________________
કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૨
વિશેષાર્થ :
કેટલાક માર્ગ ઉપરથી પસાર થતાં મુસાફરો વારંવાર ચોરાદિથી લૂંટાતા હોય છે. લૂટાતાં મુસાફરોને જોઈને, લોકો બોલવામાં એવો વ્યવહાર કરે છે કે, ‘માર્ગ લૂંટાય છે’. વાસ્તવમાં માર્ગ લોકાકાશના અમુક ભાગ સ્વરૂપ છે. લોકાકાશનો કોઈ ભાગ ક્યારેય છૂટો પડતો નથી અર્થાત્ તેને કોઈ લઈ જઈ શકતું નથી, તેથી માર્ગ કદી લૂંટાતો નથી, આમ છતાં માર્ગ અને મુસાફરનો અભેદ કરીને મુસાફર લૂંટાય ત્યારે માર્ગ લૂંટાયો તેવો વ્યવહાર થાય છે. વાસ્તવમાં ‘આ માર્ગ સુરક્ષિત નથી' એવું લોકને જણાવવા માટે જ આવો ઉપચાર થાય છે.1
આવી જ રીતે આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, વસ્તુનું જ્ઞાન કરવું તે જ તેનો સ્વભાવ છે. જ્ઞાન સિવાય આત્મામાં બીજો કોઈ સ્વભાવ નથી, આત્મા અને કર્મ તો એકબીજાથી ભિન્ન છે. કર્મથી પરિવર્તન પામવાનો સ્વભાવ આત્માનો નથી, આમ છતાં કર્મકૃત જે રૂપ-રંગ, શાતા-અશાતા આદિ વિક્રિયાઓ પુદ્ગલમાં થાય છે; તે આત્મામાં થઈ છે તેવો વાણીથી વ્યવહાર કરાય છે.
વિવેક કેળવી શુદ્ધ નિશ્ચયનયનો આશ્રય કરીને, સૂક્ષ્મબુદ્ધિથી વિચારવામાં આવે તો સ્પષ્ટ સમજાય કે જેમ લૂંટાવાનો સ્વભાવ મુસાફરનો છે, માર્ગનો નથી; તેમ કર્મકૃત રૂપ, રંગ, આદિની વિક્રિયાઓથી વિકૃત થવાનો સ્વભાવ જડ એવા શરીરાદિનો છે, આત્માનો નથી. ।।૩૧||
અવતરણિકા :
આત્મા જો કર્મકૃત ભાવોને કરતો નથી તો પછી કર્મકૃત ભાવોને કોણ કરે છે ? અને જ્ઞાની તેને કઈ રીતે જુવે છે, તે બતાવતાં કહે છે
શ્લોક :
५
સ્વત વ સમાપ્તિ, ર્માન્યારવ્યક્ત્તિત:/
૭૧
૮
७
एकक्षेत्रावगाहेन ज्ञानी तत्र न दोषभाक् ॥३२॥
Jain Education International
શબ્દાર્થ :
9. આરવ્યશતિ: - ઉદ્દયમાં આવેલ કર્મની શક્તિથી ૨. ક્ષેત્રાવદેિન - એક ક્ષેત્રમાં રહેલા હોવાથી રૂ. řિ - કર્મો ૪/૬. સ્વત વ - સ્વયં જ ૬. સમાયન્તિ - આવે છે - ૨હે છે ૭. તંત્ર - તેમાં ૮. જ્ઞાની - જ્ઞાની - જ્ઞાનયોગી ૬/૧૦. ોષમાળ 7 - દોષને ભજનારો નથી
શ્લોકાર્થ :
ઉદયમાં આવેલા કર્મની આરબ્ધશક્તિથી એક ક્ષેત્રમાં રહેલા હોવાથી કર્મો સ્વયં જ આવે છે - રહે છે. તેમાં = આ રીતે કર્મો આવીને રહે છે તે વિષયમાં, જ્ઞાનયોગી = જ્ઞાની દોષનો ભાગી બનતો નથી.
1. પંથીજન લૂટતાં ચોરને જિમ ભણે વાટ કો લૂંટીએ તિમ જ મૂઢો ગણે... ૧૬/૫॥ -
For Personal & Private Use Only
ગ્રંથકારશ્રીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન |
www.jainelibrary.org