________________
જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ - ગાથા-૧૨
૩૧
જ્ઞાન જ કહેવાય છે. આત્માની આ જ્ઞાન શક્તિ વિકૃત બની જાય તો તે પદાર્થનો વિકૃત બોધ કરાવે છે અને જો જ્ઞાનશક્તિમાં મોહના વિકારો ભળ્યા ન હોય તો તે પદાર્થનો યથાર્થ બોધ કરાવે છે.
જ્ઞાન જ્યારે સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે ચિત્તમાં ઉત્સુક્તા આદિ ન હોવાને કારણે જીવની આકૂળતા દૂર થાય છે. આ અનાકૂળતાનો અનુભવ સુખપ્રદ હોય છે, તેથી જ્ઞાનરૂપ સ્વરૂપમાં સ્થિર બનેલા આત્માને જ સુખ કહેવાય છે. આમ સ્વરૂપમાં સ્થિર રહેવાની આત્માની વીર્યશક્તિને આશ્રયીને આત્મા કેવો છે તે જણાવવું હોય તો કહેવું પડે કે આત્મા સુખરૂપ છે.
ટૂંકમાં કહીએ તો આત્માના જે સ્વરૂપનું જ્ઞાન કહીએ છીએ તે જ સ્વરૂપને સુખ કહેવાનું છે. ફરક એટલો જ છે કે પ્રકાશશક્તિની અપેક્ષાએ આત્મા જ જ્ઞાન છે અને સ્વરૂપવિશ્રાન્તિની શક્તિની અપેક્ષાએ આત્મા જ સુખ છે. જ્ઞાન એ પણ આત્માનું સ્વરૂપ છે અને સુખ એ પણ આત્માનું જ સ્વરૂપ છે. સિદ્ધયોગીનું સુખ એટલે જ જ્ઞાનસ્વરૂપમાં વિશ્રાન્ત થયેલો આત્મા I/૧૧/l. અવતરણિકા :
સ્વરૂપમાં સ્થિર થયેલો આત્મા જ સુખ છે આવું પૂર્વ શ્લોકમાં જણાવ્યું, હવે તે પારમાર્થિક સુખ કેવું છે તે જણાવવાં પારમાર્થિક સુખ અને તેના પ્રતિપક્ષી એવા દુ:ખની વ્યાખ્યા કરે છેશ્લોક :
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् ।
તડું" સમાન સf સુવતુ:યો II શબ્દાર્થ :
૧/ર/રૂ. પરવશ સર્વ દુ:ā - “પરવશ બધું દુ:ખ છે. ૪/૫/૬. માત્મવાં સર્વ સુરવમ્ - (અને) આત્મવશ સર્વ સુખ છે' ૭. સમાન - સંક્ષેપથી ૮, સુરવદુ:યો: - સુખ અને દુ:ખનું ૧/૧૦. તદ્ ક્ષi - આ લક્ષણ 99. હવત્ત - કહેવાયું છે. શ્લોકાર્થ :
પરવશ સર્વ દુ:ખે છે અને આત્મવિશ સર્વ સુખ છે' અર્થાત્ “જે પરાધીન છે તે સર્વ દુઃખરૂપ છે અને જે સ્વાધીન છે તે સર્વ સુખરૂપ છે,' સંક્ષેપમાં આ સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે. ભાવાર્થ :
અરુચિકર, અણગમતા કે અનિષ્ટ પદાર્થોથી કે કષાયોની અસફળતાથી જે પ્રતિકૂળતાનો અનુભવ થાય કે ત્રાસ થાય તે તો દુ:ખ છે જ, પણ જે ઇષ્ટ, રુચિકર અને મનગમતા વિષયોનો આસ્વાદ સુખકર લાગે છે, તે પણ પરાધીન હોવાને કારણે વાસ્તવમાં દુ:ખ જ છે. જેને ભોગવવામાં કોઈની અપેક્ષા ન રાખવી પડે અને
જ્યારે ભોગવવું હોય ત્યારે સ્વાધીનપણે જે ભોગવી શકાય, તે જ વાસ્તવમાં સુખ છે, આથી જ ગ્રંથકારશ્રીએ પરાધીન સર્વને દુ:ખ કહ્યું છે અને સ્વાધીન સર્વને સુખ કહ્યું છે, આ જ સુખ-દુ:ખની ટૂંકી, સચોટ અને સરળ વ્યાખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org