________________
સ્વસમયમાં સ્થિત જ્ઞાનયોગી – ગાથા-૨૬
ઉ૧
આત્મ તત્ત્વના જાણકાર મુનિઓને, આત્મસ્વરૂપ જ સારભૂત લાગે છે, તેથી તેમને જગતના અન્ય કોઈ પદાર્થો પ્રત્યે આકર્ષણ થતું નથી, તેમનામાં બદલાતા પર્યાયોને જાણવાની કે માણવાની કોઈ ઉત્સુક્તા હોતી નથી, તેઓ આત્મિક ભાવોને જાણીને અને માણીને જે આનંદ અનુભવે છે, તેવા આનંદની અનુભૂતિ તેમને કર્મ કે કષાયકૃત પર્યાયોને જાણવામાં કે માણવામાં ક્યારેય થતી નથી. તેથી તેઓ પર્યાયોની ઉપેક્ષા કરીને સદા આત્મદ્રવ્યમાં જ લીન રહે છે. આત્મદ્રવ્યમાં લીન રહેનારા એવા સ્વસમયમાં સ્થિત કહેવાય છે.
જીવના વિવિધ પર્યાયોમાં જે સમાન તત્ત્વ છે, તે અનુગત એક આકારસ્વરૂપ આત્મદ્રવ્ય છે. શાસ્ત્રકારોએ આ દરેક વ્યક્તિ અને તેના વિભિન્ન પર્યાયોમાં સમાનરૂપે વર્તતા આત્મદ્રવ્યને બે રીતે વર્ણવ્યું છે : ૧. તિર્યગુસામાન્યરૂ૫ અને ૨. ઊર્ધ્વતા સામાન્યરૂપ.
૧. મનુષ્યો, દેવો, તિર્યંચો વગેરે અનેક જીવોમાં “આ જીવ છે' એ સ્વરૂપે સમાનતાની પ્રતીતિ કરાવે તે અનેક જીવોમાં રહેલું આત્મદ્રવ્ય તિર્ય-સામાન્યરૂપ છે.
૨. એક જ જીવના બાળ, વૃદ્ધ, દેવ, મનુષ્ય આદિ વિવિધ પર્યાયોમાં સર્વકાળે અનુગત એક દ્રવ્યની પ્રતીતિ કરાવે તે એક જ જીવના અલગ અલગ પર્યાયમાં રહેલું આત્મદ્રવ્ય ઊર્ધ્વતાસામાન્યરૂપ છે.
શાસ્ત્રથી ભાવિતમતિવાળા મુનિ આ બન્ને સ્વરૂપે આત્મદ્રવ્યને જોઈ શકે છે. આ રીતે માત્ર પર્યાયો ઉપર લક્ષ્ય આપ્યા વગર જેઓ આ બન્ને સ્વરૂપે અનુગત આત્મદ્રવ્યને જોવાના ઉપયોગવાળા હોય છે. તેઓ આત્મસ્વરૂપમાં, સ્વભાવમાં કે સ્વસમયમાં સ્થિત કહેવાય છે. સર્વેમાં સમાન એવા આત્મદ્રવ્યને જોવામાં રત એવા મુનિને સંસારી જીવોની વિષમતા સ્પર્શતી નથી, માટે જ આ કાળો અને આ ગોરો, આ મારો અને આ પરાયો, આ સદોષ અને આ નિર્દોષ એવા ભેદ પણ તેમને સ્પર્શતા નથી, તેથી તેઓને તો શુદ્ધાત્મસ્વરૂપે સર્વ જીવો સમાન જ દેખાય છે. વળી જગતના અન્ય ભાવો પ્રત્યે તેઓ ઉદાસીન હોય છે, તેથી તેમનું ચિત્ત સર્વદા શાંત અને સમભાવમાં લીન હોય છે. આવા નિર્વિકલ્પ અવસ્થામાં વર્તતા મહાત્મા જ સ્વસમયમાં સ્થિત છે.
અહીં એટલું ધ્યાન રાખવું કે, જેઓ શુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટ કરવા માટે જ તપાદિમાં ઉદ્યમ કરતા હોય અને છતાં પણ જેઓને પોતાના તપ-સંયમ પ્રત્યે એક પ્રકારનું અભિમાન હોય કે “હું તપસ્વી છું - હું સંયમી છું.” એવું વિચારી કે બોલી જેઓ પોતાના તપપર્યાય કે સંયમપર્યાય પ્રત્યે રાગાદિ કરતા હોય, તેઓ પણ પરપર્યાયમાં જ અર્થાત્ પરભાવમાં જ નિરત છે પણ નિર્વિકલ્પ ઉપયોગરૂપ આત્મભાવમાં સ્થિર નથી અને તે માટેનો પ્રયત્ન પણ નથી. તેથી મુમુક્ષુએ તો સતત પ્રયત્નપૂર્વક પરપર્યાયોની ઉપેક્ષા કરી શુદ્ધ આત્મદ્રવ્યમાં સ્થિર રહેવાનો ઉદ્યમ કરવો જોઈએ. /રકા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org