________________
આત્માના અનુભવમાં શાસ્ત્રની અસમર્થતા અને જ્ઞાનયોગની સમર્થતા - ગાથા-૨૨
વિશેષાર્થ :
સાધના ક્ષેત્રમાં પ્રવેશેલા ઘણા સાધકો અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. શાસ્ત્રોના એક એક શબ્દને સમજવા તનતોડ મહેનત કરે છે. પટુ પ્રજ્ઞાના કારણે તેઓ શાસ્ત્રના અનેક અર્થો જાણી પણ શકે છે, તોપણ જ્યાં સુધી કષાયોના ઉપશમ દ્વારા અનુભવજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી શાસ્ત્રરૂપી ખીરનો રસાસ્વાદ માણી શકાતો નથી એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ કરી શાંતરસ દ્વારા પ્રગટતો આત્મિક આનંદ માણી શકાતો નથી.
૫૧
આથી જ ગ્રંથકારશ્રી કહે છે, કોની કલ્પનારૂપી કડછી (મોટો ચમચો) શાસ્ત્રરૂપી પરમાત્નમાં ઝબોળાઈ નથી ? અર્થાત્ ઘણાં લોકોની બુદ્ધિ શાસ્ત્રમાં ઊંડી ઉતરી છે પરંતુ ખીરનો સ્વાદ તો જેમ જીભ જ લઈ શકે છે, તેમ શાસ્ત્રનો રસાસ્વાદ તો જેને અનુભવજ્ઞાનરૂપી જીભ પ્રાપ્ત થઈ હોય તેવા વિરલ વ્યક્તિઓ જ માણી શકે છે.
આ અનુભવજ્ઞાનરૂપી જીભ દ્વારા જ્યારે શાસ્ત્રની પંક્તિઓનો સ્પર્શ કરાય છે, ત્યારે ચિત્ત આટ્લાદિત થાય છે, મન પ્રસન્ન બને છે અને આત્મા કોઈ અનેરો આનંદ અનુભવી શકે છે. આ આનંદની પ્રાપ્તિ તે જ શાસ્ત્રનો રસાસ્વાદ માણવા સ્વરૂપ છે.
અનુભવજ્ઞાનરૂપી જીભ વિના જે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેનાથી નવા નવા પદાર્થોનું જ્ઞાન થાય છે, બુદ્ધિચાતુર્યની વૃદ્ધિ પણ થાય છે, માહિતી (information) વધે છે, પણ યથાર્થ જ્ઞાન (Knowledge) અને યથાર્થ સમજણ (Wisdom)ની ઊણપ રહે છે. વળી, વાદ-વિવાદ કરવાની ક્ષમતા ખીલે છે અને અવસરે કોઈ સાથે વાદ-વિવાદ થાય તો તત્ત્વની પ્રાપ્તિ તો થતી નથી પણ સંક્લેશ પ્રગટે છે. આમ કો૨ા શાસ્ત્રજ્ઞાનથી ચિત્તની પ્રસન્નતા કે આત્મિક આનંદ માણી શકાતો નથી, તે માટે તો અનુભવજ્ઞાનરૂપ જીભ જરૂરી છે.
શાસ્ત્રનો ૨સાસ્વાદ માણવા માટે અત્યંત જરૂરી તેવું ‘અનુભવજ્ઞાન' પ્રાપ્ત કરવા પહેલાં શાસ્ત્રવચનને સૂક્ષ્મબુદ્ધિથી સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન કરતાં ચિત્ત જ્યારે શાસ્ત્રવચનથી ભાવિત થાય ત્યારે મોક્ષને અનુકૂળ ભાવો ચિત્તમાં સહજપણે ઉત્પન્ન થતા હોય છે અને તેનાથી મોહનો નાશ થતાં આત્મામાં અનુભવ જ્ઞાનનો ઉઘાડ થાય છે, જે આત્માના સુખનું સંવેદન કરાવે છે, આથી જ કલ્યાણના અર્થીએ સમજી રાખવું જોઈએ કે શાસ્ત્ર આત્મકલ્યાણનું આગવું સાધન છે; તેમ છતાં અનુભવજ્ઞાન વગ૨ તે જીવને આત્મિક સુખ સુધી પહોંચાડી શકતું નથી. સારરૂપે એટલું જાણવું કે મોક્ષના અર્થીએ પોતાના પ્રયત્નને શાસ્ત્રને સમજવા સુધી મર્યાદિત ન રાખતાં ‘અનુભવ જ્ઞાન’ પ્રાપ્ત થાય ત્યાં સુધી પહોંચાડવો જોઈએ. ।।૨૨।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org