________________
જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ - ગાથા-૧૩
અવતરણિકા :
‘આત્મવશ સર્વ સુખ છે' તે જણાવી હવે સ્વાધીનપણે સુખ ભોગવતા જ્ઞાનમાં મગ્ન બનેલા યોગીનું સુખ કેવું હોય છે, તે જણાવે છે
શ્લોક :
ज्ञानमग्नस्यै यच्छर्म' तुद्वक्तुं नैव पार्यते । नोपमेयं प्रियाश्लेषैर्नापि तच्चन्दनद्रवैः ॥ १३ ॥
શબ્દાર્થ :
૧. જ્ઞાનમનસ્ય - જ્ઞાન(યોગમાં) મગ્ન (બનેલા યોગી)નું ૨. યચ્છર્મ - જે સુખ છે રૂ. તપ્ વવતુર્ - તે કહેવાને માટે ૪/૫. નૈવ પર્વતે - શક્ય જ નથી. ૬. તાર્ - (કેમ કે) તે ૭. પ્રિયાÒðઃ - પ્રિયાના આલિંગન સાથે ૮. નોવમેય - ઉપમેય (સ૨ખાવી શકાય તેવું) નથી ૧/૧૦. ચન્દ્રનઃવૈ: પિ - (કે) ચન્દનના વિલેપન સાથે પણ ૧૧. 7 (ઉપમેય) - (ઉપમેય-સરખાવી શકાય તેવું) નથી. શ્લોકાર્થ :
૩૩
જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીનું જે સુખ છે તેનું વર્ણન કરવું પણ શક્ય નથી, કેમ કે તેને પ્રિયાના આલિંગનના સુખની સાથે કે ચન્દનના વિલેપનથી ઉપજતાં સુખની સાથે સરખાવી શકાય તેવું નથી.
ભાવાર્થ :
સ્વાધીનપણે આત્માના શુદ્ધસ્વભાવરૂપ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મહાત્માનું સુખ દુનિયાના શ્રેષ્ઠ સુખો કરતાં પણ ચઢિયાતું હોય છે, તે તો જે માણે તે જાણે. તે સુખ આત્માના ગુણોમાં લીન બની અનુભવી શકાય તેવું છે, પણ શબ્દોનાં બીબામાં ઢાળી શકાય તેવું નથી. ભૌતિક દુનિયામાં સ્ત્રીના આલિંગનનું કે ગરમીથી સંતપ્ત થયેલ વ્યક્તિ માટે ચંદનના વિલેપનનું સુખ શ્રેષ્ઠ ગણાય છે. આવા શ્રેષ્ઠ કહેવાતાં સુખોપણ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીના સુખની સાથે સ૨ખાવી શકાય તેવાં નથી, કેમકે તે વિકારી અને પરાધીન છે, જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બનેલા યોગીનું સુખ અવિકારી અને સ્વાધીન છે. વળી ભૌતિક સુખોથી મળતી તૃપ્તિ, અતૃપ્તિને વધારે છે, જ્યારે જ્ઞાનયોગની મગ્નતાથી પ્રાપ્ત થયેલ સુખથી આત્મા સ્વરૂપમાં સ્થિર બની જાય છે એટલે કે તેની અનાદિની અતૃપ્તિઓ શાંત થઈ જાય છે.
વિશેષાર્થ :
Jain Education International
જગતવર્તી સર્વ ૫૨ભાવોથી ચિત્તને પાછું વાળી સ્વભાવમાં (આત્માના શુદ્ધ એવા જ્ઞાન ગુણમાં) સ્થિર બનેલા મહાત્માને જ્ઞાનમગ્ન કહેવાય છે. સાધક જ્યારે જ્ઞાનમગ્ન બને છે, ત્યારે કષાયોના વિશેષ પ્રકારના ઉપશમને કા૨ણે તે ચિત્તની સ્વસ્થતાકૃત એક અનુપમ અને અવર્ણનીય સુખ અનુભવે છે. આ કલ્પનાતીત શ્રેષ્ઠ સુખ 1. પ્રત્યા ત્યેન્દ્રિયવ્યું, સમાધાય મનો નિનમ્ । ગ્વિન્માત્રવિશ્રાન્તિ, મગ્ન મિથીયતે ।।૨/૧।। - જ્ઞાનસરે ।।
ઇન્દ્રિયોના સમૂહને વિષયોથી નિવૃત કરીને પોતાના મનને જ્ઞાન સ્વરૂપ આત્મામાં એકાગ્ર કરીને, ચૈતન્યસ્વરૂપ આત્મામાં વિશ્રાન્તિ લેનાર યોગી ‘(જ્ઞાન)મગ્ન’ કહેવાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org