________________
૪૫
વ્યતિરેકથી શુદ્ધાત્માનું સ્વરૂપ - ગાથા-૧૯ ભાવાર્થ :
શુદ્ધ આત્માનું સ્વરૂપ દશ્ય, વાચ્ય કે મનનીય નથી, તેથી આચારાંગસૂત્ર નામના આગમમાં જણાવ્યું છે કે, “અપદ એવા આત્માને જણાવનારું કોઈ પદ નથી.” આમ જણાવીને ત્યાં કર્મ, શરીર કે અન્ય કોઈપણ સાથેના સંબંધરૂપ ઉપાધિથી રહિત, ત્રણે કાળમાં એક સ્વરૂપવાળું અને સર્વ જીવોમાં સમાનતાની બુદ્ધિ કરાવે તેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. વિશેષાર્થ :
શબ્દોનું કાર્ય એક જ હોય છે કે કોઈ પદાર્થને ઓળખાવવો. જેમકે “ઘટ’ શબ્દ સંભળાય કે તરત જ બુદ્ધિમાં પાણી ભરવાના એક સાધન સ્વરૂપ ઘટ પદાર્થ ઉપસ્થિત થઈ જાય છે. તેથી એવું કહી શકાય કે “ઘ' અ ‘ટ’ એવા અક્ષરોથી બનેલો “ઘટ” શબ્દ ઘટ પદાર્થને ઓળખાવે છે, તેથી “ઘટ’ એ વાચક પદ છે અને દેખાતો ઘડો તેનાથી વાચ્ય પદાર્થ છે.
ઘટ વગેરે પૌદ્ગલિક પદાર્થો શબ્દથી વર્ણવી શકાય તેવા છે, એટલે તેનાં વાચક પદો સંભળાતાં તે બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે; પરંતુ આત્મા માટે એવું બનતું નથી. “આત્મા' એવું પદ બોલાય ત્યારે “આત્મા' નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થતો નથી; કેમ કે શબ્દ સાંભળવાની સાથે બુદ્ધિમાં તે જ પદાર્થ ઉપસ્થિત થાય છે કે જે પુદ્ગલથી સંકળાયેલ હોય. શબ્દોની મર્યાદા છે કે તે પુદ્ગલથી સંકળાયેલ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનું વર્ણન કરી પદાર્થનો બોધ કરાવી શકે, જ્યારે શુદ્ધ આત્મા તો પુદ્ગલના સંગથી રહિત છે, તેથી શબ્દ દ્વારા આત્માના સ્વરૂપનું દર્શન કે સ્મરણ થતું નથી. આથી જ આગમમાં કહ્યું છે કે, “અપદને (-આત્માને) પદ નથી” એટલે કે વચનથી અગોચર એવા આત્માનું વાચક બને એવું કોઈ પદ (શબ્દ) નથી.
અહીં પ્રશ્ન થાય કે, જેમ “ઘટ' પદથી ઘટ નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે, તેમ “આત્મા” એવું પદ બોલવાથી આત્મા નામનો પદાર્થ બુદ્ધિમાં ઉપસ્થિત થઈ શકે છે, તો આત્માને અપદ કેવી રીતે કહેવાય ?
વાત અપેક્ષાએ સાચી છે કે આત્મા માટે વાચક બને તેવું “આત્મા' પદ છે, આમ છતાં “આત્મા’ એવો શ બોલાય ત્યારે આત્માનું કોઈ સ્વરૂપ બુદ્ધિમાં ઉપસ્થિત થતું નથી. “આત્મા' પદથી આત્મા કેવો હશે તે જણાતું પણ નથી, તેથી આત્માને અપદ કહ્યો છે. જેમ દુનિયામાં ઘણા ભાવો એવા છે કે જેને કહી ન શકાય, આમ
1. મયર્સ પયં નત્યિ | -૬-૨૭૨
- શ્રી માવીર ઉસૂત્રે || અંશ પણિ નવિ ઘટે પૂરણ દ્રવ્યના દ્રવ્ય પણિ કિમ કહું દ્રવ્યના ગુણ વિના અકલને અલખ ઈમ જીવ અતિ તંતથી, “પ્રથમ અંગે' વદીઉં અપદને પદ નથી. ૩૨૩ [૧૬-૮]
- ગ્રંથકારશ્રી કૃત સાડા ત્રણસો ગાથાનું સ્તવન // 2. જે પદ ન હોય તેને અપદ કહેવાય તેથી અપેક્ષાએ તો વાસ્તવિક દેખાતો ઘડો પણ પદ નથી તેથી તેને પણ અપદ કહેવો
જોઈએ, પરંતુ “ઘટ' પદ બોલતાં ઘટ પદાર્થ ઉપસ્થિત થાય છે, તેથી “ઘટ' પદ અને ઘટ પદાર્થ વચ્ચે વાચ્ય-વાચક સંબંધ છે. પદ અને પદાર્થ અપેક્ષાએ ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન પણ છે એટલે કે એક જ છે, તેથી ઘડાને ઉપચારથી ઘટ પદ પણ કહેવાય છે. આમ ઘડો પદ નથી છતાં તેને અપદ કહેવાતો નથી. પરંતુ જે પદાર્થ કોઈ પદથી વાચ્ય ન બને તેને તો ઉપચારથી પણ પદ ન કહેવાય, આથી જ આત્માને અપદ કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org