्जः
।
१०
જિતે નિષિતો તોજો જ્ઞાનમિષ્ઠો ને ખિત્તે Iરૂ II
કી
.
Jain Education International
१
શબ્દાર્થ :
૧/૨. બ્નવેનિ સંસારે - કાજળના ઘ૨ જેવા સંસારમાં રૂ. નિવસન્ - ૨હેતો ૪. સ્વાર્થસપ્ન: - (પૌદગલિક) સ્વાર્થમાં તત્પર ૧/૬. નિવિછો છો: - સમગ્ર લોક ૭. હિપ્પતે - લેપાય છે ૮. જ્ઞાનસિદ્ધ: - (પણ) જ્ઞાનસિદ્ધ = જ્ઞાનયોગની સિદ્ધિને પામેલ ૬/૧૦. યિતે ન - લેપાતો નથી.
શ્લોકાર્થ :
કાજળના ઘર સમાન સંસારમાં રહેતા, પૌદ્ગલિક સ્વાર્થને સાધવામાં તત્પર એવા દુનિયાના સર્વ લોકો (કર્મથી) લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધયોગી લેપાતા નથી.
ભાવાર્થ :
કાજળની કોટડીમાં જે વ્યક્તિ પ્રવેશે તે જેમ કાજળથી લેપાયા વિના રહેતી નથી, તેમ સ્વાર્થસજ્જ જીવો એટલે કે રાગાદિ ભાવોને વશ થઈને પૌદ્ગલિક સ્વાર્થને આધીન થયેલા જીવો, સંસા૨માં કર્મથી લેપાયા વિના રહેતા નથી, પરંતુ જેમ વિદ્યાસિદ્ધ પુરુષો પાણી કે અગ્નિમાં પ્રવેશ કરે, તોપણ ભીંજાતા કે બળતા નથી અને
For Personal & Private Use Only
www.jainelibrary.org