________________
૩૮
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
“હું આત્મા છું, જ્ઞાન મારું સ્વરૂપ છે. જડ પદાર્થો કે આ શરીર હું નથી. જડ એવી ધન-સંપત્તિ પણ મારી નથી. મારે તેની સાથે કાંઈ લાગતું-વળગતું નથી. શરીરાદિનાં સુખ-દુ:ખ તે મારાં સુખ-દુ:ખ નથી. હું આ સર્વથી ભિન્ન છું. આ દેહ અને ઇન્દ્રિયો તે હું નથી, હું તો શરીર ને ઇન્દ્રિયોથી જુદો જ કોઈક પદાર્થ છું. ' ઇન્દ્રિયો ક્ષીણ થશે અને શરીર વિખરાઈ જશે, પણ હું તો કાળના અમર તખ્ત પર મોજડી ઉતારીને અચળ આસને બેઠો છું. મારો ક્યારેય વિનાશ નહિ થાય.
હું મનનો કોઈ વિચાર નથી કે હૃદયની કોઈ લાગણી નથી. તે બંનેથી પર એવો હું તો નિર્વિચાર અને લાગણીશૂન્ય કોઈક અભૂત પદાર્થ છું. હું ચિત્ત નથી અને ચિત્તમાં રહેલ વૃત્તિઓ, ટેવો અને સંસ્કારો પણ નથી. હું તો ચિદાનંદમય ચેતન તત્ત્વ છું. ચિત્તનો કોઈ ભાર મારો નથી, હું તો સર્વ ભાર અને વજનથી મુક્ત છું, હું તો હવા અને પ્રકાશથી પણ નાજુક અને નિર્બન્ધ છું. હું સંકલ્પ-વિકલ્પો નથી, જૂની-નવી ટેવો મારી નથી. સારા-નરસાનાં, સુખ-દુ:ખનાં, પ્રિય-અપ્રિયનાં, રાગ-દ્વેષનાં જે જે સંવેદનો ચિત્ત અનુભવે છે તે કોઈ મારા નથી. હું આ બધાથી જુદો છું, બધાથી અતિરિક્ત છું, બધાથી અન્ય છું. બધાથી અલિપ્ત છું. બધાનો દ્રષ્ટા છું, પ્રેક્ષક છું, જોનાર છું અને જાણનાર છું.
વિષય અને કષાયરૂપ સંસારની ચિકાશથી જે ખરડાય છે, તે હું નથી. હું તો અચલ, અખંડ, અલિપ્ત ચિન્મયમૂર્તિ છું. હું તો ત્રિકાળવ્યાપી ત્રિલોકવર્તી જ્ઞાનસ્વરૂપ છું, દુ:ખથી જર્જરિત થનાર કે સુખથી પાંગરનાર હું નથી. હું તો આનંદઘન
અમૃતમય અમૂલ્ય ચેતનતત્ત્વ છું” આવું માત્ર જ્ઞાન નહીં પણ સતત એવી પ્રતીતિ થાય, સતત શરીર આદિથી ભિન્નસ્વરૂપે આત્માનો અનુભવ કે સંવેદન થાય તે જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે. આ ઉત્તમજ્ઞાનને પ્રાપ્ત કરવા અનેક સાધકો શાસ્ત્ર કે સદ્ગુરુના સહારે “હું આત્મા છું, જ્ઞાન મારો સ્વભાવ છે એવું બોલે છે, વિચારે છે અને તેના ઉપર ઊંડું આલોચન પણ કરે છે. તોપણ આ શબ્દો તેમની પ્રતીતિના વિષય બનતા નથી. ક્યારેક તો હું શરીર નથી આત્મા છું' તેવું બોલાતું હોય અને તેવી આત્મલક્ષી પ્રવૃત્તિ કરાતી હોય ત્યારે પણ શારીરિક સંવેદનાઓ તે મારી સંવેદનાઓ છે, એવું જ પ્રતીત થતું હોય છે. હકીકતમાં મોહાધીનતાના ગાઢ સંસ્કારને કારણે જ “હું શરીરથી ભિન્ન આત્મા છું', એવું બૌદ્ધિક રીતે સ્વીકારવા છતાં, એવું પ્રતીત થતું નથી.
આ મોહાધીનતાનો નાશ કરવા જ સાધક અર્થ-કામ, સ્વજન-પરિવાર, મોહ-માયારૂપ સંસારનો ત્યાગ કરે છે, સદુગરની સમીપે રહે છે, શાસ્ત્રાભ્યાસ કરે છે, તેમની આજ્ઞાનુસાર વિવિધ અનુષ્ઠાન કરે છે, આ સર્વ અનુષ્ઠાનો દ્વારા તે કાયાનો રાગ કાઢવા પ્રયત્ન કરે છે, લોચ, વિહાર, તપાદિની ક્રિયા કરતાં તે સતત તપાસે છે કે મારાથી ભિન્ન એવા શરીરને પડતાં કષ્ટમાં મને મૂંઝવણ થાય છે કે નહિ ? પ્રારંભમાં સાધક શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતામાં થતા રાગ-દ્વેષથી પર થઈ શકતો નથી; પરંતુ પુન:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org