________________
પ0
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર ટળે, મનની આકુળતા-વ્યાકુળતા નાશ પામે અને નિરાકુળ ચેતનાનો અનુભવ થાય ત્યારે વિશુદ્ધ અનુભવ પ્રાપ્ત થયો કહેવાય, તે વિશુદ્ધ અનુભવ દ્વારા જ પરબ્રહ્મ જાણી શકાય છે.
વિશુદ્ધ અનુભવ વિના ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, શાસ્ત્રમાં જણાવેલી સેંકડો યુક્તિઓને જોડવામાં આવે, ગમે તેટલા તર્ક-વિતર્ક કરવામાં આવે તોપણ શાસ્ત્રોની મર્યાદાને કારણે પરબ્રહ્મ જાણી શકાતું નથી, કેમ કે યુક્તિઓ દ્વારા પરબ્રહ્મના અસ્તિત્વનો નિર્ણય કરી શકાય છે, પરંતુ તેનાથી પરબ્રહ્મનો અનુભવ તો ક્યારેય પણ થઈ શકતો નથી. ર૧ અવતરણિકા :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે, “વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુક્તિઓથી પણ પરમ બ્રહ્મ જાણી શકાતું નથી' - ત્યાં પ્રશ્ન થાય કે જો શાસ્ત્ર પરબ્રહ્મને ન જણાવી શકે તો તે નક્કામાં થઈ જશે. તેના સમાધાનરૂપે શાસ્ત્રના રસાસ્વાદરૂપ અનુભવથી પરંપરાએ પરબ્રહ્મ જાણી પણ શકાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક :
છેષ' 'ત્પના શાસ્ત્રક્ષીરાદિની ! विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ॥२२॥
શબ્દાર્થ :
૨. છેષ - કોની ૨. જ્યનાર્થી - કલ્પનારૂપ કડછી = ચમચો ૩/૪. શાસ્ત્રક્ષીરાનાદિની ન - શાસ્ત્રરૂપી ક્ષીરાન્સમાં પ્રવેશ કરનારી નથી ? . મનુમનહિંયા - (પરંતુ) અનુભવરૂપી જીભ વડે ૬. તદ્રસાસ્વાવિ૬: - તેના = શાસ્ત્રના રસાસ્વાદને જાણનારા ૭. વિર: – વિરલા હોય છે.
શ્લોકાર્થ :
કોની કલ્પનારૂપી કડછી (ચમચા) શાસ્ત્રરૂપી ખીરમાં પ્રવેશ કરતી નથી ? અર્થાત્ સર્વની કરે છે, પરંતુ અનુભવરૂપી જીભ વડે તેનો = શાસ્ત્રરૂપી ખીરના રસનો, સ્વાદ માણનારા વિરલ હોય છે અર્થાત્ કોઈક જ હોય છે. ભાવાર્થ :
જગતના ઘણા બુદ્ધિમાન લોકો પોતાની કલ્પનારૂપ ચમચીથી શાસ્ત્રસ્વરૂપ ખીરના ભોજનને ગ્રહણ કરે છે એટલે કે શાસ્ત્ર ભણે છે તથા તેના પદાર્થો વિષયક તર્ક-વિતર્ક અને વિચારણાઓ પણ કરે છે. શાસ્ત્રનો અભ્યાસ કરનારા ઘણા હોય છે, પણ શાસ્ત્રરૂપી ખીરનો સ્વાદ માણનારા તો વિરલ હોય છે એટલે કે અનુભવજ્ઞાનરૂપી જ્ઞાનયોગ દ્વારા શાસ્ત્રના રહસ્યને પામી મુખપ્રદ આત્મિકભાવોનું સંવેદન કરનારા બહુ અલ્પ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org