________________
ઉત્તમજ્ઞાનની બે ભૂમિકા - ગાથા-૧૭
૪૧ ભૂમિકામાં સાધક માટે અસત્ વિકલ્પોથી બચવા સત્ વિકલ્પો કરવા જરૂરી હોય છે. તેથી તે શાસ્ત્રવચનોનું ચિંતન કરે છે, પ્રભુ પ્રતિમાનું ધ્યાન કરે છે, હેય ભાવોથી અટકવા ઉપાદેય ભાવોથી હૃદયને ભાવિત કરે છે, વગેરે આત્માની પ્રતીતિ કરવામાં સહાયક બને તેવી અનેક શુભક્રિયાઓ કરે છે. આવા અનેકવિધ પ્રયત્નોના પરિણામે તે ક્યારેક સમાધિનો અનુભવ કરી, આંશિકરૂપે પણ આત્મભાવમાં સ્થિર થઈ શકે છે. શુભ આલમ્બન અને સત્ ક્રિયાઓ પ્રત્યે પ્રશસ્ત રાગાંશવાળી અને અનેક શુભવિકલ્પો સહિતની આ અવસ્થા તે શુભઉપયોગરૂપ છે અને તે જ સવિકલ્પસમાધિરૂપ છે.
આ રીતે વારંવાર પ્રયત્ન કરતાં સાધક એક એવી કક્ષાએ પહોંચે છે કે, જ્યાં તેને ઉત્તમજ્ઞાનનું સુખ માણવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેનામાં બીજા વિકલ્પો તો દૂર રહો, આત્મભાવને પામવાના પણ કોઈ વિકલ્પો ઊઠતાં નથી. તે અવસ્થામાં સાધક જિનવચન કે જિનબિંબ આદિ કોઈ સહારા વિના સહજ રીતે ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માની સતત પ્રતીતિ કરી શકે છે, પ્રશસ્ત રાગાદિ જન્ય વિકલ્પો પણ શાંત થઈ ગયા હોય છે. તેથી તેને શુદ્ધઉપયોગ કહેવાય છે અને તે જ નિર્વિકલ્પસમાધિરૂપ છે.
નિર્વિકલ્પસમાધિ તળેકદકુ હોય છે એટલે કે તેમાં શુદ્ધ જ્ઞાનદૃષ્ટિ સાથેની એકાકારતા હોય છે, તેમાં દરેક પદાર્થોનું મોહના સંશ્લેષ વગરનું શુદ્ધ જ્ઞાન થાય છે. દરેક પદાર્થ એકમાત્ર શેયરૂપે જોવાય છે, પણ તેમાં મમતા, રાગ કે દ્વેષાદિના કોઈ ભાવો ભળતાં નથી. જો કે સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થતી આ નિર્વિકલ્પ સમાધિના કાળમાં જીવ વીતરાગ નથી, તેથી ત્યાં પણ રાગાદિ ભાવો તો હોય છે; પરંતુ તે અત્યંત સૂક્ષ્મ હોય છે, વિકલ્પાત્મક હોતા નથી. //વડા અવતરણિકા : "
બે પ્રકારની સમાધિ સામાન્યથી દર્શાવી, હવે તેનું જ વિશેષસ્વરૂપ બતાવે છેશ્લોક :
आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः ।
छायाया दर्पणाभावे, मुखविश्रान्तिसन्निभः ||१७|| શબ્દાર્થ :
9. ધ: - (સવિકલ્પસમાધિરૂપ જ્ઞાનયોગ તે) પહેલો ૨/૩/૪, સાત્ત્વનો નામ યT: - સાલમ્બન નામનો યોગ છે. . પર: (નિર્વિકલ્પસમાધિરૂપ જ્ઞાનયોગ તે) બીજો ૬. ઢvમાવે - દર્પણના અભાવમાં ૭/૮, છાયાય મુનિશ્રાન્તિક્ષત્રિમ: - છાયાની મુખમાં વિશ્રાન્તિ જેવો છે. મનાલ્ટન્વન:- અનાલમ્બનયોગ કહેવાય છે. શ્લોકાર્થ :
પહેલી સવિકલ્પસમાધિ તે પહેલો સાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે અને બીજી નિર્વિકલ્પ સમાધિ તે દર્પણના અભાવમાં છાયાની મુખમાં વિશ્રાન્તિ જેવો નિરાલમ્બનયોગરૂપ જ્ઞાનયોગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org