________________
૪૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવા સમર્થ બનતું નથી, તેથી વેદના આ વચનથી પણ સ્પષ્ટ જણાય છે કે, આત્મા વાણીનો પણ વિષય નથી કે મનનો પણ વિષય નથી.
આ વાત જાણી, એક પ્રશ્ન ઊઠી શકે કે જો શુદ્ધ આત્મા વાણી કે મનનો વિષય નથી તો શાસ્ત્રમાં તેનું વર્ણન અને તેને પામવાના ઉપાયો દર્શાવ્યા છે તે શું નકામાં છે ? “ના” એવું નથી. શાસ્ત્ર ભલે શબ્દો દ્વારા આત્માનું દર્શન કરાવી ન શકે, તોપણ આત્મા સંબંધી જિજ્ઞાસા જગાડી શકે છે. આત્મદર્શનની તલપ પ્રગટાવી શકે છે. વળી, શાસ્ત્ર જણાવેલા ઉપાયો અનુસાર જે સાધક પ્રવૃત્તિ કરે છે, તે સાધક સૂક્ષ્મ અંતરંગ પ્રયત્ન કરીને કષાયોનો હ્રાસ કરી ક્રમશ: જ્ઞાનયોગ દ્વારા આત્મદર્શન પણ કરી શકે છે, તેથી શાસ્ત્ર વ્યર્થ તો નથી જ, પરંતુ પરંપરાએ આત્મદર્શન માટે તે અતિ ઉપકારક છે. ૨૦ll
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org