________________
૭૦
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર માને છે. પરિણામે જીવને એવો ભ્રમ થાય છે કે ‘હું રૂપવાન છું, હું ધનવાન છું, હું શાતા-અશાતા ભોગવું છું, હું ખાઉં છું, હું પીઉં છું, હું કોઈને ધનાદિ આપું છું, હું કોઈની પાસેથી ધનાદિ લઉં છું વગેરે...’. આ સર્વ કાર્યો જો કે કર્મથી અને રાગાદિ દોષોથી થાય છે, તોપણ જેમ યુદ્ધાદિ કાર્ય સૈનિકો કરે છે છતાં એવું કહેવાય છે કે, તે કાર્ય રાજાએ કર્યું, તેમ અહીં પણ અવિવેકથી આ સર્વ કાર્યો આત્મા કરે છે એવો વ્યવહાર થાય છે.
અજ્ઞાન અને અવિવેકનો ત્યાગ કરી જીવ જો વિવેકપૂર્વક વિચારે તો તેને ખ્યાલ આવે કે ખાવા-પીવાનું કાર્ય મુખ કરે છે, આપવા લેવાનું કાર્ય હાથ કરે છે અને ભોગ-ઉપભોગની ક્રિયા ઇન્દ્રિયો કરે છે. ટૂંકમાં આ સર્વ કાર્ય કર્મના કારણે પ્રાપ્ત થયેલું જડ એવું શરીર કરે છે. આત્મા તો માત્ર આ પ્રક્રિયાનો જ્ઞાતા અને દ્રષ્ટા છે. ચેતનવંતો આત્મા આ જડ પદાર્થનું જ્ઞાન જરૂર કરી શકે, પરંતુ તેના ભોગાદિ તો ન જ કરી શકે. આવી સમજ ન હોવાને કા૨ણે જ અનાદિ કાળથી જીવ કર્મકૃત ભાવોને પોતાના માને છે. II૩૦ના
અવતરણિકા :
કર્મના કારણે પ્રાપ્ત થયેલા શરીર અને તેમાં થતા શાતા-અશાતા આદિના ભાવો જીવના પોતાના નથી. તોપણ અવિવેકને કારણે જીવને તે પોતાના જ હોય તેવો ભ્રમ થાય છે. આવા ભ્રમનું નિવારણ કરવા ગ્રન્થકારશ્રી અન્ય દૃષ્ટાંતથી તે જ વાતને દૃઢ કરવા પ્રયત્ન કરે છે
શ્લોક :
५
' ।
मुषितत्वं यथा' पान्थगतं' तथा' व्यवहरत्यज्ञथिद्रूपे' कर्मविक्रियाम् ॥३१॥
શબ્દાર્થ :
૧. યથા - જે પ્રમાણે ૨. પાચનતં - માર્ગના મુસાફ૨માં ૨હેલું રૂ. મુતિત્વ - મુષિતપણું = લૂંટાવાપણું ૪/૮. થિ ૩પવર્યતે - માર્ગમાં ઉપચાર કરાય છે ૬/૭. તથા સજ્ઞ: - તે પ્રમાણે અજ્ઞાની વ્યક્તિ ૮. વિયિામ્ - કર્મથી કરાતી વિકૃતિનો ૧. વિદ્રૂપે (આત્મનિ) - ચિદ્રૂપ એવા આત્મામાં ૧૦. વ્યવહરતિ - વ્યવહાર (ઉપચાર) કરે છે.
શ્લોકાર્થ :
Jain Education International
જેમ માર્ગમાં મુસાફર લૂંટાય તો ‘આ માર્ગ લૂંટાય છે' એવો ઉપચાર થાય છે, તેમ અજ્ઞાની વ્યક્તિ કર્મની વિક્રિયાનો આત્મામાં વ્યવહાર કરે છે.
ભાવાર્થ :
માર્ગ ક્યારે પણ લૂંટાતો નથી, તેની ઉપર અવરજવર કરનારા વટેમાર્ગુઓ લૂંટાય છે, આમ છતાં ‘માર્ગ લૂંટાય છે' તેવું બોલવાનો વ્યવહાર થાય છે. તે જ રીતે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં કર્મ દ્વારા કોઈ વિક્રિયા થતી નથી; તોપણ કર્મ અને આત્માના ભેદને નહી જાણનાર અજ્ઞાની વ્યક્તિ કર્મની વિકૃતિઓ આત્મામાં થાય છે એવો વ્યવહાર કરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org