________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર છતાં આવા ભાવો માટે “અનભિલાય' એવું પદ તો છે; પરંતુ “અનભિલાખ' એવા વાચકપદથી એટલો જ અર્થ પ્રાપ્ત થાય કે તે ભાવો વિદ્યમાન હોવા છતાં શબ્દથી વર્ણવી શકાય તેવા નથી, આથી અનભિલાપ્ય ભાવો માટે “અનભિલાપ્ય” એવું વાચક પદ હોવા છતાં તે અવાચ્ય જ રહે છે, તેમ આત્મા માટે “આત્મા” એવું વાચક પદ હોવા છતાં આત્મા અવાચ્ય જ રહે છે, તેથી જ આત્માને અપદ કહેવામાં કોઈ દોષ નથી.
શુદ્ધ આત્મદ્રવ્યનું લક્ષણ રજૂ કરતી વખતે શ્રીઆચારાંગસૂત્રમાં પ્રથમ તો એમ જ કહ્યું કે આત્માનું શુદ્ધસ્વરૂપ કોઈ શબ્દથી વર્ણવી શકાય તેવું નથી. આ રીતે ઉપક્રમ એટલે કે પ્રારંભ કરીને પછી આત્મા શું શું નથી એવું જણાવી શુદ્ધ આત્માનું લક્ષણ ઉપાધિમાત્રની“ બાદબાકી કરીને કર્યું છે. ત્યાં જણાવ્યું છે કે કર્મ, શરીર કે અન્ય કોઈ પ્રકારના પદાર્થની સાથેના સંબંધરૂપ જે ઉપાધિઓ છે, તે સર્વ ઉપાધિઓથી રહિત ત્રિકાલવર્તી એકસ્વરૂપવાળો આત્મા છે, તે તર્ક કે બુદ્ધિનો વિષય નથી, તે દીર્ઘ નથી કે હૃસ્વ નથી, તેનો કોઈ આકાર નથી, કોઈ વર્ણ નથી, કોઈ ગંધ નથી, કોઈ સ્વાદ નથી, કોઈ સ્પર્શ નથી અને તેને કોઈ સંગ નથી. શુદ્ધાત્માની, તેના સુખની કે તેના જ્ઞાનની કોઈ ઉપમા નથી. આ જ કારણથી અરૂપી સત્તા ધરાવનાર શુદ્ધ આત્માને વર્ણવી શકે એવો કોઈ શબ્દ નથી. યોગીઓને ગમ્ય, બધા જીવોમાં એકતાની પ્રતીતિસ્વરૂપ શુદ્ધાત્માનું લક્ષણ અનુભવનો વિષય છે, શબ્દોનો નહીં. ll૧૯ો.
3. ગ્રંથકારશ્રી કૃત ૩૫૦ ગાથાના સ્તવનના ટબામાં શ્રીઆચારાંગ સૂત્રનો પાઠ આપી જણાવ્યું છે કે,
'विक्खायरए सव्वे सरा णियटृति, तक्का जत्थ न विज्जई, मई तत्थ न गाहिया, ओए, अपइट्ठाणस्स खेयन्ने, से ण दीहे, ण हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किण्हे, न नीले, न लोहिए, न हालिद्दे, न सुक्किल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे, न लुक्खे, न काऊ, न रुहे, न संगे, ન સ્થી, ન રિસે, ન અન્નઈ, પરિશ્ન, સ, ૩વમાં ન વિણ, ૩ રૂવી સત્તા, સપથ પડ્યું નથિ | ઇત્યાદિ. ઇમ આચારાંગ, પંચમાધ્યયને, ઉદ્દેશ છદ્દે જૂિ.પ-૬- ૧૭૧] કહ્યું છે. એહમાં વિષમ પદનો અર્થ : વિખાય ક0 મોક્ષ, તેહને વિષે રએ ક0 રાતા, સલ્વે સરા ક0 તે મોક્ષસ્વરૂપ કહેવું છે તે કહે છે - સર્વ સ્વર નિવાર્યા છે. એટલે કોઈ શબ્દ વાચ્ય નથી. તક્કા કઈ વિચાર જે ‘આમ હસ્યું કે આમ હસ્ય’ તે ન કહેવાય, મતિ જે ઉત્પાતકી પ્રમુખ તેહનો ગ્રાહ જેહને વિષે નથી, તે પણ ઓએ ક0 એકલા છે, કર્મકલંક સહિત નથી, તથા અપઇટ્ટાણસ ક0 ઉદારીકાદિક શરીરનું પ્રતિષ્ઠાન નથી તથા ખેત્રે ક0 લોકાલોકના જ્ઞાયક છે તથા ન કાઓ ક0 કાય નથી, ન રુહે ક0 સંસારમાં ઊગવું નથી, ન અન્નહા ક0 નપુંસક નથી. પરિત્રે ક0 સમસ્ત પ્રકારે જાણે છે, સત્રે ક0 સમ્યફ જાણે છે, તથા અપયમ્સ પયં ક0 નથી જે અવસ્થા વિશેષ તે નથી જેહને તે અપદ કહિયે, એતલે અપદ તે સિદ્ધને, અપદને નલ્થિ પદ ક0 જે અભિધાન તે નથી, એટલે સિદ્ધને કોઈ નામે કહી બોલાવી = તે નથી. ઇતિ ભાવ: ૩૨૩ [૧૬-૮]
- ઉ. યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ટબો 4. ઉપાધિ - જે પદાર્થ કે દોષ વસ્તુના મૂળ સ્વરૂપને વિકૃત બનાવે અથવા વસ્તુ જે સ્વરૂપે હોય તેના કરતાં અન્ય સ્વરૂપે
દેખાડે તેને ઉપાધિ કહેવાય છે. નિર્મળ સ્ફટિકને જાસૂદનું ફુલ લાલ દેખાડે છે, તેથી તે જાસૂદનું ફૂલ ઉપાધિ કહેવાય છે, તેની જેમ કર્મ, અને કર્મથી પેદા થતા રાગાદિ ભાવો કે શરીર વગેરે નિર્મળ એવા આત્માને મોહમિશ્રિત -પુદ્ગલસ્વરૂપ બતાવે છે, તેથી કર્મ આદિ આત્મા માટે ઉપાધિસ્વરૂપ છે.
For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org