________________
જ્ઞાનયોગીની દૃષ્ટિએ પરમાત્મા - ગાથા-૨૭
૩૩
જ્ઞાનયોગીની દષ્ટિએ પરમાત્મા
ગાથા-૨૭-૨૮-૨૯
અવતરણિકા :
પૂર્વમાં જણાવ્યું કે, જેઓ શુદ્ધ આત્માના ભાવમાં રહેલાં છે તેઓ સ્વસમયમાં સ્થિત છે. ત્યાં પ્રશ્ન થાય કે શુદ્ધ આત્માનું છું પરમાત્માનું સ્વરૂપ કેવું છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છેશ્લોક :
आवापोद्वापविश्रान्तियंत्राशुद्धनयस्य तत् ।
શુદ્ધનુમવર્ષાવેદ્ય સ્વરૂપ પરમાત્મનઃ ||૭|| શબ્દાર્થ :
9, યત્ર - જ્યાં ૨. શુદ્ધનંથસ્થ - અશુદ્ધનયના રૂ. વાપોદ્ધાપવિશ્રાન્તિઃ -આવાપ-ઉદ્ધાપની = ઉહ-અપોહની વિશ્રાન્તિ છે ૪. ત - તે ૬. શુદ્ધાનુમવસંવેદ્ય - શુદ્ધઅનુભવથી સંવેદ્ય ૬/૭. પરમાત્મનઃ વરૂપં - પરમાત્માનું સ્વરૂપ છે. શ્લોકાર્થ :
જેમાં અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપની અર્થાત્ પદાર્થનો નિર્ણય કરવા કરાતા ઊહાપોહની વિશ્રાન્તિ છે, તે શુદ્ધ અનુભવથી સંવેદ્ય એવું પરમાત્માનું સ્વરૂપ છે. ભાવાર્થ :
અશુદ્ધનય એટલે આત્માને કર્મયુક્ત માનનાર નય. આ નય પદાર્થનો નિર્ણય કરવા જે ઊહાપોહ કરે છે, તેને અશુદ્ધનયના આવાપ-ઉદ્ધાપ કહેવાય છે. આત્માના સ્વરૂપ સંબંધી અશુદ્ધનયે કરેલા આવાપ-ઉદ્ધાપના આધારે એવું નિશ્ચિત થાય કે સંસારી જીવોનું રાગાદિ ભાવો અને દેહાદિ સહિતનું જ સ્વરૂપ છે, તે જ આત્માનું સ્વરૂપ છે. વાસ્તવમાં રાગાદિ ભાવો એ કર્મકૃત ભાવો છે, એ આત્માના પોતાના ભાવ નથી, તેથી પરમાત્માના સ્વરૂપનો બોધ કરવો હોય તો અશુદ્ધનયની વિચારસરણીનો ત્યાગ કરવો પડે. જ્યારે અશુદ્ધનયના ઊહાપોહ અટકી જાય છે એટલે કે જ્યારે અશુદ્ધનયની વિચારસરણીનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે કર્મકૃત ભાવો વગરનું અને શુદ્ધ અનુભવથી જ જાણી શકાય તેવું આત્માનું સ્વરૂપ જણાયઅનુભવાય છે અને તે જ પરમાત્માનું સ્વરૂપ છે. વિશેષાર્થ :
સામાન્યથી જીવ તેની સમક્ષ કોઈપણ પદાર્થ આવે તો “આ શું છે ? તેનો નિર્ણય કરવા માટે “આવાપઉદ્ધાપ' કરે છે. વસ્તુસ્વરૂપનો બોધ કરવા તેને લગતા અનેક ઊહ-અપોહ કરી આ વસ્તુ આવી છે, પણ આવી નથી અથવા આવા લક્ષણો દેખાવાને કારણે વસ્તુ આવી હોવી જોઈએ, પણ આવી ન હોવી જોઈએ, તેવો જે માનસિક વ્યાયામ કરાય છે, તેને “આવાપ-ઉદ્ધાપ' કહેવાય છે. દા.ત. કોઈ પ્રાણી નજર સમક્ષ આવતાં, તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org