________________
જ્ઞાનયોગીની નિર્લેપતા - ગાથા-૩૪
૭૭
ભાવની ક્રિયાઓ કરવી પડે છે; પરંતુ તેમનું ચિત્ત આવી ક્રિયાઓ કરતાં તેમાં લેશ પણ લેવાતું નથી. તેઓ તો દરેક પ્રવૃત્તિ કરતાં કઠપૂતળીની જેમ નિર્લેપ ભાવે જ પ્રવર્તે છે. આશ્ચર્યની વાત તો એ છે કે સર્વત્ર ઉદાસીનવૃત્તિ પ્રવર્તતી હોવા છતાં જ્ઞાનીમાં જે સામાયિક-સમભાવનો પરિણામ પ્રગટ્યો હોય છે, તે જ તેમને શું કરવું અને શું ન કરવું તેના વિવેકથી સજ્જ બનાવે છે અને આવો વિવેક હોવાને કારણે જ્ઞાની ક્યાંય પોતાનું ઔચિત્ય ચૂકતા નથી. ઉદાસીનભાવ હોવા છતાં સમભાવરૂપ સામાયિકમાંથી પ્રગટેલા વિવેક દ્વારા સર્વત્ર ઔચિત્યનું પાલન અનાયાસે થયા જ કરે છે. આ જ તેમની મહાનતાનું પ્રતિક છે. વિશેષાર્થ :
જ્ઞાનયોગી મહાત્માઓ આત્માના આનંદને માણતા હોય છે, તેથી તેઓને પુદ્ગલભાવની કોઈપણ ક્રિયા કરવામાં રસ હોતો નથી. આમ છતાં જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી કર્મ અને શરીરનું બંધન હોવાથી, તેમને પણ પૌદ્ગલિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. તેમની આ પ્રવૃત્તિઓ પોતાની ઇચ્છાથી નથી થતી; પરંતુ પ્રારબ્ધ અદષ્ટથી ઉત્પન્ન થયેલી હોય છે અર્થાત્ પૂર્વ કર્મના ઉદયથી થાય છે.
સામાન્યથી નિયમ એવો હોય છે કે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઇચ્છાથી થાય છે અને તે ઇચ્છા રાગાદિ ભાવથી થાય છે. જ્ઞાનયોગી મહાત્માઓને નથી ક્યાંય રાગાદિ ભાવ કે નથી કોઈ ઇચ્છા. તેથી તેઓની ક્રિયાઓ માત્ર કર્મજન્ય હોય છે, તેમ સ્વીકારી લઈએ; તોપણ પ્રશ્ન એ ઊઠે કે, તેઓ તે પૌદ્ગલિક પ્રવૃત્તિમાં રાગાદિ વગર આહાર કણ્ય લેવો અને અક ન લેવો, નિર્દોષ લેવો અને સદોષ ન લેવો, આટલી જ માત્રામાં લેવો, આનાથી વધુ ન લેવો વગેરે વિવેક કઈ રીતે કરી શકે ? જો રાગાદિ થતાં જ નથી તો તેઓ ગમે તે ચીજો ગમે તેટલી માત્રામાં કેમ ન લે ? શું તેઓમાં પણ કથ્ય આદિ લેવાની ઇચ્છા સ્વરૂપે રાગાદિ નહીં હોય ?
ગ્રંથકારશ્રી આવા પ્રશ્નોનો જવાબ સૂચવતાં કહે છે કે, જ્ઞાનયોગી મહાત્માના અંતરમાં વર્તતા સમભાવના કારણે તેમનામાં એક વિશિષ્ટ પ્રકારનો વિવેક પ્રગટ્યો હોય છે. આ વિવેકના કારણે તેમના દ્વારા જે ઉચિત હોય તે જ પ્રવૃત્તિ થાય. તેઓ પોતાની ભૂમિકાનું ઔચિત્ય ક્યારેય ચૂકી જતા નથી. હકીકત એ છે કે,
ઔચિત્યનો ભંગ કાષાયિક ભાવોથી જ થાય છે. દરેક અનુચિત પ્રવૃત્તિ પાછળ કોઈક ને કોઈક કષાયો કામ કરતા હોય છે અને જ્યારે કષાયોનો હ્રાસ થાય છે ત્યારે જીવ આપોઆપ અનુચિત પ્રવૃત્તિઓથી અટકી જાય છે અને આત્મહિતકર ઉચિત પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે, તે માટે તેને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. કષાયના શમનથી ઉત્પન્ન થતો સમભાવરૂપ-સામાયિકનો પરિણામ સહજ રીતે જ્ઞાનયોગીને ઔચિત્યની દિશામાં દોરી જાય છે.
સામાયિક એટલે સમભાવ અને સમભાવ એટલે જ રાગાદિના અભાવવાળી ચિત્તવૃત્તિ. તેમાં પ્રધાનપણે
1. પ્ર + મા + રમ્ ધાતુને ત (વક્ત) પ્રત્યય લાગવાથી પ્રારબ્ધ શબ્દ બન્યો છે. તેનો અર્થ પ્રારંભાયેલું કે શરૂ થયેલું એવો થાય. જો
કે પ્રારબ્ધનો અર્થ કર્મ પણ થાય છે, આમ છતાં અહીં પ્રારબ્ધ = ઉદયમાં આવેલું અને કઈ = કર્મ. 2. समभावो सामाइयं तण-कंचण-सत्त-मित्तविसओ त्ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ।।९।५।। - પશીશ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org