________________
૫૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
જાણી શકાતું ન હોય તો શાસ્ત્રાભ્યાસનો પરિશ્રમ કરવો વ્યર્થ છે; પરંતુ એવું નથી. કારણ કે, શાસ્ત્રોનાં વચનોથી ભાવિત થઈ શાસ્ત્રાનુસારી ક્રિયા કરતાં જે વિશિષ્ટ ક્ષયોપશમરૂપ “અનુભવોની શ્રેણી' પ્રગટે છે, તેનાથી જ નિર્લેન્ડ અનુભવરૂપી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી શાસ્ત્ર ભલે પરબ્રહ્મને પામવામાં સાક્ષાત્ રીતે ઉપયોગી ન બને; પરંતુ અનુભવોની પ્રાપ્તિ કરાવવા દ્વારા શાસ્ત્રજ્ઞાન પરંપરાએ તો તે પરબ્રહ્મને પ્રાપ્ત કરાવવામાં ઉપયોગી બને જ છે.
અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુનિએ પણ સૌ પ્રથમ તો શાસ્ત્રદષ્ટિ જ કેળવવી જોઈએ. શાસ્ત્રદૃષ્ટિ એટલે શાસ્ત્રના દૃષ્ટિકોણથી સર્વ પદાર્થોને જોવાની દૃષ્ટિ. આવી દૃષ્ટિ કેળવ્યા પછી જ મુનિ તેના આધારે હિતમાં પ્રવૃત્ત થઈ અને અહિતથી નિવૃત્ત થઈ સાધના માર્ગે આગળ વધી શકે છે. શાસ્ત્રદષ્ટિવાળા મહાત્મા જેમ અન્ય સર્વ કાર્યો શાસ્ત્રદૃષ્ટિથી કરે છે એટલે કે, શાસ્ત્રમાં જણાવેલી પદ્ધતિથી કરે છે; તેમ તેઓ શાસ્ત્રનો અભ્યાસ પણ શાસ્ત્રદૃષ્ટિથી જ કરે છે, તેથી તેઓ શાસ્ત્રમાં અધ્યયન કરવાની જે વિધિ, જે ભાવ, જે આશય બતાવ્યા હોય તે સર્વને પૂરા પ્રયત્નથી જાળવીને, તદનુસાર જ શાસ્ત્રનું અધ્યયન કરે છે, જેના કારણે તેમનો શાસ્ત્રાભ્યાસ કષાયોના નાશનું નિમિત્ત બની, ઉપશમભાવના સુખનો અનુભવ કરાવીને, આત્મિક આનંદ પ્રાપ્ત કરાવે છે.
આ શાસ્ત્રદૃષ્ટિથી મુનિ સમસ્ત શબ્દબ્રહ્મનું અધ્યયન કરે છે. સમસ્ત શબ્દબ્રહ્મ એટલે બ્રહ્મનો બોધ કરાવનારા સર્વ શબ્દો, અર્થાત્ સંપૂર્ણ દ્વાદશાંગી. શાસ્ત્રાભ્યાસ કરતાં શબ્દોની મર્યાદાથી યોગમાર્ગનો જે બોધ થાય છે, તે પ્રમાણે ચિંતન કરતાં અને તદનુસાર ઉદ્યમ કરતાં તેનામાં એક વિશિષ્ટ પ્રકારનો શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ખીલે છે. જેના દ્વારા તે શાસ્ત્રના વચનોથી જણાવાતા સુક્ષ્મભાવોનું સંવેદન કરી શકે છે, એટલે કે શબ્દોની મર્યાદા ઉપરાંતનાં યોગમાર્ગનાં રહસ્યો તેને પ્રાપ્ત થાય છે. આ જ પ્રારંભિક “અનુભવ જ્ઞાન' છે.
પ્રારંભિક ભૂમિકામાં પ્રાપ્ત થયેલા આ અનુભવના બળથી ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રકારના “અનુભવોને પ્રાપ્ત કરવા માટે સાધક શાસ્ત્રવચનાનુસાર સર્વ આચારોમાં ઉદ્યમ કરે છે. આવા ઉદ્યમથી તે નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરે છે. જેના પરિણામે તેણીનું કારણ બને તેવો અનુભવ પ્રગટ થાય છે, ત્યારપછી સામર્થ્યયોગ નામનો અનુભવ પ્રગટે છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગસ્વરૂપ પ્રાતિજજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. આ પ્રાતિજજ્ઞાનના સહારે જ તે સર્વ દ્વન્દ્ર રહિત કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે એટલે કે તેને નિર્ધન્ડ અનુભવની પ્રાપ્તિ થાય છે, તે કેવળજ્ઞાન સ્વરૂપ નિર્દન્દ્ર અનુભવના બળથી જ સાધક સ્વસંવેદ્ય પરમબ્રહ્મને જાણે છે.
જ્ઞાનસારના ટબામાં જણાવ્યું છે કે, વસંવેદ્ય=અન્ય નિરપેક્ષ સ્વ-પ્રકાશ. તેથી સ્વસંવેદ્ય એટલે અન્ય કોઈની અપેક્ષા વગરનો પોતાનો જ્ઞાનરૂપી પ્રકાશ. કેવળજ્ઞાન એ જીવનો પોતાનો પ્રકાશ છે અને તે અન્ય-નિરપેક્ષ છે એટલે તેના દ્વારા બોધ પ્રાપ્ત કરવા જીવને કોઈ ઇન્દ્રિયોની, મનની કે અન્ય કોઈના વચનની અપેક્ષા રહેતી નથી. આવા અન્ય નિરપેક્ષ સ્વ-પ્રકાશ એવા કેવળજ્ઞાનરૂપ અનુભવથી મુનિ પરમબ્રહ્મને જાણે છે.
આમ, મુનિ શાસ્ત્રદૃષ્ટિથી શબ્દબ્રહ્મને જાણે છે, શબ્દબ્રહ્મ દ્વારા અનુભવજ્ઞાનની શ્રેણીને પ્રાપ્ત કરે છે અને તેના દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, સ્વ-સંવેદ્ય એવું પરમબ્રહ્મ જાણે છે એટલે પરમબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય અનુભવજ્ઞાન છે, તો અનુભવજ્ઞાનનો ઉપાય શ્રુતજ્ઞાન છે તેથી શ્રુતજ્ઞાન નિરર્થક નહિ પણ સાર્થક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org