________________
જ્ઞાનયોગીની નિર્લેપતા – ગાથા-૩૩
જ્ઞાનયોગીની નિર્લેપતા
ગાથા-૩૩-૩૪-૩૫-૩૬-૩૭.
અવતરણિકા :
સ્વત: આવતાં કર્મમાં જ્ઞાની દોષિત નથી,' એવું જાણીને પ્રશ્ન થાય કે જ્ઞાની પણ ઇચ્છાપૂર્વક શરીરાદિની પ્રવૃત્તિઓ કરે છે જે કર્મબન્ધનું નિમિત્ત બની શકે, છતાં પણ તેને ત્યાં દોષ કેમ ન લાગે ? – શ્લોક :
दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः ।
યોજીનો મવ વધા, જ્ઞાનિનો સોવર્તિનઃ ૩િ૩ !! શબ્દાર્થ :
9. ઢોર્તિન: - લોકમાં રહેલા ર/રૂ. જ્ઞાનિન: યોગિન: - જ્ઞાની એવા યોગીઓની (જ્ઞાનયોગીઓની) ૪. ઢાયત્રપાઠીનૃત્યતુલ્ય: - લાકડાના યન્ત્રમાં રહેલી પૂતળીના નૃત્ય જેવી છે. પ્રવૃત્તય: - પ્રવૃત્તિઓ ૬/૭. વીધા નૈવ - (તે જ્ઞાનયોગીને) બાધા માટે થતી જ નથી શ્લોકાર્થ :
લોકમાં રહેલા જ્ઞાનયોગીઓની લાકડાના પત્રમાં રહેલી પૂતળીના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ તેમને બાધક બનતી નથી. . ' ભાવાર્થ :
આત્મજ્ઞાની મહાત્માઓની ખાવા-પીવા, ઉઠવા-બેસવાની તમામ પ્રવૃત્તિઓ યંત્રમાં ગોઠવેલ કઠપૂતળીના નૃત્ય જેવી હોય છે. કઠપૂતળી નાચે, કૂદે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે ત્યારે તેનામાં તે પ્રવૃત્તિને યોગ્ય હર્ષ, શોકાદિ કોઈ ભાવો હોતા નથી, તે તો માત્ર સૂત્રધાર નચાવે તેમ નાચે છે. તે જ રીતે આત્મભાવમાં વિલસી રહેલા મહાત્માઓ પણ આહારગ્રહણની, શિષ્ય અનુશાસનની કે ઉપદેશપ્રદાન આદિની કોઈપણ ઉચિત પ્રવૃત્તિ કરે ત્યારે તેઓને તે પ્રવૃત્તિવિષયક કર્તા-ભોક્તા ભાવ હોતો નથી, આથી જ આ ક્રિયાઓથી તેમના દાસિન્ય કે સમતા આદિ ભાવોમાં કોઈ ફરક પડતો નથી, તેથી જ તેમને તેનાથી કર્મબંધ પણ થતો નથી. વિશેષાર્થ :
જ્ઞાનયોગી મહાત્માઓ સ્પષ્ટપણે અનુભવે છે કે, “શરીર અને કર્મકૃત સર્વ ભાવો આત્માથી ભિન્ન છે, તે ભાવો સાથે આત્માને કોઈ સંબંધ નથી' આવા અનુભવને કારણે, જ્ઞાનયોગી મહાત્માઓને પૌદ્ગલિક પ્રવૃત્તિ કરતી વખતે યંત્રમાં ગોઠવાયેલી કઠપૂતળીની જેમ, રાગાદિની કોઈ સંવેદનાઓ થતી નથી. જેમ યંત્રની પૂતળીઓ સ્વયં નાચતી નથી, પણ યંત્રમાં ભરાવેલી ચાવીના લીધે નાચે છે; તેમ જ્ઞાનયોગી મહાત્માઓ પણ પોદ્ગલિક ભાવની પ્રવૃત્તિઓ સ્વયં કરતા નથી, પણ કર્મની પરતંત્રતાના કારણે કરે છે. ચાવી ભરાવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org