________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
શુદ્ધનિશ્ચયનય પદાર્થના શુદ્ધસ્વરૂપને જુવે છે. તેથી જીવ ભલે ગુણસંપત્તિને પામેલો હોય; પરંતુ જો તે કર્મયુક્ત હોય તો તેને આ નય આત્માના શુદ્ધ સ્વરૂપ તરીકે સ્વીકારતો નથી. તેની માન્યતા પ્રમાણે તો આત્મા માત્ર પોતાના જ્ઞાનાદિ શુદ્ધ ભાવોનો કર્તા અને ભોક્તા છે; પરંતુ આત્મા કર્મકૃત ભાવોનો કર્તા-ભોક્તા નથી, આથી જ ગુણના ક્રમિક વિકસને જણાવતાં શાસ્ત્રોક્ત ગુણસ્થાનકોને પણ આ નય પરમાત્માના સ્વરૂપ તરીકે
કારતો નથી; કેમ કે, દરેક ગુણસ્થાનકો કર્મથી સંકળાયેલ આત્માના ભાવો. ઉપશમથી જન્ય હોય છે, તેથી તે શુદ્ધઆત્માનું સ્વરૂપ નથી* માટે જ પરમાત્માને તેની સાથે કોઈ સંબંધ નથી.
સૂક્ષ્મદ્રષ્ટિએ વિચારીએ તો ચૌદે ચૌદ ગુણસ્થાનકમાં જીવ કર્મ સાથે સંકળાયેલો જ હોય છે. આઠમા ગુણસ્થાનકે જીવ શ્રેણી માંડી કર્મ ખપાવવાની શરૂઆત કરે છે અને તેમાં ગુણસ્થાનકે આવે ત્યારે ચાર ઘાતી કર્મનો નાશ કરી વીતરાગતા અને કેવળજ્ઞાન પામે છે, તોપણ ચાર અઘાતી કર્મ સાથે તેનો સંબંધ રહે છે. ચૌદમાં ગુણસ્થાનકનો કાળ તો માત્ર પાંચ હૃસ્વાક્ષર જેટલો છે, છતાં ત્યાં પણ આત્મા કર્મથી યુક્ત છે. ચૌદમાં ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતાં, જ્યારે સર્વકર્મનો નાશ થાય છે, ત્યારે જ વાસ્તવમાં આત્મા સંપૂર્ણ શુદ્ધ બને છે. નિશ્ચયનય કહે છે કે આવી સંપૂર્ણપણે કર્મરહિત અવસ્થા તે જ પરમાત્માનું સ્વરૂપ છે.
જગતના જીવોની ભિન્ન ભિન્ન અવસ્થાને ઓળખાવવા ગુણસ્થાનકની જેમ શાસ્ત્રમાં ગતિ, ઇન્દ્રિય, શરીર આદિ ચૌદ માર્ગણાસ્થાનો પણ બતાવ્યા છે. આ સર્વે માર્ગણાસ્થાનો પણ કર્મથી સંકળાયેલ એવા આત્માનાં છે, માટે તે પણ પરમાત્માનું સ્વરૂપ તો નથી જ.
આથી જ કહ્યું છે કે, ભલે વ્યવહારનય કે અશુદ્ધનિશ્ચયનય આ કર્મકૃત ભાવોને પોતાના માને, તોપણ તે 1. પુલકર્માદિક તણો, કર્તા વ્યવહારે; કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચાર.... ૩૫ કર્તા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીએ XXX ૩૬
- ગ્રંથકારશ્રીકૃત સવાસો ગાથાનું સ્તવન // 2. દેહ કર્માદિ સવિ કાજ પુદ્ગલતણાં જીવના તેહ વ્યવહાર માને ઘણા; સયલ ગુણઠાણ જીઅઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી. ૩૨૧. [૧૬-].
- ગ્રંથકારશ્રીકૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // 3. મિર્ઝા સાસ ભીસે વિર સે પમ મમ નિગ મનિમ સુદમુવસમજાવીને આસનો " મનોવિજ" TTT રા - ર્મસ્ત ||
બીજા કર્મગ્રંથમાં (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યગુરુષ્ટિ (૫) દેશવિરત (૯) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) નિવૃત્તિકરણ-અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપશાંત મોહ (૧૨) ક્ષીણ મોહ (૧૩) સયોગિ કેવલી અને (૧૪) અયોગિ કેવલી આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકો જણાવેલ છે. 4. આ ફંતિ ' નો વેર સાથે ના એ સંન ટૂંસા સા મ સમ્ભ" સત્ર" માદારે ||૪૬TI - નવતત્તે ||
નવ તત્ત્વમાં (૧) મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ, દેવગતિ - ગતિ માર્ગણા (૨) એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય - ઇન્દ્રિય માર્ગણા (૩) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય-કાય માર્ગણા (૪) મનયોગ, વચનયોગ, કાયયોગ-યોગ માર્ગણા (૫) પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ-વેદ માર્ગણા (૯) ક્રોધ, માન, માયા, લોભ-કષાય માર્ગણા (૭) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ જ્ઞાન - જ્ઞાન માર્ગણા (૮) સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ-સંપાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિસંયમ માર્ગણા (૯) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન-દર્શન માર્ગણા (૧૦) કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, શુક્લ - લેશ્યા માર્ગણા (૧૧) ભવ્ય, અભવ્ય-ભવ્ય માર્ગણ (૧૨) ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાત્વસમ્યકત્વ માર્ગણા (૧૩) સંજ્ઞી, અસંજ્ઞી-સંજ્ઞી માર્ગણા (૧૪) આહારી, અણાહારી-આહારી માર્ગણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org