________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ
ગાથા-૧૧-૧૨-૧૩-૧૪
અવતરણિકા :
સિદ્ધયોગીના અંતરમાં સતત સુખ વર્તતું હોય છે તે જણાવી હવે તે સુખ કેવું હોય છે તે જણાવે છેશ્લોક :
प्रकाशशक्त्यां यद्रूपमात्मनो ज्ञानमुच्यते ।
सुखं स्वरूपविश्रान्तिशक्त्या वाच्यं तदेव तु ॥११॥ શબ્દાર્થ :
9. માત્મન: યક્ - આત્માનું ૨. રૂપમ્ - જે રૂપ છે રૂ. પ્રકાશશવત્યા - પ્રકાશશક્તિસ્વરૂપ ૪/. () જ્ઞાનમ્ ૩nતે - તે જ્ઞાન કહેવાય છે. ૬/૭. તવ 1 - (આત્માનું) તે જ (રૂ૫) વળી ૮, વરૂપવિશ્રાન્તિશવા - સ્વરૂપવિશ્રાન્તિની શક્તિરૂપે ૨/૧૦. સુવું વાગ્યે - સુખ કહેવાય છે. શ્લોકાર્થ :
આત્માનું જે રૂપ પ્રકાશશક્તિની અપેક્ષાએ જ્ઞાન કહેવાય છે, (આત્માનું) તે જ (રૂ૫) સ્વરૂપમાં ઠરવાની શક્તિની અપેક્ષાએ સુખ કહેવાય છે. ભાવાર્થ :
આત્મામાં એક એવી શક્તિ છે કે, જે જગતમાં રહેલ સર્વ પદાર્થોનો સમ્ય બોધ કરાવે છે. આત્માની આ શક્તિને ગ્રંથકારશ્રી પ્રકાશશક્તિ કહે છે. પ્રકાશશક્તિરૂપ આત્માના તે સ્વરૂપનું જ્ઞાન કહેવાય છે અર્થાત્ આ સ્વરૂપે આત્મા જ જ્ઞાન છે.
જ્ઞાન આત્માનો સ્વભાવ હોવા છતાં, મોહાધીન જીવોને શુદ્ધજ્ઞાનનો અનુભવ થતો નથી, પદાર્થનું જ્ઞાન થતાંની સાથે જ તેમને રતિ-અરતિ આદિના ભાવો પણ સ્પર્શી જાય છે. આના કારણે તેમનું જ્ઞાન અશુદ્ધ બની જાય છે અને તેઓ સ્વરૂપ વિશ્રાન્તિનું સુખ માણી શકતા નથી. આનાથી વિપરીત સિદ્ધયોગી પદાર્થનું જ્ઞાન કરે છે પણ તેમાં મોહના વિકારોને ભળવા દેતા નથી. તેથી તેઓ શુદ્ધ જ્ઞાનનો અનુભવ પણ કરી શકે છે અને જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપમાં લીન પણ બની શકે છે. આ રીતે શુદ્ધ જ્ઞાનરૂપ પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલો આત્મા જ સુખ છે. સિદ્ધયોગીઓ સ્વરૂપવિશ્રાન્તિ રૂપ આ પારમાર્થિક સુખમાં મહાલતા હોય છે. વિશેષાર્થ :
આત્મા તો અનંતધર્મવાળો છે, છતાં પદાર્થને પ્રકાશિત કરવાની એટલે કે પદાર્થનો યથાર્થ બોધ કરાવવાની શક્તિને આશ્રયીને આત્મા કેવો છે, તે જણાવવું હોય તો કહેવું પડે કે, આત્મા જ્ઞાનરૂપ છે. આવું કહેવામાં ગુણી એવા આત્મા અને તેના ગુણરૂપ જ્ઞાનની વચ્ચે કોઈ ભેદ રખાતો નથી, તેથી અભેદ દષ્ટિથી આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org