________________
વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ
અવતરણિકા :
ગાથા-૨૦
ઉપાધિમાત્રની બાદબાકી કરીને જે શુદ્ધાત્માનું લક્ષણ કહેવાયું એ વાતને હવે વેદ વચનોના પ્રમાણ દ્વારા સ્પષ્ટ કરે છે
શ્લોક :
२
૩
તો વાયો' નિવર્તન, (હ્યુ)પ્રાપ્ય મનસા સદ્દ |
ષો II૨૦II
७
કૃતિ શ્રુતિરપિ વ્યક્તતર્યાનુ
૪૭
શબ્દાર્થ :
૧. યત: - ‘જે કારણથી ર/રૂ. મનÇા સજ્જ - મનની સાથે ૪. વાઘઃ - વાણી (પણ) .પ્રાપ્ય - (શુદ્ધ આત્માના સ્વરૂપને) પ્રાપ્ત કર્યા વિના ૬. નિવર્તતે - પાછી ફરે છે (તે કારણથી આત્મા વચનાતીત છે)' ૭/૮. રૂતિ શ્રુતિરપિ - આવી શ્રુતિ પણ = આવું વેદ વાક્ય પણ ૬. વ્યવક્તમ્ - સ્પષ્ટપણે ૧૦. તાર્થાનુાવળી - આ = પૂર્વ શ્લોકમાં જણાવેલ, ‘આત્માને વાણીથી જણાવી શકાતો નથી' એ અર્થને કહેનારી છે.
શ્લોકાર્થ :
Jain Education International
‘જે કારણથી મનની સાથે વાણી (પણ શુદ્ધ આત્મસ્વરૂપને) પામ્યા વિના પાછી ફરે છે (તે કારણથી શુદ્ધ આત્મસ્વરૂપ વચનાતીત છે).’ એ પ્રમાણેની શ્રુતિ પણ = વેદનું વચન પણ સ્પષ્ટપણે આ અર્થને = પૂર્વ શ્લોકમાં જણાવેલ ‘આત્માને શબ્દોથી વર્ણવી શકાતો નથી' એ અર્થને અનુસરનારી છે.
ભાવાર્થ :
‘શુદ્ધ આત્માના સ્વરૂપનો બોધ કરાવે એવા કોઈ શબ્દો નથી' આવી વાત ગ્રન્થકારશ્રીએ તો કરી; પરંતુ શ્રુતિ પણ તેવી જ છે એટલે કે વેદમાં પણ આ જ વાત કરી છે. ત્યાં પણ કહ્યું છે કે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કર્યા વિના એટલે કે તેનો અનુભવ કે તેનો બોધ મેળવ્યા વિના મનની સાથે વાણી પણ પાછી ફરે છે, તેથી વેદનાં વચનો પણ આ જ અર્થને કહેનારાં છે, એવું જણાવી ગ્રન્થકારશ્રી ‘અપદને પદ નથી' એ આગમવચનની પુષ્ટિ કરે છે.
વિશેષાર્થ :
વેદમાં કહ્યું છે કે, મનની સાથે વાણી પણ આત્માનો બોધ કરાવ્યા વિના પાછી ફરે છે, કેમ કે જ્યારે કોઈ વ્યક્તિ વાણી દ્વારા આત્માના સ્વરૂપનું વર્ણન કરતી હોય અને સાંભળનાર શ્રોતા તેને સમજવા મનથી પ્રયત્ન કરતો હોય, ત્યારે વક્તાની વાણી આત્મસ્વરૂપને ઓળખાવી શકતી નથી અને શ્રોતાનું મન આત્મસ્વરૂપનો બોધ મેળવી શકતું નથી. આમ વાણી આત્મસ્વરૂપનું વર્ણન ક૨વા પ્રયત્ન કરે છે, પણ તે પોતાના કાર્યમાં સફળ થતી નથી અને મન સાંભળેલી વાણી દ્વારા આત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ તે પણ બોધ 1. યતો વાચો મિવર્તતે -તૈતિરીયોપનિષવ: બ્રહ્માનન્દ્વમીમાંસાયામ્ (દ્વીતીયાવથી - ૧) ।।
For Personal & Private Use Only
www.jainlibrary.org