________________
ભેદજ્ઞાન તે જ ઉત્તમજ્ઞાન - ગાથા-૧૫
ભેદજ્ઞાન તે જ ઉત્તમજ્ઞાન
ગાથા-૧૫
અવતરણિકા :
જ્ઞાનમગ્ન યોગીના અનુપમ આત્મિક સુખનું તથા જ્ઞાનમગ્ન બનેલા સાધકનું સંયમપર્યાયની વૃદ્ધિથી પ્રાપ્ત થતાં સુખનું વર્ણન સાંભળી, સ્વાભાવિક રીતે જ એવી જિજ્ઞાસા ઊઠે કે જ્ઞાનમાં મગ્ન કેવી રીતે બનાય ? તેથી ગ્રંથકારશ્રી હવે તેવી જિજ્ઞાસાને સંતોષવા માટે ઉત્તમજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે
શ્લોક :
चिन्मात्रलक्षणेनान्यव्यतिरिक्तत्वमात्मनः :
प्रतीयते' यदश्रान्तं' तदेव ज्ञानमुत्तमम् ॥१५॥
શબ્દાર્થ :
૧.વિન્માત્રજ્ઞોન - ચિન્માત્રસ્વરૂપથી ૨. જ્ઞાત્મન: - આત્માનું રૂ. યર્ - જે ૪. અન્યતિરિક્ત્તત્વમ્ - અન્યથી જુદાપણું ૧. અશ્રાન્ત- સતત / અસ્ખલિતપણે ૬. પ્રતીયતે - પ્રતીત થાય છે ૭. વેવ - તે જ ૮/૧. ઉત્તમમ્ જ્ઞાનમ્ - ઉત્તમ જ્ઞાન છે.
શ્લોકાર્થ :
ચૈતન્યસ્વરૂપે આત્મા સર્વ પદાર્થોથી જુદો છે એવું જે સતત પ્રતીત થાય છે, તે જ ઉત્તમશાન છે. ભાવાર્થ :
Jain Education International
૩૭
‘આ શરીર જુદું છે અને હું જુદો છું; શરીર માના પેટમાં પેદા થયું છે ને તે અહીં રહી જવાનું છે, જ્યારે આ શરીરમાં જે આવ્યો તે પણ હું છું અને આ શરીરમાંથી જે જવાનો છે તે પણ હું છું; શું કરવાથી હું આ શરીરમાં આવી ભરાણોઅને શું કરીને અહીંથી જવાનો છું ?હું અનંત જ્ઞાનમય, અખંડ આનંદમય છું. મારે મારું આ સ્વરૂપ પામવું છે’
આવી પ્રતીતિ તે ઉત્તમજ્ઞાન છે, તે જેને પ્રાપ્ત થયું હોય તેના સુખની કલ્પના કરવી પણ શક્ય નથી. અહીં એક વાત બરાબર ધ્યાનમાં રહેવી જોઈએ કે આવી સમજ કે વિચારણા એ ઉત્તમજ્ઞાનની પ્રાપ્તિનું કારણ જરૂ૨ બની શકે, પણ તે ઉત્તમજ્ઞાન નથી. ઉત્તમજ્ઞાન તો અંતરમાં આવી સતત પ્રતીતિ થયા કરવી તે છે.
વિશેષાર્થ :
જ્ઞાનના જે ઉપયોગમાં સર્વ પુદ્ગલોથી ભિન્ન એવો આત્મા ફક્ત જ્ઞાનસ્વરૂપે પ્રતિભાસ થાય છે, તે ઉપયોગ જ જ્ઞાનયોગ છે. આ જ્ઞાનયોગમાં જ આત્માને સર્વકર્મોથી મુક્ત ક૨વાની ક્ષમતા રહેલી છે, તેથી જ તેને ઉત્તમ જ્ઞાન કહેવાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org