________________
જ્ઞાનયોગીનું પારમાર્થિક સુખ – ગાથા-૧૪
૩૫
શબ્દાર્થ :
9.પર્યાયમવૃદ્ધિત: - (સંયમના) પર્યાયના ક્રમની વૃદ્ધિથી ર/રૂ. યા તેનોટેરયાવિવૃદ્ધિ: - જે તેજલેશ્યાની = સુખની વૃદ્ધિ ૪. માવત્યા - ભગવતીસૂત્ર આદિ આગમોમાં છે. માષિતા - કહેવાઈ છે ૬. સા રૂલ્યમૂતી - તે = સુખની વૃદ્ધિ, આવા પ્રકારના સાધુને = જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી સાધુને ૭. યુ - ઘટે છે. શ્લોકાર્થ :
જેમ જેમ ચારિત્રપર્યાયની વૃદ્ધિ થાય તેમ તેમ તેજોલેશ્યાની એટલે કે ચિત્તના સુખની વૃદ્ધિ થાય છે, એવું ભગવતીસૂત્ર વગેરે આગમોમાં કહેવાયું છે. તેમાં દર્શાવેલી તેજોલેશ્યાની વૃદ્ધિ આવા પ્રકારના સાધુમાં એટલે કે જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી મહાત્મામાં જ ઘટે છે. ભાવાર્થ :
શ્રીભગવતીસૂત્ર આદિ આગમ ગ્રંથોમાં કહ્યું છે કે, જેમ જેમ સાધુ ભગવંતનો સંયમ પર્યાય વધતો જાય તેમ તેમ તેમનું સુખ વધતું જાય છે. બાર માસના પર્યાય પછી તો સાધુ અનુત્તરના દેવો કરતાં પણ અધિક આંતરિક સુખ અનુભવે છે. આ ઉત્તરોત્તર વધતા જતાં સુખની પ્રાપ્તિને તેજોવેશ્યાની વૃદ્ધિ કહેવાય છે. સંયમપર્યાયની વૃદ્ધિ સાથે અનુભવાતી આ તેજોવેશ્યાની વૃદ્ધિનો અનુભવ સર્વ સાધુ ભગવંતો માટે શક્ય બનતો નથી; પરંતુ જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગી મહાત્મા જ એનો અનુભવ કરી શકે છે. વિશેષાર્થ :
શ્રીભગવતીસૂત્રમાં કહ્યું છે કે, સાધુનો સંયમપર્યાય જેમ જેમ વધે છે, તેમ તેમ સાધુની તેજોવેશ્યા વધતી જાય છે એટલે કે સાધુના આંતરિક સુખનો અનુભવ વધતો જાય છે. શ્રીભગવતીનું આ વિધાન સંયમ સ્વીકારનાર સર્વ સાધકોને લાગુ પડતું નથી, પરંતુ સંયમ સ્વીકારી જેઓ જ્ઞાનમગ્ન બન્યા હોય, તેવા જ્ઞાનયોગી મહાત્માઓમાં જ આ વિધાન સાકાર થતું દેખાય છે.
1, “તેજોલેશ્યા” શબ્દનો પ્રયોગ જૈન આગમોમાં ત્રણ અર્થમાં થયેલો જોવા મળે છે :
૧. જીવનો પરિણામવિશેષ. ૨. તપોલબ્ધિથી પ્રગટતી શક્તિ. ૩. આંતરિક આનંદ; આંતરિક સુખ. અહીં જણાવેલી તેજોવેશ્યાનો અર્થ આંતરિક આનંદ કે આંતરિક સુખરૂપ સમજવાનો છે. શ્રી ભગવતીસૂત્રના ચૌદમાં શતકમાં દેવોની તેજોવેશ્યા (સુખાનુભૂતિ) સાથે શ્રમણની તેજોવેશ્યા (સુખાનુભૂતિ)ની તુલના બતાવવામાં આવી છે. ત્યાં ટીકાકાર મહર્ષિએ તેજલેશ્યાનો અર્થ ‘સુqસા ' કરેલો છે અર્થાત્ સુખાનુભવ. નવાંગી ટીકાકાર પૂ.આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતીસૂત્ર)ની વૃત્તિમાં કહે છે કે, તેનોટેશ્યા દિ प्रशस्तलेश्योपलक्षणं, सा च सुखासिकाहेतुरिति कारणे तेजोलेश्यायाम् कार्योपचारात्तेजोलेश्याशब्देन सुखासिका विवक्षितेति' ॥ તેજલેશ્યા ખરેખર તો પ્રશસ્ત વેશ્યાનું ઉપલક્ષણ છે અને તે સુખાનુભૂતિનું કારણ છે, એથી કારણમાં કાર્યનો ઉપચાર કરી તેજલેશ્યાને જ સુખાસિકારૂપે વર્ણવી છે. પૂ. આ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ. પંચસૂત્રમાં તેજોવેશ્યાને “વિત્તસુત્કીમસ્ટસ” કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org