________________
કર્મના ફળનો આત્મામાં ઉપચાર - ગાથા-૩૦
કર્મના ફળનો આત્મામાં ઉપચાર
ગાથા-૩૦-૩૧-૩૨
અવતરણિકા :
કર્મની ઉપાધિકૃત ભાવો જો જીવના પોતાના નથી, તો પછી જીવ તેને પોતાના શા માટે માને છે ? તેનું સમાધાન કરતાં કહે છેશ્લોક :
यथा भृत्यैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते ।
शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ॥३०॥ શબ્દાર્થ :
9. કથા - જે પ્રમાણે ૨/૩/૪. મૃત્યેઃ કૃતં યુદ્ધ - નોકર (એવા યોદ્ધાઓ) દ્વારા કરાયેલ યુદ્ધ(નો) ૯. સ્વનિ પર્વ - સ્વામીમાં જ ૬. ઉપર્યત - ઉપચાર કરાય છે ૭. તથા - તે પ્રમાણે ૮. ર્મન્થોર્નિત - કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ (ભાવનો) ૧. વિવેન - અવિવેકથી ૧૦. શુદ્ધાત્મન (૩૫ર્થત) - શુદ્ધ આત્મામાં ઉપચાર કરાય છે. શ્લોકાર્થ :
જેમ નોકર એવા યોદ્ધાઓએ કરેલ યુદ્ધનો સ્વામીને વિષે જ ઉપચાર થાય છે, તેમ અવિવેકના કારણે કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ ભાવોનો શુદ્ધાત્મામાં ઉપચાર થાય છે. ભાવાર્થ :
નોકર એવા યોદ્ધાઓ યુદ્ધ કરે છે, તોપણ વ્યવહારમાં કહેવાય છે કે રાજાએ યુદ્ધ કર્યું, તેની જેમ શુદ્ધનિશ્ચયનયથી આત્મા માત્ર પોતાના ભાવોનો કર્તા-ભોક્તા છે, કર્મકૃતભાવોનો કર્તા કે ભોક્તા આત્મા નથી. તોપણ આવો વિવેક નહીં હોવાને કારણે વ્યવહારમાં કર્મોથી ઉત્પન્ન થયેલા ભાવો આત્માના છે, એવો ઉપચાર થાય છે. આથી જ કર્મકૃત શાતા કે અશાતા જડ એવા દેહાદિને થાય છે, છતાં અવિવેકને કારણે જીવ માને છે કે, આ શાતા-અશાતા મને થાય છે. વિશેષાર્થ :
વાસ્તવમાં રાજા અને તેમના નોકર એવા સૈનિકો બને જુદા છે, આમ છતાં રાજાને આધીન એવા સૈનિકોએ કરેલું કાર્ય રાજાએ કર્યું છે તેવો વ્યવહાર થાય છે, માટે જ સૈનિકો યુદ્ધ કરે કે યુદ્ધમાં જય-પરાજય પ્રાપ્ત કરે, તોપણ તે યુદ્ધ કે જય-પરાજય રાજાના જ મનાય છે.
આ જ રીતે કર્મ અને આત્મા પણ વાસ્તવમાં જુદા છે. આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો કર્તા અને ભોક્તા છે, જ્યારે જીવ સાથે સંબંધમાં આવેલાં કર્મો; શરીર, ઇન્દ્રિયો તથા રાગ, દ્વેષ આદિ ભાવોના કર્તા છે. બન્નેનાં કાર્યો ભિન્ન ભિન્ન છે, છતાં અજ્ઞાન અને અવિવેકના કારણે જીવ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવોને પોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org