________________
४४
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર પરમાત્મા તો અરૂપી અને અતીન્દ્રિય છે. આંખ તેને જોવા સમર્થ નથી, મુખ તેને વર્ણવવા માટે સમર્થ નથી અને મન તેનું મનન કરવા સમર્થ નથી; તેથી જ કહ્યું છે કે, જે દેખાય છે, જેનું વર્ણન કરાય છે કે જેનું મનન કરાય છે તે શુદ્ધ આત્મા નથી.
વાણી દ્વારા શુદ્ધ આત્માના કે વીતરાગ પરમાત્માના ક્ષમા આદિ અનેક ગુણોનું વર્ણન કરી શકાય છે. આ વર્ણન સાંભળીને પણ ગુણયુક્ત પ્રભુની કાયા જે પુદગલસ્વરૂપ છે તેની જ ઉપસ્થિતિ થઈ શકે છે: પરંતુ ગુણી એવા આત્માની ઉપસ્થિતિ થઈ શકતી નથી, તેથી વાણીથી જેનું વર્ણન કરાય છે તે પણ શુદ્ધાત્મા તો નથી જ.
શાસ્ત્રોમાં વર્ણવેલ શુદ્ધઆત્માની યતુકિંચિત વાતોના આધારે પ્રારંભિક કક્ષાના સાધકો આત્માનું ચિંતન કરવા કે આત્માનું ધ્યાન કરવા પ્રયત્ન કરે છે, પણ મન તે જ પદાર્થને વિચાર દ્વારા ઉપસ્થિત કરી શકે છે કે, જે તેણે પૂર્વે કોઈ ઇન્દ્રિયોથી ગ્રહણ કર્યો હોય કે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય તેવો હોય, તેથી પરમાત્માને સાક્ષાત્ જોયા પછી કે તેમનું વર્ણન જાણ્યા પછી પણ મન જેના વિચારો કરે છે તે પુદ્ગલથી સંલગ્ન એવું આત્મદ્રવ્ય હોય છે, તેથી શુદ્ધ આત્મદ્રવ્યના સ્વરૂપનું મનન પણ કરી શકાતું નથી.
વાસ્તવમાં પુદ્ગલથી બનેલી ઇન્દ્રિયોની ક્ષમતા ખૂબ મર્યાદિત છે, તે પુદ્ગલ સાથે જોડાયેલા દ્રવ્યનો બોધ કરી શકે છે પણ શુદ્ધ આત્મદ્રવ્યનો બોધ કરી શકતી નથી, શુદ્ધ આત્મદ્રવ્યનો બોધ તો અનુભવ જ્ઞાનથી જ થાય છે, તેથી નિર્વિકલ્પ અવસ્થામાં રહેલા યોગીઓ આ જ્ઞાન દ્વારા આત્માનું સંવેદન કરી શકે છે. ||૧૮ll અવતરણિકા :
જગતમાં જે પણ દર્શનીય, વર્ણનીય અને મનનીય છે, તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી' તેમ જે પૂર્વ શ્લોકમાં જણાવ્યું તેને જ આગમની સાક્ષી આપી સ્પષ્ટ કરે છેશ્લોક :
अपदस्य पदं नास्तीत्युपक्रम्यागमे ततः' ।
उपाधिमात्रव्यावृत्त्या, प्रोक्तं शुद्धात्मलक्षणम् ॥१९॥ શબ્દાર્થ :
9. તત: - તે કારણથી = જે દૃશ્યાદિ છે તે શુદ્ધાત્માનું લક્ષણ નથી તે કારણથી, ૨. મામાને - આગમમાં રૂ/૪/૬. ‘માર્ચ પર્વ નાસ્તિ' . “અપદને પદ નથી' ૬. તિ ઉપક્રખ્ય - એવું જણાવીને ૭. ૩uધમાત્રવ્યવૃન્યા - ઉપાધિમાત્રની વ્યાવૃત્તિથી ૮, શુદ્ધાત્મસાત્ - શુદ્ધ આત્માનું લક્ષણ છે. પ્રોવરમ્ - કહેવાયું છે. શ્લોકાર્થ :
(જે કારણથી જે દશ્યાદિ પદાર્થો ઇન્દ્રિયો કે મનનો વિષય બને છે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી) તે કારણથી આગમમાં “અપદને પદ નથી' એવું કહીને ઉપાધિમાત્રની વ્યાવૃત્તિ કરવા દ્વારા શુદ્ધ આત્માનું લક્ષણ બતાવ્યું છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org