________________
૩૩
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સંયમપર્યાયનો સામાન્ય અર્થ છે; દીક્ષા જીવનનો કાળ. કર્મની પરવશતા અને પ્રમાદ આદિના કુસંસ્કારોને કારણે ક્યારેક સંયમ સ્વીકાર્યા પછી પણ ચારિત્રના પરિણામોમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે. નબળા નિમિત્તોથી સાધકનું સંયમજીવન મલિન પણ બને છે. અતિચારયુક્ત એવા તે કાળને સંયમપર્યાય તરીકે અહીં ગણત્રીમાં લેવાનો નથી; પરંતુ સંયમજીવન સ્વીકારી જેઓ શાસ્ત્રાનુસારે જીવન જીવે છે, એક પણ દોષ ન લાગી જાય તે માટે સાવધાન રહે છે અને નિરંતર જ્ઞાનમાં મગ્ન રહે છે, તેવા જ્ઞાનયોગી સાધકોનો સંયમ જીવનમાં સ્કૂલના વગર પસાર થયેલો કાળ જ સંયમપર્યાય તરીકે અહીં ગણત્રીમાં લેવાનો છે. આવો સંયમપર્યાય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ સાધક તેજોવેશ્યાની વૃદ્ધિનો અનુભવ કરે છે.
તેજોલેશ્યા” તે શાસ્ત્રપ્રસિદ્ધ છ લશ્યામાંની એક વેશ્યા નથી; પરંતુ ચિત્તની સુખાસિકારૂપ છે. ચિત્તનો આ સુખાનુભવ અથવા સુખાકારી, આત્માના આનંદરૂપ છે. અને તે કષાયોના શમનથી અને વિષયોને વશ કરવાથી પ્રાપ્ત થાય છે.
સંયમજીવનનો સ્વીકાર કરી સાધક વિષયોના માર્ગે પ્રવર્તતાં ઇન્દ્રિયો અને મનને પાછાં વાળી, આત્મભાવમાં સ્થિર કરવા યત્ન કરે છે. જેટલા અંશમાં તેનું મન બાહ્યભાવોથી પાછું વળી, આત્મામાં સ્થિર થાય છે, તેટલા અંશમાં તેની ઇચ્છાઓ અને અપેક્ષાઓ ઓછી થતી જાય છે, કષાયો શમતા જાય છે, ચિત્ત સ્વસ્થ અને શાંત બનતું જાય છે અને આત્મા પોતાના જ્ઞાનગુણમાં મગ્ન બની તેનો આનંદ માણી શકે છે, તેથી જ શ્રીભગવતીજીસૂત્રમાં કહ્યું છે કે, ઉત્તરોત્તર અધિક અધિક સુખની અનુભૂતિ કરતાં આ જ્ઞાનમગ્ન મહાત્માઓ બાર મહિનામાં તો અનુત્તરવાસી દેવોની તેજોવેશ્યાને પણ ઓળંગી જાય છે એટલે કે તેમના કરતાં પણ વધારે આંતરિક સુખ અનુભવે છે.
દેવતાઓનું સુખ જો કે પોદ્ગલિક અને પરાધીન હોય છે, તેથી મુનિના સ્વાધીન એવા આત્મિક સુખની સાથે તેની કોઈ તુલના થઈ શકે તેમ જ નથી. આમ છતાં વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ, ઉત્તમોત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ, વિકૃત સહજ પ્રાપ્ત થતી અપેક્ષાઓની અલ્પતા, દ્રવ્યલેશ્યાની વિશુદ્ધિ, ઉદાત્ત આશય વગેરેના કારણે ઉપરના દેવતાઓ અધિક અધિકતર સુખાસિકાનો અનુભવ કરતા હોય છે, તેથી મુનિના ચિત્તની સુખાસિકાની વૃદ્ધિને દેવતાઓની સુખાસિકાની વૃદ્ધિ સાથે તુલના કરી સમજાવાઈ છે. ||૧૪ll
શ્રીભગવતીસૂત્ર આદિ ગ્રંથોમાં તેજલેશ્યા વૃદ્ધિનો ક્રમ આ પણ બતાવ્યો છે : દીક્ષા પર્યાય કયા દેવોથી અધિક ચિત્ત સુખાસિકા ૧ માસ વાણવ્યંતર દેવો ૨ માસ, ભવનપતિના (અસુર સિવાયના દેવો) ૩ માસ અસુરકુમાર દેવો ૪ માસ ગ્રહ, નક્ષત્ર, તારાના દેવો ૫ માસ ચંદ્ર - સૂર્યના દેવો ૬-૭-૮ માસ ક્રમશ: પહેલા-બીજા વૈમાનિક દેવો, ત્રીજા-ચોથા વૈમાનિક દેવો અને પાંચમાં-છઠ્ઠા વૈમાનિક દેવો ૯-૧૦ માસ ક્રમશ: સાતમા-આઠમાં વૈમાનિક દેવો અને નવમાથી-બારમાં વૈમાનિક દેવો ૧૧-૧૨ માસ ક્રમશ: નવ રૈવેયક અને ૫ અનુત્તરના દેવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org